Jammu-Kashmir: શોપિયામાં આતંકી અથડામણ, એક આતંકીનો ખાતમો

જમ્મુ અને કાશ્મીર (Jammu Kashmir) ના શોપિયા જિલ્લાના રાવલપોરા વિસ્તારમાં આતંકીઓ સાથે ગઈ કાલ સાંજથી ચાલુ અથડામણ (Encounter) માં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. મળતી માહિતી મુજબ વિસ્તારમાં બે થી ત્રણ આતંકીઓ છૂપાયેલા હોવાના ખબર છે. જેમાંથી એક આતંકીને ઠાર કરાયો છે. જમ્મુ અને કાશ્મીર પોલીસે જણાવ્યું કે એક આતંકીનો ખાતમો થયો છે અને સ્થાનિક લોકોને ઘરની બહાર ન નીકળવાની અપીલ કરાઈ છે. 
Jammu-Kashmir: શોપિયામાં આતંકી અથડામણ, એક આતંકીનો ખાતમો

શ્રીનગર: જમ્મુ અને કાશ્મીર (Jammu Kashmir) ના શોપિયા જિલ્લાના રાવલપોરા વિસ્તારમાં આતંકીઓ સાથે ગઈ કાલ સાંજથી ચાલુ અથડામણ (Encounter) માં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. મળતી માહિતી મુજબ વિસ્તારમાં બે થી ત્રણ આતંકીઓ છૂપાયેલા હોવાના ખબર છે. જેમાંથી એક આતંકીને ઠાર કરાયો છે. જમ્મુ અને કાશ્મીર પોલીસે જણાવ્યું કે એક આતંકીનો ખાતમો થયો છે અને સ્થાનિક લોકોને ઘરની બહાર ન નીકળવાની અપીલ કરાઈ છે. 

ભારતીય સુરક્ષાદળોને શોપિયા (Shopian)  જિલ્લાના રાવલપોરા (Rawalpora) વિસ્તારમાં આતંકીઓ છૂપાયેલા હોવાની બાતમી મળી હતી. ત્યારબાદ સુરક્ષાદળોએ જમ્મુ અને કાશ્મીર પોલીસની મદદથી વિસ્તારમાં ઘેરાબંધી કરી. સુરક્ષાદળોએ આતંકીઓને આત્મસમર્પણ કરવાનું કહ્યું પરંતુ તેમણે ફાયરિંગ શરૂ કરી દીધુ. ત્યારબાદ સુરક્ષાદળોએ પણ જવાબી કાર્યવાહી કરી. 

(Visuals deferred by unspecified time) pic.twitter.com/OjsIxKamNw

— ANI (@ANI) March 14, 2021

જમ્મુ અને કાશ્મીરમાં લગભગ 200 આતંકીઓ સક્રિય
અત્રે જણાવવાનું કે જમ્મુ અને કાશ્મીર ડીજીપી દિલબાગ સિંહે આ અગાઉ આતંકીઓ વિશે મોટો ખુલાસો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર શાસિત પ્રદેશમાં લગભગ 200 આતંકીઓ સક્રિય છે અને ગુપ્ત સૂચના મુજબ સરહદ પાર સ્થિત આતંકવાદી ઠેકાણાઓથી અન્ય 250 જેટલા આતંકીઓ ઘૂસણખોરી કરવાની ફિરાકમાં છે. પાકિસ્તાન તરફ ઈશારો કરતા દિલબાગ સિંહે કહ્યું કે જમ્મુ કાશ્મીરમાં અશાંતિ પેદા કરવાના પાડોષી દેશના નાપાક મનસૂબાઓને નિષ્ફળ કરવા માટે સુરક્ષાદળ સંપૂર્ણ રીતે સતર્ક અને તૈયાર છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news