SBI એ આપી દશેરાની ભેટ, તમામ લોન પર આ મોટી છૂટ

દશેરાના અવસર દેશની સૌથી મોટી બેન્ક ભારતીય સ્ટેટ બેન્ક (State Bank Of India)એ પોતાના કરોડો ગ્રાહકોને મોટી આપતાં તમામ પ્રકારની લોન પર મોટી જાહેરાત કરી દીધી છે.

SBI એ આપી દશેરાની ભેટ, તમામ લોન પર આ મોટી છૂટ

નવી દિલ્હી: દશેરાના અવસર દેશની સૌથી મોટી બેન્ક ભારતીય સ્ટેટ બેન્ક (State Bank Of India)એ પોતાના કરોડો ગ્રાહકોને મોટી આપતાં તમામ પ્રકારની લોન પર મોટી જાહેરાત કરી દીધી છે. છૂટ ફક્ત બેન્કના ડિજિટલ બેન્કીંગ એપ યોનો (Yono Digital Banking App) પર મળશે. 

મળશે 100 ટકા છૂટ
ફેસ્ટિવલ સિઝનમાં રજૂ કરવામાં આ આવેલી આ સ્કીમ હેઠળ યોનો વડે Home Loan, Car Loan, આ બીજી લોન પર processing fees પર 100 ટકા છૂટ મળી રહી છે. તો બીજી તરફ આ ઉપરાંત હોમ લોન પર વ્યાજમાં પણ છૂટની જાહેરાત કરી છે.  

આ હશે હોમ લોનનો વ્યાજ દર
જાહેરાત અનુસાર એસબીઆઇની હોમલોન ગ્રાહકોને 75 લાખ રૂપિયા સુધી ઘર ખરીદવા માટે 0.25 ટકા વ્યાજ મળશે. આ છૂટ સિવિલ સ્કોર પર આધારિત હશે અને યોનો એપના માધ્યમથી અરજી કરવા પર મળશે. આ છૂટ સિબિલ સ્કોર પર આધારિત હશે અને યોનો એપના માધ્યમથી અરજી કરવા પર મળશે. એસબીઆઇ દ્વારા તાજેતરમાં કરવામાં આવેલી ફેસ્ટિવલ ઓફર હેઠળ બેંક દેશભરમાં 30 લાખ રૂપિયાથી બે કરોડ રૂપિયા સુધીના હોમ લોન પર ક્રેડિટ સ્કોરના આધાર પર 0.10 ટકાના બદલે 0.20 ટકા છૂટ આપશે. આ છૂટ દેશની આઠ મેટ્રો સીટીમાં ત્રણ કરોડ રૂપિયા સુધીની હોમ લોન ગ્રાહકોને મળશે. તો બીજી તરફ યોનો એપ દ્વારા અરજી કરવા પર તમામ હોમ લોન પર વધારાની 0.5 ટકા છૂટ પણ મળશે. SBI 6.90  થી 7.95 ટકા વાર્ષિક વ્યાજ પર હોમ લોન ઓફર કરી રહી છે.  

6.9 ટકાના વ્યાજદરથી શરૂ
બેન્ક તમામ 30 લાખ રૂપિયા સુધીની હોમ લોન 6.90 લાખથી નીચલી વ્યાજ દર આપી રહી છે. 30 લાખ રૂપિયાથી વધુના હોમ લોન પર વ્યાજદર 7 ટકા છે. ગત મહિને બેન્કએ પોતાના રિટેલ લોન ગ્રાહકો માટે ઘણી તહેવારી પહેલ કરી હતી. તેના હેઠળ યોનો દ્વારા કાર, ગોલ્ડ અથવા પર્સનલ લોન માટે અરજી કરનાર ગ્રાહકોને પ્રોસેસિંગ ચાર્જ પર છૂટ આપવામાં આવી છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news