પીળા કલરમાં આવી રહી છે રૂ 20ની નવી નોટ, ફેરફાર સાથે હશે આ ખાસિયત
Trending Photos
નવી દિલ્હી: રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયા (RBI) ટૂંક સમયમાં 20 રૂપિયાની નવી નોટ જાહેર કરવાની તૈયારીમાં છે. મહાત્મા ગાંધી (ન્યૂ) સીરીઝ હેઠળ જાહેર થનાર આ નોટ પર ગર્વનર શક્તિકાંત દાસની સહી હશે. આ નોટનો કલર હાલમાં ચલણમાં ચાલી રહેલી 20 રૂપિયાની નોટથી અલગ છે. નવી નોટની સાઇઝમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. રિઝર્વ બેંકના અનુસાર 20 રૂપિયાની નવી નોટ થોડી લીલા અને પીળા રંગની હશે. નોટની પાછળ દેશની સાંસ્કૃતિક વિરાસતને દર્શાવનાર અજંતા ઇલોરની ગુફાનું ચિત્ર છે. રિઝર્વ બેંકે સ્પષ્ટ કર્યું છે કે પહેલાંથી ચલણ 20 રૂપિયાની હાલની બધી નોટ લીગલ ટેંડર બની રહ્યા છે.
20 રૂપિયાની નવી નોટની ખાસિયત
સહયોગી વેબસાઇટ www.zeebiz.com/hindi માં પ્રકાશિત સમાચાર અનુસાર નવી નોટોની પહેલી ખેપ કાનપુર સ્થિર રિઝર્વ બેંકના રિજનલ ઓફિસ પહોંચી ચૂકી છે. ટૂંક સમયમાં 20 રૂપિયાની નવી નોટ બેંકોમાં પહોંચી જશે. આરબીઆઇની આ નવી નોટ લીલા-પીળા કલરની દેખાઇ રહી છે. નોટની પાછળ દેશની સાંસ્કૃતિક વિરાસતને દર્શાવનાર અજંતા ઇલોરાની ગુફાઓનો ફોટો છે. ઇલારોની ગુલાફો મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં સ્થિત છે. આ યૂનેસ્કોની વિશ્વ ધરોહરમાં સામેલ છે.
કેમ ખાસ છે ઇલોરાની ગુફાઓ
ઇલોરામાં કુલ 34 ગુફાઓ છે. આ લગભગ 30 કિલોમીટર ફેલાયેલી છે. આ ગુફાઓમાં હિંદુ, બૌદ્ધ અને જૈન મંદિર બનેલા છે. અહીં 12 બૌદ્ધ ગુફાઓ, 17 હિંદુ ગુફાઓ અને પાંચ જૈન ગુફાઓ છે. આ ગુફાઓને 1000 ઇ.પૂ બનાવવામાં આવી હતી. તેને રાષ્ટ્રકુટ વંશના શાસકોએ બનાવી હતી. મહારાષ્ટ્રના મુખ્ય કૈલાશ મંદિર પણ આ ગુફાઓમાં બનેલા છે.
સાઇઝ પણ થોડી નાની
જૂની નોટોના મુકાબલે 20 રૂપિયાની આ નવી નોટ થોડી નાની છે. જૂની નોટની તુલનામાં તેનો આકાર લગભગ 20 ટકા નાનો ગણાવવામાં આવી રહ્યો છે. નવી નોટનો આકાર 63mmx129mm છે. બાકીના બધા ફીચર એવા જ રહેશે, જે પહેલાં નોટ જાહેર કરેલી નોટમાં છે.
નવી નોટમાં શું છે ખાસિયત
1. સી થ્રૂ રજિસ્ટરમાં 20 રૂપિયા લખેલું હશે
2. દેવનાગરી લિપીમાં 20 લખેલું છે.
3. વચ્ચે મહાત્મા ગાંધીનો ફોટો.
4. માઇક્રો લેટર્સમાં 'RBI', 'ભારત', 'INDIA' અને '20'.
5. ગેરેન્ટી ક્લાઉન અને ગર્વનર શક્તિકાંત દાસની સહી.
6. સુરક્ષા થ્રેડ પર 'ભારત' અને 'RBI'.
7. જમણી તરફ અશોક સ્તંભ.
પાછળના ભાગમાં શુ છે
1. ડાબી તરફ પ્રિટિંગનું વર્ષ
2. સ્વચ્છ ભારતનો લોકો અને સ્લોગન
3. ભાષા પટ્ટી
4. ઇલોરની ગુફાનું ચિત્ર
5. દેવનાગરીમાં 20 અંકિત
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે