રિલાયન્સ પણ કોરોના રસી બનાવવાની દોડમાં કૂદી, જાણો ક્યારે શરૂ થશે ટ્રાયલ


રિલાયન્સ ગ્રુપ તેના દ્વારા પોતાના ફાર્માસ્યુટિકલ્સ, રીટેલ અને ટેક બિઝનેસનો ફાયદો ઉઠાવવા ઈચ્છે છે. તે માટે કંપનીએ વ્યાપક યોજના બનાવી છે.

રિલાયન્સ પણ કોરોના રસી બનાવવાની દોડમાં કૂદી, જાણો ક્યારે શરૂ થશે ટ્રાયલ

મુંબઈઃ કોવિડ-19 મહામારી  (Covid-19 pandemic)એ દુનિયાભરમાં હાહાકાર મચાવ્યો છે. વિશ્વની ઘણી કંપનીઓ તેની વેક્સિન વિકસિત કરવામાં લાગેલી છે. તેમાં હવે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું નામ પણ જોડાઇ ગયું છે. રિલાયન્સ લાઇફ સાયન્સિસ (Reliance Life Sciences)ની વેક્સિનની આ મહિને જાનવરો પર પ્રયોગ કરવામાં આવશે. 

રિલાયન્સ ગ્રુપ તેના દ્વારા પોતાના ફાર્માસ્યુટિકલ્સ, રીટેલ અને ટેક બિઝનેસનો ફાયદો ઉઠાવવા ઈચ્છે છે. તે માટે કંપનીએ વ્યાપક યોજના બનાવી છે. તેમાં ટેસ્ટ કિટ ડેવલોપ કરવાથી લઈને ટેસ્ટિંગ લેબ ચલાવવી, વેક્સિન વિકસિત કરવી, બનાવવી અને વિતરણ કરવાનું પણ સામેલ છે. રિલાયન્સ કોવિડ-19 માટે જે વેક્સિન વિકસિત કરી રહી છે, તે રિકંબિનેન્ટ પ્રોટીન બેસ્ડ વેક્સિન છે. માનવામાં આવી રહ્યું છે કે આગામી વર્ષે પ્રથમ ક્વાર્ટરમાં તેની મનુષ્યો પર ટ્રાયલ શરૂ થઈ શકે છે. 

વેપારીઓને મોટી રાહત, હવે દર મહિને નહીં ભરવું પડે GST રિટર્ન, ખાસ જાણો વિગતો

કોણ-કોણ બનાવી રહ્યું છે વેક્સિન
રિલાયન્સ લાઇફ સાયન્સિસ (RLS) રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સગયોગી કંપની છે. આ પહેલા 6 ભારતીય કંપનીઓ કોરોના વેક્સિન બનાવવાના કામમાં લાગેલી છે. તેમાં ભારત બાયોટેક, સીરમ ઇન્સ્ટિટ્યૂટ અને ઝાયડસ કેડિલા સામેલ છે. આ કંપનીઓને નિયામકની મંજૂરી મળી ચુકી છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 66 લાખને પાર પહોંચી ગઈ છે. 

આ વિશે રિલાયન્સ લાઇફ સાયન્સિસના પ્રમુખ અને સીઈઓ કેવી સુબ્રમણ્યમે કહ્યુ કે, નાના જાનવરો પર પ્રી-ક્લીનિકલ ટ્રાયલ ઇન હાઉસ થશે. તેમાં પાર્ટનર રિસર્ચ ઓર્ગેનાઇઝેશન પણ સામેલ થશે. મનુષ્ય ટ્રાયલ કંપનીના ઇન હાઉસ રિસર્ચ સર્વિસિઝ ઓર્ગેનાઇઝેશન કરશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news