RBI vs સરકાર : ઉર્જિત પટેલ આપી શકે છે રાજીનામુ, મીડિયાનો રિપોર્ટ

કેન્દ્ર સરકારે આરબીઆઇ વિરૂધ્ધ સેક્શન 7નો ઉપયોગ કર્યો છે. સરકારે અત્યાર સુધી આરબીઆઇના ઇતિહાસમાં પહેલી વખત આ અધિકારનો ઉપયોગ કર્યો છે. 

RBI vs સરકાર : ઉર્જિત પટેલ આપી શકે છે રાજીનામુ, મીડિયાનો રિપોર્ટ

નવી દિલ્હી : આરબીઆઇ અને સરકાર વચ્ચે ચાલી રહેવા ટકરાવ વચ્ચે ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર ઉર્જિત પટેલ રાજીનામું આપી શકે છે. સીએનબીસી-TV18 અને ઇટી નાઉના રિપોર્ટ અનુસાર ઉર્જિત પટેલ પોતાના પદેથી રાજીનામું આપી શકે છે. અહેવાલ અનુસાર આરબીઆઇ ગવર્નર પટેલ અને ડેપ્યૂટી ગવર્નર વિરલ આચાર્ય શુક્રવાર સુધી નાણા મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સાથે મુલાકાત કરશે. જોકે આરબીઆઇ અને નાણા મંત્રાલયે આ મામલે કોઇ ટિપ્પણી કરવાનો ઇન્કાર કર્યો છે. 

બીજી તરફ ઇકોનોમિક ટાઇમ્સના એક અહેવાલ અનુસાર મોદી સરકારે આરબીઆઇ વિરૂધ્ધ સેક્શન 7નો ઉપયોગ કર્યો છે. કેન્દ્ર સરકારે ઇતિહાસમાં પગેલી વખત આ અધિકારનો ઉપયોગ કર્યો છે. આરબીઆઇ એક્ટની કલમ 7 અનુસાર સરકારને આ અધિકાર પ્રાપ્ત છે કે જાહેર હિતના મુદ્દે આરબીઆઇને સીધે સીધા આદેશ આપી શકે છે. જેને આરબીઆઇ માનવાનો ઇન્કાર ન કરી શકે. 

આરબીઆઇના ગવર્નર ઉર્જિત પટેલ અને અન્ય નિયામકો જેમાં સેબી, ઇરડા, પીએફઆરડીએએ મંગળવારે નાણામંત્રી અરૂણ જેટલી અને નાણા વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી અને નાણાંની અછત મામલે ચર્ચા કરી હતી. અધિકારીઓનું કહેવું છે કે, એ સમયે પટેલે રાજીનામા અંગે કોઇ ફોડ પાડ્યો ન હતો. 

ફોરેન બેંક મામલે એક વરિષ્ઠ ટ્રેડરે આ અંગે પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, આરબીઆઇ ગવર્નર રાજીનામું આપશે એ વાત પર વિશ્વાસ કરી શકાય એમ નથી. કારણ કે આ એક અપરિપક્વ નિર્ણય હોઇ શકે છે. પરંતુ સરકાર આરબીઆઇના સંચાલનમાં આપી રહી છે જે ઘણું ચિંતાજનક છે. 

ગત શુક્રવારે આરબીઆઇના ડેપ્યૂટી ગવર્નર વિરલ આચાર્યએ એક જાહેર કાર્યક્રમમાં આપેલા નિવેદન બાદ સરકાર અને આરબીઆઇ વચ્ચેનો વિવાદ ખુલીને સપાટી પર આવ્યો છે. વિરપે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, કેન્દ્રિય બેંકની આઝાદીની અવગણના કરવું ઘણું ઘાતક સાબિત થઇ શકે એમ છે. ગત મંગળવારે નાણા મંત્રી અરૂણ જેટલીએ આરબીઆઇ સામે વળતો પ્રહાર કરતાં 2008થી 2014 દરમિયાન અપાયેલી લોન મામલે અંકુશ લગાવવામાં નિષ્ફળ રહેતાં રિઝર્વ બેંકની આલોચના કરી હતી. તેમણે કહ્યું કે, જેનાથી બેંકોમાં ફસાયેલા લેણા (એનપીએ)નું સંકટ વધી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news