રાજમાતાની જન્મ શતાબ્દી પર PM મોદીએ બહાર પાડ્યો 100 રૂપિયાનો સિક્કો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે 12 ઓક્ટોબર 2020ના રોજ એક વર્ચ્યુઅલ કાર્યક્રમમાં વિજયરાજે સિંધિયાના સન્માનમાં 100 રૂપિયાનો સ્મૃતિ સિક્કો બહાર પાડ્યો. વિજયરાજે સિંધિયા ગ્વાલિયરના રાજમાતા તરીકે ઓળખાય છે. આ સિક્કો તેમની જન્મ શતાબ્દીના અવસરે બહાર પાડવામાં આવ્યો છે. આ અવસરે પીએમ મોદીએ કહ્યું કે વિજયારાજે સિંધિયા દેશની આઝાદી પહેલા અને ત્યારબાદ પણ ભારતીય રાજકારણનો મહત્વનો ભાગ રહ્યા. તેમના અનુભવો અંગે આજની પેઢીએ પણ ચર્ચા કરવી જોઈએ. 
રાજમાતાની જન્મ શતાબ્દી પર PM મોદીએ બહાર પાડ્યો 100 રૂપિયાનો સિક્કો

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે 12 ઓક્ટોબર 2020ના રોજ એક વર્ચ્યુઅલ કાર્યક્રમમાં વિજયરાજે સિંધિયાના સન્માનમાં 100 રૂપિયાનો સ્મૃતિ સિક્કો બહાર પાડ્યો. વિજયરાજે સિંધિયા ગ્વાલિયરના રાજમાતા તરીકે ઓળખાય છે. આ સિક્કો તેમની જન્મ શતાબ્દીના અવસરે બહાર પાડવામાં આવ્યો છે. આ અવસરે પીએમ મોદીએ કહ્યું કે વિજયારાજે સિંધિયા દેશની આઝાદી પહેલા અને ત્યારબાદ પણ ભારતીય રાજકારણનો મહત્વનો ભાગ રહ્યા. તેમના અનુભવો અંગે આજની પેઢીએ પણ ચર્ચા કરવી જોઈએ. 

જન્મ શતાબ્દી સમારોહના ક્રમમાં આ 100 રૂપિયાનો સ્મૃતિ સિક્કો નાણા મંત્રાલયે તૈયાર કરાવ્યો છે. પ્રધાનમંત્રી તરફથી આ સિક્કાને બહાર પાડવાના અવસરે વિજયારાજે સિંધિયાના પરિવારના સભ્યો તથા દેશના અન્ય ભાગમાંથી પણ લોકોએ ભાગ લીધો. 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર ટ્વીટ કરીને લખ્યું હતું કે "12 ઓક્ટોબરના રોજ રાજમાતા વિજયારાજે સિંધિયાની જયંતી છે. આ અવસરે 100 રૂપિયાનો સ્મારક સિક્કો બહાર પાડવામાં આવશે. આ તેમની જન્મશતાબ્દી ઉત્સવનો ભાગ છે અને તેમના મહાન વ્યક્તિત્વને શ્રદ્ધાંજલિ આપવાની એક તક."

— Narendra Modi (@narendramodi) October 11, 2020

કેવો છે આ સિક્કો
100 રૂપિયાના વિશેષ સિક્કા પર એકબાજુ રાજમાતા વિજયારાજે સિંધિયા(Vijaya Raje Scindia) નો ફોટો છે, જ્યારે સિક્કાના ઉપરના ભાગમાં હિન્દીમાં શ્રીમતી વિજયારાજે સિંધિયાની જન્મ શતાબ્દી લખેલુ છે. નીચેના ભાગમાં અંગ્રેજીમાં લખ્યું છે. આ સાથે જ તેમના જન્મનું વર્ષ 1919 અને જન્મ શતાબ્દી વર્ષ 2019 લખ્યું છે. સિક્કાની બીજી બાજુ હિન્દી અને ગુજરાતીમાં ભારત  લખેલુ છે તથા અશોક સ્તંભ બનેલો છે. આ ઉપરાંત નીચે 100 રૂપિયા લખ્યું છે. 

— Yashodhara Raje Scindia (@yashodhararaje) October 11, 2020

કોણ છે વિજયારાજે સિંધિયા
રાજમાતા વિજયારાજે સિંધિયા(VijayaRaje Scindia) જનસંઘ (Bharatiya Jana Sangh) ના નેતા હતા અને ભાજપના સંસ્થાપક સભ્યોમાંથી એક હતા. શાહી પરિવાર સાથે સંબંધ ધરાવતા વિજયારાજે સિંધિયા ભાજપના મોટા ચહેરામાંથી એક હતાં અને હિન્દુત્વના મુદ્દાઓ પર પ્રખર હતા. રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા સિંધિયા અને મધ્ય પ્રદેશના કેબિનેટ મંત્રી યશોધરા રાજે સિંધિયા વિજયા રાજે સિંધિયાના પુત્રી છે તથા રાજ્યસભા સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયા પૌત્ર છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news