ખૂની ખેલ! પાકિસ્તાનને હવે થયો પસ્તાવો કે અમે ભૂલ કરી, પોષેલા સાપે જ ડંખ માર્યો

વિશ્વમાં આતંકીઓની ફેક્ટરી કહેવાતા પાકિસ્તાનને તેના જ આતંકીઓ ભારે પડી રહ્યા છે. તેના પાળેલા આતંકીઓ તેની જ સામે પડ્યા છે...જેના કારણે હવે પાકિસ્તાનને પછતાવાનો પાર રહ્યો નથી. પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખા પ્રાંતના પેશાવરમાં TTPના આતંકીઓએ એક મસ્જિદમાં આત્મઘાતી હુમલો કર્યો છે. જેમાં 100 લોકો મોતને ભેટ્યા છે. અનેક લોકો ઘાયલ થયા. જુઓ આ સમગ્ર અહેવાલ...

ખૂની ખેલ! પાકિસ્તાનને હવે થયો પસ્તાવો કે અમે ભૂલ કરી, પોષેલા સાપે જ ડંખ માર્યો

વિશ્વમાં આતંકીઓની ફેક્ટરી કહેવાતા પાકિસ્તાનને તેના જ આતંકીઓ ભારે પડી રહ્યા છે. તેના પાળેલા આતંકીઓ તેની જ સામે પડ્યા છે...જેના કારણે હવે પાકિસ્તાનને પછતાવાનો પાર રહ્યો નથી. પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખા પ્રાંતના પેશાવરમાં TTPના આતંકીઓએ એક મસ્જિદમાં આત્મઘાતી હુમલો કર્યો છે. જેમાં 100 લોકો મોતને ભેટ્યા છે. અનેક લોકો ઘાયલ થયા. જુઓ આ સમગ્ર અહેવાલ...

થોડાક સમય શાંત રહ્યા બાદ પાકિસ્તાનના તાલિબાન એટલે કે TTPએ પાકિસ્તાન પર આ વર્ષનો સૌથી મોટો હુમલો કર્યો છે. તહેરીકે તાલિબાન પાકિસ્તાનના આતંકીઓએ પેશાવર શહેરની એક મસ્જિદમાં ભીષણ આત્મઘાતી હુમલો કર્યો છે. આ હુમલો એટલો મોટો હતો કે તેમાં લગભગ 100થી વધારે લોકોના મોત થયા અને અનેક લોકો જીવન મરણ વચ્ચે હજુ પણ હોસ્પિટલમાં ઝોલા ખાઈ રહ્યા છે.

આ હુમલો એવા સમયે થયો જ્યારે પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો રશિયા પહોંચ્યા હતા. રશિયા પહોંચ્યા પછી પણ પાકિસ્તાનને એક મોટો ઝટકો લાગ્યો. તેને વિશે અમે આપને આગળ જણાવીશું પરંતું અહીં તમારે એ જાણવું જરૂરી છે કે અમે પાકિસ્તાનના વિદેશ મંત્રીનો ઉલ્લેખ કેમ કરી રહ્યા છીએ?. બિલાવલ ભુટ્ટો એ વિદેશ મંત્રી છે જેમણે ભારતની ચેતવણીને નજરઅંદાજ કરી હતી અને તેનું પરિણામ એ આવ્યું કે, TTPએ સૌથી મોટો હુમલો કરી દીધો અને તેમાં પાકિસ્તાનની ભોળી પ્રજાએ મોતના મુખમાં ધકેલાઈ જવું પડ્યું છે.

આપને યાદ હશે કે થોડા સમય પહેલા ભારતના વિદેશ મંત્રીએ પાકિસ્તાનને કહ્યું હતું કે, ઘરમાં સાપ પાળશો તો તમને પણ ડંખ મારશે. વિદેશ મંત્રી એસ જયશંકરની આ ચેતવણી પર વિચાર તો છોડો પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ પ્રધાનમંત્રી મોદી અને વિદેશ મંત્રી જયશંકરનું અપમાન કરી દીધું પરંતુ આતંકીઓના દેશ પાકિસ્તાનને એ ખબર ન હતી કે કર્મોનું ફળ તેને આટલું જલદી મળી જશે. આપને જણાવી દઈએ કે TTPના આ હુમલામાં મોટી સંખ્યામાં પોલીસકર્મીઓના મોત થયા છે. TTPએ એક નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે, તેણે પોતાના કમાન્ડર ઉમર ખાલિદની હત્યાનો બદલો લેવા માટે આ મોટા હુમલાને અંજામ આપ્યો હતો. પાકિસ્તાની સેનાએ TTPના આ કમાન્ડરને ગત વર્ષે ઓગસ્ટમાં મોતને ઘાટ ઉતાર્યો હતો.

TTPએ આ ખૂની ખેલ ત્યારે ખેલ્યો જ્યારે પ્રધાનમંત્રી શહબાજ શરીફ મદદ માગવા માટે વ્યસ્ત હતા અને વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો રશિયા પહોંચ્યા જ હતા. ઊર્જા સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાને સસ્તુ તેલ માંગવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પાકિસ્તાનને એ ખબર ન હતી કે સસ્તા પેટ્રોલ માટે રશિયા પહોંચવું તેને મોંઘુ પડી જશે. આ વખતે તો રશિયાએ પણ પાકિસ્તાનને એક અલગ જ અંદાજમાં ધક્કા મારીને બહાર કાઢ્યું છે. રશિયાએ આ વખતે તો ઠીકરું અમેરિકા પર ફોડી દીધું. હાલ રશિયા ભારતને સસ્તુ ક્રુડ ઓઈલ આપી રહ્યું છે પરંતુ તેણે પાકિસ્તાનને કહી દીધું કે જો તમને સસ્તુ ક્રુડ ઓઈલ આપીશું તો અમેરિકા નારાજ થઈ જશે. રશિયાએ પાકિસ્તાનને કહ્યું કે, અમેરિકા આમ પણ ભારત, ચીન અને તુર્કીને સસ્તુ ક્રુડ ઓઈલ વેચવાને કારણે અમને પરેશાન કરી રહ્યું છે. જો અમે આપને પેટ્રોલ ડીઝલ આપ્યું તો અમેરિકા અમારા ઊર્જા સહયોગને પ્રતિબંધિત કરી દેશે. પાકિસતાનને સીધું ખોટું ન લાગે તે માટે રશિયાએ અમેરિકાને પણ ઘેરી લીધું. રશિયાએ કહ્યું કે, સારી વાત નથી કે અમેરિકા પાકિસ્તાનને તેલ લેવાથી રોકી રહ્યું છે. એટલે કે એક જ દિવસમાં પાકિસ્તાન પર બે મોટા હુમલા થયા છે.

જુઓ લાઈવ ટીવી

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news