આનંદો! ખાદ્યતેલમાં ફરી સૌથી મોટો ઘટાડો, જાણો હવે ઘટ્યા પછી શું થયો ભાવ?

મધર ડેરી તરફથી આપવામાં આવેલા નિવેદનમાં જણાવાયું છે કે, દુનિયાભરના બજારોમાં ખાદ્યતેલના ભાવ નીચે ઉતર્યા છે. જેણા કારણે અમે આ નિર્ણય લીધો છે. કંપની ખાદ્યતેલની ધારા બ્રાન્ડ હેઠળ વહેંચે છે. ધારા સરસો તેલ (એક લીટર પોલી પેક)ની કિંમત 208 રૂપિયાથી ઘટાડીને 193 રૂપિયા પ્રતિ લીટર કરી નાખવામાં આવી છે.

આનંદો! ખાદ્યતેલમાં ફરી સૌથી મોટો ઘટાડો, જાણો હવે ઘટ્યા પછી શું થયો ભાવ?

Edible Oil Prices: મોંઘવારી દિવસેને દિવસે વધી રહી છે, ત્યારે મોંધવારીના માર નીચે પીસાતી પ્રજાને રાહત આપવા માટે સરકાર સતત પ્રયાસો કરી રહી છે. સરકાર તરફથી ઉઠાવવામાં આવેલા કદમ ધીરેધીરે અસર દેખાડી રહ્યા છે. સામાન્ય માણસને રાહત મળતી નજરે પડી રહી છે. હવે ફરી એકવાર ખાદ્યતેલના ભાવ ફરી ઘટ્યા છે. દિલ્હી-એનસીઆરના મુખ્ય દૂધ સપ્લાયર્સ પૈકી એક મધર ડેરીએ ખાદ્ય તેલના ભાવમાં 15 રૂપિયા પ્રતિ લીટર સુધીનો ઘટાડો કર્યો છે.

193 રૂપિયા પ્રતિ લીટર ભાવ
મધર ડેરી તરફથી આપવામાં આવેલા નિવેદનમાં જણાવાયું છે કે, દુનિયાભરના બજારોમાં ખાદ્યતેલના ભાવ નીચે ઉતર્યા છે. જેણા કારણે અમે આ નિર્ણય લીધો છે. કંપની ખાદ્યતેલની ધારા બ્રાન્ડ હેઠળ વહેંચે છે. ધારા સરસો તેલ (એક લીટર પોલી પેક)ની કિંમત 208 રૂપિયાથી ઘટાડીને 193 રૂપિયા પ્રતિ લીટર કરી નાખવામાં આવી છે.

MRPમાં 15 રૂપિયા પ્રતિ લિટર સુધીનો ઘટાડો
આ સિવાય ધારા રિફાઈન્ડ સનફ્લાવર ઓઈલ (1 લીટર પોલી પેક) હવે રૂ. 220માં વેચવામાં આવશે, જે અગાઉ રૂ. 235 પ્રતિ લીટર હતું. ધારા રિફાઇન્ડ સોયાબીન તેલ (1 લીટર પોલી પેક)ની કિંમત રૂ. 209 થી ઘટાડીને રૂ. 194 કરવામાં આવશે. મધર ડેરીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ધારા ખાદ્ય તેલની મહત્તમ છૂટક કિંમત (MRP)માં પ્રતિ લીટર રૂપિયા 15 સુધીનો ઘટાડો કરવામાં આવી રહ્યો છે.

નવા MRP તેલ આવતા સપ્તાહ સુધીમાં આવશે
ભાવમાં આ ઘટાડો તાજેતરની સરકારી પહેલ આંતરરાષ્ટ્રીય બજારોના ઘટતા પ્રભાવ અને સૂર્યમુખી તેલની વધેલી ઉપલબ્ધતાને કારણે થયો છે. નવી MRP સાથે ધારા ખાદ્યતેલ આવતા સપ્તાહ સુધીમાં બજારમાં પહોંચી જશે. આંતરરાષ્ટ્રીય બજારમાં ઉંચા દરને કારણે ખાદ્યતેલના ભાવ છેલ્લા એક વર્ષથી ખૂબ ઊંચા છે.

ભારત સ્થાનિક માંગને પહોંચી વળવા વાર્ષિક આશરે 13 મિલિયન ટન ખાદ્ય તેલની આયાત કરે છે. ખાદ્ય તેલ માટે દેશની આયાત નિર્ભરતા 60 ટકા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news