વાંસદા નેશનલ પાર્કમાં શરૂ કરાયું હરણ ઉછેર અભિયાન

ગુજરાતના માનવ રહેણાંક વિસ્તારમાં દિપડા અને માનવ વચ્ચે ઘર્ષણ અટકાવવા માટે પ્રાણી સંગ્રાહલયના હરણને વન્ય વાતાવરણમાં પ્રજજન કરી વન્ય વિસ્તારમાં જ ઉછેરી વનમાં છોડી મુકવાનું અભિયાન શરૂ કરાયું છે. વાંસદાના નેશનલ પાર્કમાં 30 દિપડા છે, ત્યાં આ હરણ છોડવામાં આવી રહ્યા છે. અત્યારસુધી 22 હરણ છોડાયા છે. હરણ અને દિપડાં વચ્ચે ફુડ ચેઈન બની જાય તો દિપડા માનવ વસ્તીમાં આવતાં અટકશે.
વાંસદા નેશનલ પાર્કમાં શરૂ કરાયું હરણ ઉછેર અભિયાન

ચેતન પટેલ, સુરત: ગુજરાતના માનવ રહેણાંક વિસ્તારમાં દિપડા અને માનવ વચ્ચે ઘર્ષણ અટકાવવા માટે પ્રાણી સંગ્રાહલયના હરણને વન્ય વાતાવરણમાં પ્રજજન કરી વન્ય વિસ્તારમાં જ ઉછેરી વનમાં છોડી મુકવાનું અભિયાન શરૂ કરાયું છે. વાંસદાના નેશનલ પાર્કમાં 30 દિપડા છે, ત્યાં આ હરણ છોડવામાં આવી રહ્યા છે. અત્યારસુધી 22 હરણ છોડાયા છે. હરણ અને દિપડાં વચ્ચે ફુડ ચેઈન બની જાય તો દિપડા માનવ વસ્તીમાં આવતાં અટકશે.

દક્ષિણ ગુજરાતના જંગલોની કાપણી અને વન્ય પ્રાણીઓના શિકારને લીધે માસાંહારી એવા દિપડાને ખોરાક નહી મળતા માનવ વસ્તી સુધી પહોંચી ગયા છે. માંસાહારી અને શાકાહારી પ્રાણીઓ વચ્ચેની ફુડ ચેઇન તૂટતા દિપડાનું માનવીઓ સાથે ઘર્ષણ પણ થઇ રહ્યું છે. તે અટકાવવા સુરત નેચર ક્લબ અને વાંસદા વનવિભાગે અભિયાન શરૂ કર્યું છે.

નેચર ક્લબના સ્નેહલ પટેલે કહ્યું કે, વર્ષ 2010માં જુદા-જુદા પ્રાણી સંગ્રહાલયમાંથી વધારાના હરણ લેવાયા હતા તેમને વાંસદા નેશનલ પાર્કમાં રાખી તેમનું પ્રજનન કરાવાય રહ્યું છે. હરણના બચ્ચાનો વન્ય વાતાવરણમાં ઉછેર કરીને નેશનલ પાર્કમાં છોડી દેવાય છે. દિપડાના ખોરાક માટે આ રીતે ફુડ ચેઇન શરૂ કરાઇ છે.

વાંસદા નેશનલ પાર્ક ડાંગના જંગલ સાથે જોડાયેલું છે. વાંસદા નેશનલ પાર્કમાં 30 દિપડા છે. જ્યારે વાંસદા વિસ્તારમાં 70ની આસપાસ દિપડા હોવાનો અંદાજ છે. દિપડા આસપાસના ગામોમાં ખોરાકની શોધ માટે જતા હોવાના બનાવો લાંબા ગાળાના આ પ્રોજેક્ટ બાદ ઓછા થઇ રહ્યા છે. આવો પ્રોજેક્ટ માનવ વસ્તીમાં દિપડા પહોંચી રહ્યા છે ત્યાં નજીકના નેશનલ પાર્કમાં પણ ચલાવાય તો માનવ અને દિપડા વચ્ચેનું ઘર્ષણ અટકાવી શકાશે.

વાંસદા નેશનલ પાર્કમાં અત્યારસુધી 29 હરણ છોડાયા છે. અગાઉ 7 હરણ છોડાયા બાદ હાલમાં 22 હરણને ઉછેરીને છોડવામાં આવ્યા છે. સુરત, વડોદરા, અમદાવાદના પ્રાણી સંગ્રહાલયમાંથી હરણ મેળવીને સંવનન માટે વાંસદા નેશનલ પાર્કમાં એક એકર જેટલી જગ્યાનો ઉપયોગ છે. હરણ છોડાય રહ્યા છે તે વાંસદા નેશનલ પાર્કનો વિસ્તાર 3 એકરમાં પથરાયેલો છે. પ્રાણી સંગ્રહલાયના પ્રાણીઓ માણસની હાજરીથી ટેવાયેલા હોય છે. તેથી તેમને સીધા જંગલમાં છોડી શકાતા નથી. તેથી હરણનો વન્ય વાતાવરણમાં ઉછેર કરીને છોડવામાં આવી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news