નવા નિયમો સાથે કરવી પડશે દશેરા-દીવાળીની ઉજવણી, જાણી લો સરકારની નવી ગાઇડલાઇન

કોરોના કાળમાં આવનારા દિવસોમાં તમામ ફેસ્ટિવલ્સને ધ્યાનમાં રાખતા સ્વાસ્થ્ય મંત્રાલયે નવી ગાઇડલાઇન જાહેર કરી દીધી છે. આ તહેવારની સીઝન સાથે જોડાયેલ તહેવાર, મેળા, પ્રદર્શન, સાંસ્કૃતિક કાર્યક્રમ, જુલૂસ અને અન્ય કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. આ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. 

 નવા નિયમો સાથે કરવી પડશે દશેરા-દીવાળીની ઉજવણી, જાણી લો સરકારની નવી ગાઇડલાઇન

નવી દિલ્હીઃ કોરોના કાળમાં આવનારા દિવસોમાં તમામ ફેસ્ટિવલ્સને ધ્યાનમાં રાખતા સ્વાસ્થ્ય મંત્રાલયે નવી ગાઇડલાઇન જાહેર કરી દીધી છે. આ તહેવારની સીઝન સાથે જોડાયેલ તહેવાર, મેળા, પ્રદર્શન, સાંસ્કૃતિક કાર્યક્રમ, જુલૂસ અને અન્ય કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. તેથી વહીવટી સ્તર પર આ નિયમોનું પાલન કરવાની સલાહ આપવામાં આવે છે. તહેવારોને લઈને સરકાર તરફથી જાહેર કરાયેલી ગાઇડલાઇનમાં લોકોને જાગરૂત કરવામાં આવે છે. મંત્રાલયે બધા લોકોને ઘરોમાં રહીને તહેવારો ઉજવવાની અપીલ કરી છે. 

મૂર્તિ વિસર્જન માટે  સ્થાનો પૂર્વનિર્ધારિત કરવામાં આવશે
નવા દિશાનિર્દેશો હેઠળ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે એસઓપી જારી કરી છે, જે પ્રમાણે કન્ટેઇન્ટમેન્ટ ઝોનમાં કોઈ પ્રકારના કાર્યક્રમને મંજૂરી આપવામાં આવશે. 65 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિ, ગર્ભવતી મહિલાઓ અને બાળકો જેની ઉંમર 10 વર્ષથી ઓછી છે તેને ઘરમાં રહેવાની સલાહ આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે આ એસઓપી ઇવેન્ટ મેનેજર, સેલિબ્રિટી અને કર્મચારીઓ પર પણ લાગૂ થશે. નવરાત્રિ દરમિયાન મૂર્તિ વિસર્જનની જગ્યા પહેલા નક્કી કરવાની રહેશે. આ દરમિયાન લોકો ઓછી સંખ્યામાં હાજર રહેશે. એસઓપીમાં કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી સંભવ હોય રેકોર્ડ કરેલા ભક્તિ સંગીત કે ગીત વગાડો અને ગાયન સમૂહોને મંજૂરી આપવામાં આવશે નહીં. એસઓપી અનુસાર ભૌતિક અંતરના માપદંડોને ધ્યાનમાં રાખતા કાર્યક્રમ સ્થળોમાં બધા સ્થાનો પર યોગ્ય નિશાન હોવા જોઈએ. 

કન્ટેઇન્મેન્ટ ઝોનમાં થશે થાય ધાર્મિક કાર્યક્રમ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે એસઓપીમાં કહ્યું કે, કન્ટેઇન્મેન્ટ ઝોનમાં કોઈપણ પ્રકારના ધાર્મિક પૂજા-પાઠ, કાર્યક્રમ, તહેવાર, મેળા, સાંસ્કૃતિક કાર્યક્રમ, જુલૂસ અને લોકોને ભેગા કરતા કાર્યક્રમોને મંજૂરી રહેશે નહીં.  ધાર્મિક સ્થાનો અને નવરાત્રિના પંડાલોમાં મૂર્તિને અડવાની મનાઇ હશે. તહેવારોમાં સાફ-સફાઇ, થર્મલ સ્ક્રીનિંગ, સેનેટાઇઝનની વ્યવસ્થા કરવાનું કહેવામાં આવ્યું છે. 

બિહાર ચૂંટણીઃ NDAમા સીટ વહેંચણીની જાહેરાત, JDU-122 તો ભાજપ 121 સીટો પર લડશે ચૂંટણી  

ફેસ્ટિવ કાર્યક્રમ દરમિયાન કરવું પડશે આ નિયમોનું પાલન
સરકારના દિશા નિર્દેશ સ્વાસ્થ્ય મંત્રીના સત્તાવાર ટ્વિટર પેજ પર જાહેર કરવામાં આવ્યા છે. તેમાં સ્વાસ્થ્ય મંત્રાલયની યાદીમાં કાર્યક્રમોના આયોજન માટે પણ જરૂરી ઉપાયો દર્શાવવામાં આવ્યા છે. 

1 કાર્યક્રમ સ્થળની ઓળખ કરી વિસ્તૃત યોજના તૈયાર કરે જેથી થર્મલ સ્ક્રીનિંગ, સામાજીક અંતરના નિમયો અને સેનેટાઇઝેશનની વ્યવસ્થા થઈ શકે. 

2. રેલી અને વિસર્જન યાત્રામાં લોકોની સંખ્યા વધારે હોવી જોઈએ નહીં.

3. લાંબા અંતરની રેલી અને જુલૂસ માટે એમ્બ્યુલન્સ સેવાઓ ઉપલબ્ધ હશે. 

4. ઘણા દિવસ સુધી ચાલનારા કાર્યક્રમો જેવા કે પ્રદર્શન, મેળા, પૂજા પંડાલ, રામલીલા પંડાલમાં લોકોની વધુમાં વધુ સંખ્યા નક્કી કરવાના ઉપોયો હોવા જોઈએ. 

5. વોલેન્ટિયરોને થર્મલ સ્ક્રિનિંગ, સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરાવીને તૈયાર કરવામાં આવે. 

6. થિયેટર અને સિનેમા કલાકારો માટે જારી ગાઇડલાઇન સ્ટેજ કલાકારો પર પણ લાગૂ થશે. 

7. સાથે સોશિયલ ડિસ્ટેન્સિંગ અને માસ્કનું ધ્યાન રાખવામાં આવે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news