જૂની ગાડીઓ પર 1 એપ્રિલથી લાગશે 'બ્રેક'!, જાણો શું છે સરકારનો પ્લાન
Registration of 15 year old government vehicles: જો તેને આખરી ઓપ આપવામાં આવશે તો આ વ્યવસ્થા લાગુ થઈ જશે. મંત્રાલયે આ અંગે નિયમોમાં સંશોધન માટે નોટિફિકેશન બહાર પાડીને સંબંધિત પક્ષો પાસેથી તેમના મત માંગ્યા છે.
Trending Photos
નવી દિલ્હી: સરકારી વિભાગો માટે કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. જે હેઠળ હવે કોઈ પણ સરકારી ઓફિસના અધિકારી 1 એપ્રિલ 2022થી પોતાના 15 વર્ષ જૂના સરકારી વાહનોનું રજિસ્ટ્રેશન કરાવી શકશે નહીં. આ માટે Ministry of Road Transport and Highways એ એક પ્રસ્તાવ તૈયાર કરી લીધો છે. હાલ આ પ્રસ્તાવ પર ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડીને તમામ હિતધારકોના સૂચનો મંગાવવામાં આવ્યા છે. સૂચનો પર વિચાર કર્યા બાદ મંત્રાલય તરફથી ફાઈનલ નોટિફિકેશન બહાર પાડવામાં આવશે. જો તેને આખરી ઓપ આપવામાં આવશે તો આ વ્યવસ્થા લાગુ થઈ જશે. મંત્રાલયે આ અંગે નિયમોમાં સંશોધન માટે નોટિફિકેશન બહાર પાડીને સંબંધિત પક્ષો પાસેથી તેમના મત માંગ્યા છે. (Renewal of registration for 15-year old govt vehicles to stop from April 1, 2022: Draft notification)
નોટિફિકેશનમાં જાણકારી
નોટિફિકેશન મુજબ એક વાર આ પ્રસ્તાવને મંજૂરી બાદ આ નિયમ તમામ સરકારી ગાડીઓ- કેન્દ્ર અને રાજ્ય સરકાર, સંઘ શાસિત પ્રદેશ, સાર્વજનિક કાર્યક્રમો, નગર નિગમો અને સ્વાયત્ત શાખાઓ માટે લાગુ થશે. મંત્રાલયે ટ્વીટ કરીને આ પ્રસ્તાવની જાણકારી આપી.
MORTH has issued a draft notification proposing that registration of motor vehicles owned by Central Govt, State/UT Govts, Local Govt institutions, PSUs, State Transport Undertakings, Autonomous bodies with Central / State Govts, will not be renewed after 15 years. pic.twitter.com/UbK3vS6bzv
— MORTHINDIA (@MORTHIndia) March 13, 2021
નોંધનીય છે કે દેશમાં પરિવહન ક્ષેત્રમાં વ્યાપક ફેરફાર થઈ રહ્યા છે. રોડ સેફ્ટીને કોઈ કોઈ પણ સંજોગોમાં સુનિશ્ચિત કરવાનું કામ ઝડપથી ચાલુ છે. આ ક્રમમાં સરકાર કારમાં ફ્રન્ટ એરબેગને જરૂરી કરવા જઈ રહી છે. કારમાં સફર કરનારા લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સરકાર આ નિર્ણય લેવા જઈ રહી છે. પરિવહન મંત્રાલયે કાયદા મંત્રાલય પાસે આ અંગે એક પ્રસ્તાવ મોકલ્યો હતો કે ફ્રન્ટ એરબેગના નોટિફિકેશનને મંજૂર કરવામાં આવે. ખબર મુજબ કાયદા મંત્રાલયે ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રીના આ પ્રસ્તાવ પર પોતાની સહમતિ આપી દીધી છે.
હાલમાં જ સામે આવી આ મહત્વની પોલીસી
નવું ડ્રાફ્ટ નોટિફિકેશન 12 માર્ચના રોજ બહાર પાડવામાં આવ્યું છે. જેના પર તમામ હિતધારકો પાસે 30 દિવસની અંદર સૂચનો મંગાવાયા છે. મંત્રાલયે આ પગલું એવા સમયે લીધુ છે કે જ્યારે કેન્દ્ર સરકાર નાણાકીય વર્ષ 2021-22 ના બજેટમાં વોલેન્ટ્રી વ્હીકલ સ્ક્રેપિંગ પોલીસી લાવવાની જાહેરાત કરી ચૂકી છે. આ પોલીસે હેઠળ પર્સનલ વ્હીકલ 20 વર્ષ બાદ અને કોમર્શિયલ વ્હીકલે 15 વર્ષ બાદ ઓટોમેટેડ ફિટનેસ ટેસ્ટ કરાવવો પડશે. આ ટેસ્ટ પાસ ન કરનારા વાહનોના ઉપયોગ કરવાથી ભારે ભરખમ દંડ લગાવવાની સાથે આવી ગાડીઓ જપ્ત પણ કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે