બાળકોની ટ્યૂશન ફીને ના સમજો ખર્ચ, બચાવશે તમારા 3 લાખ રૂપિયા
Trending Photos
બાળકોના અભ્યાસ પર ખર્ચ થનાર ખર્ચને ફક્ત ખર્ચ જ ન સમજો. આ ટેક્સના ટેક્સના રૂપમાં પૈસા બચાવવામાં પણ મદદગાર છે. એ વાત અલગ છે કે તમે તમારા ફક્ત બે બાળકોના અભ્યાસ માટે આપેલી ટ્યૂશન ફી પર બચત કરી શકો છો. હા. જો પતિ-પત્ની બંને નોકરી કરે છે તો તે બંને અલગ-અલગ બે-બે બાળકોની ટ્યૂશન ફી ચૂકવીને આ ફાયદો ઉઠાવી શકે છે. તમને જણાવી દઇએ કે એક વર્ષમાં તમે 1.50 લાખ રૂપિયા સુધીનો લાભ બાળકોની ટ્યૂશન ફીથી ઉઠાવી શકો છો. આ પ્રકારે જો પતિ-પત્ની બંને નોકરી કરે છે તો તે 3 લાખ રૂપિયાની વાર્ષિક બચત કરી શકે છે. આવો જાણીએ કેવી રીતે?
બાળકોની ટ્યૂશન ફી પર મળે છે ડિડક્શનનો લાભ
ટેક્સ એક્સપર્ટ અને ઇન્વેસ્ટમેંટ એડવાઇઝર બલવંત જૈનના અનુસાર ઇન્કમ ટેક્સ અધિનિયમની કલમ 80C હેઠળ બાળકોની ટ્યૂશન ફી પર એક નાણાકીય વર્ષમાં 1.50 લાખ રૂપિયા સુધીની કપાતનો લાભ મળે છે. ધ્યાન રાખો ડિડક્શનનો આ લાભ ફક્ત ટ્યૂશન ફી પર જ મળે છે સ્કૂલની બીજી કોઇ ફી પર નહી.
ટેક્સ સેવિંગ પહેલાં કરી લો આ કેલ્ક્યુલેશન
બલવંત જૈન કહે છે કે ટ્યૂશન ફી પર મળનાર ડિડક્શનનો લાભ ઇન્કમ ટેક્સ અધિનિયમની કલમ 80C હેઠળ મળે છે. આ કલમ હેઠળ PPF, ELSS, NSC, ટેક્સ સેવિંગ ફિક્સડ ડિપોઝિટ્સ, હોમ લોનના મૂળધનની ચૂકવણી વગેરે પણ આવે છે. એટલા માટે સારું રહેશે કે આ ટેક્સ સેવિંગનો પ્લાન બનાવતાં પહેલાં ટેક્સ પેયર તેની ગણતરી પહેલાં જ કરી લે કે બાળકોની ટ્યૂશન ફીના રૂપમાં કેટલા પૈસા ગયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે