ઓફિસ બાદના કામમાંથી મળશે મુક્તિ, સંસદમાં રજૂ થશે Right to Disconnect બિલ

આજે વર્કિંગ કલ્ચર બદલાઇ ગયું છે. વિદેશી કંપનીઓમાં 24 કલાક કામ થાય છે. કર્મચારીઓને 9-10 કલાકની શિફ્ટ કર્યા બાદ ઘરેથી પણ સતતત ઓફિશિયલ ફોન અને મેલનો જવાબ આપવો પડતો હોય છે. તેનાથી સામાન્ય માણસના અંગત જીવન પર અસર પડે છે અને લોકોમાં તણાવની ફરિયાદ વધવા લાગી છે. બુધવારે લોકસભામાં આ સંબંધિત એક બિલ રજૂ કરવામાં આવ્યું, જેને રાઇટ ટૂ ડિસકનેક્ટ નામ આપવામાં આવ્યું છે. આ બિલને મંજૂર થયા બાદ કંપનીઓ પોતાના કર્મચારીઓ પર વધુ કામ થોપી શકશે નહી. લોકસભા અને રાજ્યસભામાંથી મંજૂરી મળ્યા બાદ આ કાયદો બની શકશે. 
ઓફિસ બાદના કામમાંથી મળશે મુક્તિ, સંસદમાં રજૂ થશે Right to Disconnect બિલ

નવી દિલ્હી: આજે વર્કિંગ કલ્ચર બદલાઇ ગયું છે. વિદેશી કંપનીઓમાં 24 કલાક કામ થાય છે. કર્મચારીઓને 9-10 કલાકની શિફ્ટ કર્યા બાદ ઘરેથી પણ સતતત ઓફિશિયલ ફોન અને મેલનો જવાબ આપવો પડતો હોય છે. તેનાથી સામાન્ય માણસના અંગત જીવન પર અસર પડે છે અને લોકોમાં તણાવની ફરિયાદ વધવા લાગી છે. બુધવારે લોકસભામાં આ સંબંધિત એક બિલ રજૂ કરવામાં આવ્યું, જેને રાઇટ ટૂ ડિસકનેક્ટ નામ આપવામાં આવ્યું છે. આ બિલને મંજૂર થયા બાદ કંપનીઓ પોતાના કર્મચારીઓ પર વધુ કામ થોપી શકશે નહી. લોકસભા અને રાજ્યસભામાંથી મંજૂરી મળ્યા બાદ આ કાયદો બની શકશે. 

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) સાંસદ સુપ્રિયા સુલેએ લોકસભામાં પ્રાઇવેટ મેંબર્સ બિલ હેઠળ તેને રજૂ કર્યું. સાંસદે સદનને જણાવ્યું કે રાઇટ ટૂ ડિસકનેક્ટ બિલ દ્વારા કંપની કર્મચારીઓ પર વધુ કામ લાદી શકશે નહી. આ બિલ આવ્યા બાદ કર્મચારીઓ પર ઓફિસના કામનો બોજો ઓછો થશે. તેનાથી કર્મચારીઓનો તણાવ ઓછો રહેશે તેમની અંગત લાઇફ પ્રભાવિત થશે નહી. 

આ બિલના અધ્યયન માટે કલ્યાણ ઓથોરિટીની રચના કરવામાં આવશે. આ ઓથોરિટીમાં સૂચના ટેક્નિક, સંચાર અને શ્રમ મંત્રીઓને રાખવામાં આવશે. બિલનું અધ્યયન કર્યા બાદ એક ચાર્ટર પણ તૈયાર કરવામાં આવશે. જણાવવામાં આવ્યું અછે કે જે કંપનીઓમાં 10થી વધુ કર્મચારીપ સાથે વાત કરે અને તે ઇચ્છે છે કે તે ચાર્ટરમાં સામેલ કરે. ત્યારબાદ રિપોર્ટ બનાવવામાં આવે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news