રેલવેમાં આ સોફ્ટવેર દ્વારા કરવમાં આવતું હતું કરોડોની ટિકિટનું કૌભાંડ, 59ની ધરપકડ


 રેલવેમાં રિઝર્વેશન માટે નકલી સોફ્ટવેરનો ઉપયોગ કરવાના મામલામાં RPFએ મોટી કાર્યવાહી કરી છે. આ કાર્યવાહીમાં  Mac સોફ્ટવેર દ્વારા કરોડોની ટિકિટનું કૌભાંડ સામે આવ્યું છે.
 

રેલવેમાં આ સોફ્ટવેર દ્વારા કરવમાં આવતું હતું કરોડોની ટિકિટનું કૌભાંડ, 59ની ધરપકડ

નવી દિલ્હીઃ રેલવેમાં રિઝર્વેશન માટે નકલી સોફ્ટવેરનો ઉપયોગ કરવાના મામલામાં RPFએ મોટી કાર્યવાહી કરી છે. આ કાર્યવાહીમાં  Mac સોફ્ટવેર દ્વારા કરોડોની ટિકિટનું કૌભાંડ સામે આવ્યું છે. દેશભરમાં નકલી સોફ્ટવેરથી ઓપરેટ કરનાર 59 લોકોને ઝડપી લેવામાં આવ્યા છે. 

મહત્વનું છે કે 11 ફેબ્રુઆરી અને 12 ફેબ્રુઆરીએ RPFએ IRCTCના એજન્ટ વિરુદ્ધ દેશવ્યાપી અભિયાન ચલાવ્યું હતું. ઘણા એજન્ટ નકલી ટિકિટ વેચતા પકડાયા હતા. 2 દિવસમાં 319 એજન્ટની ધરપકડ કરવામાં આવી હતી. 

હવે 317 એજન્ટોની આઇડી બ્લેકલિસ્ટ કરવામાં આવી રહી છે. 37.38 લાખની ભવિષ્યની ટિકિટ જે બુક કરવામાં આવી હતી અને 1 કરોડ 19 લાખથી વધુની ટિકિટ ઝડપવામાં આવી છે. 3 એજન્ટોએ તે વાતનો સ્વીકાર કર્યો છે કે તે નકલી સોફ્ટવેરનો ઉપયોગ કરતા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news