Adani Row: RBIએ બેંક પાસે માંગ્યો અદાણી સમૂહની લોન-રોકાણનો રિપોર્ટ, હિંડનબર્ગ રિપોર્ટ પછી આપ્યો આદેશ
હિંડનબર્ગના રિપોર્ટ પહેલાં ગૌતમ અદાણી અરબપતિઓની યાદીમાં ટોપના 5માં હતા. પરંતુ રિપોર્ટ પછી ગૌતમ અદાણીનો ક્રમાંક નીચે આવવા લાગ્યો અને હાલમાં તે અરબપતિની યાદીમાં 15માં ક્રમે પહોંચી ગયા છે
Trending Photos
Adani Group: ભારતીય રિઝર્વ બેંકે દેશની બેંકો પાસેથી અદાણી સમૂહમાં તેમના એક્સ્પોઝરની જાણકારી માગી છે. સરકાર અને બેંકિંગ ક્ષેત્રના સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે કેન્દ્રીય બેંકે વિવિધ ઘરેલુ બેંક પાસે અદાણી સમૂહમાં તેમના રોકાણ અને લોન વિશેની જાણકારી આપવા કહ્યું છે. ભારતીય રિઝર્વ બેંકે આ પગલું અદાણી સમૂહના શેરમાં ચાલી રહેલા ઘમાસાણ પછી લીધું છે. વીતેલા દિવસોમાં અદાણી ગ્રૂપે પોતાનો એફપીઓ પણ પાછળ ખેંચવાનું નક્કી કર્યુ છે.
અદાણીના શેરમાં મોટા ઘટાડો:
ગુરુવારે સવારે પણ શેર બજાર ખૂલ્યા પછી પણ અદાણી સમૂહના શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે કેન્દ્રીય બેંક વિવિધ બેંકને અદાણી સમૂહને આપેલી લોન અને રોકાણની જાણકારી લઈને તે સુનિશ્વિત કરવા માગે છે કે અદાણી શેરમાં ઉતાર-ચઢાવની સ્થિતિની વચ્ચે બેંકોની નાણાંકીય સ્થિતિ જળવાઈ રહે. જણાવી દઈએ કે અદાણી સમૂહ પર હિંડનબર્ગના રિપોર્ટ સાર્વજનિક થયા પછી કંપનીના શેરમાં મોટો ઘટાડો થયો છે. તેની વચ્ચે અદાણી સમૂહે પોતાનો એફપીઓ પણ પાછો લેવાનો નિર્ણય પણ કરી દીધો છે.
અરબપતિની યાદીમાં અંબાણી ગગડ્યા:
હિંડનબર્ગના રિપોર્ટ પહેલાં ગૌતમ અદાણી અરબપતિઓની યાદીમાં ટોપના 5માં હતા. પરંતુ રિપોર્ટ પછી ગૌતમ અદાણીનો ક્રમાંક નીચે આવવા લાગ્યો અને હાલમાં તે અરબપતિની યાદીમાં 15માં ક્રમે પહોંચી ગયા છે. જે પ્રમાણે હાલ અદાણીના શેરમાં ઘટાડો થઈ રહ્યો છે તે જોતાં આગામી સમયમાં અદાણીનું સ્થાન વધારે નીચે જાય તો નવાઈ નહીં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે