RBI MPC: લાંબા સમય બાદ RBI એ આપી ખુશખબરી, સાંભળીને ઉછળી પડ્યા કરોડો બેંક ગ્રાહકો
Reserve Bank of India: આરબીઆઈએ ચાલુ નાણાકીય વર્ષની પ્રથમ દ્વિ-માસિક નાણાકીય નીતિ સમીક્ષા (MPC) માં રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. આરબીઆઈ તરફથી રેપો રેટ માત્ર 6.5 ટકા જ જાળવી રાખવામાં આવ્યો છે.
Trending Photos
RBI Repo Rate: ભારતીય રિઝર્વ બેંક (RBI) એ છેલ્લા કેટલાક સમયથી સતત વધી રહેલા વ્યાજ દર પર લોકોને રાહત આપી છે. આરબીઆઈએ ચાલુ નાણાકીય વર્ષની પ્રથમ દ્વિ-માસિક નાણાકીય નીતિ સમીક્ષા (MPC) માં રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. આરબીઆઈ તરફથી રેપો રેટ માત્ર 6.5 ટકા જ જાળવી રાખવામાં આવ્યો છે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે દ્વિ-માસિક નાણાકીય નીતિની સમીક્ષા રજૂ કરતાં જણાવ્યું હતું કે યુ.એસ.માં બેંક નિષ્ફળતાને કારણે નાણાકીય કટોકટી એક મુદ્દો છે. મોનેટરી પોલિસી કમિટી (MPC)ની ત્રણ દિવસીય બેઠકના આજે પરિણામો આવ્યા.
રેપો રેટને અગાઉના સ્તરે જાળવી રાખ્યો
આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે મોનેટરી પોલિસી કમિટીએ સર્વસંમતિથી રેપો રેટને 6.5 ટકા પર યથાવત રાખવાનો નિર્ણય લીધો છે. અર્થવ્યવસ્થાના વિકાસને ચાલુ રાખવા માટે રેપો રેટ અગાઉના સ્તરે યથાવત રાખવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, જો જરૂર પડશે તો અમે પરિસ્થિતિ અનુસાર પગલાં લઈશું. આરબીઆઈ ગવર્નરે કહ્યું કે બેંકિંગ અને એનબીએફસી નાણાકીય વ્યવસ્થા મજબૂત છે.
આ પણ વાંચો: Hanuman Jayanti: હનુમાન જયંતિ પર કરો આ 5 અચૂક ઉપાય, જિંદગીમાંથી સંકટો થઈ જશે સાફ
આ પણ વાંચો: હનુમાન જયંતિ પર આ 5 રાશિઓ પર રહેશે મહેરબાન, પરેશાનીઓ થશે દૂર અને અપાર ધન થશે પ્રાપ્ત
આ પણ વાંચો: રાશિફળ 06 એપ્રિલ: આ રાશિના જાતકોને થશે લાભ, નોકરી ધંધામાં થશે પ્રગતિ
આર્થિક વૃદ્ધિ દર 7 ટકા સુધી પહોંચવાનો અંદાજ
આરબીઆઈ દ્વારા 2022-23માં આર્થિક વૃદ્ધિ દર 7 ટકા રહેવાનો અંદાજ છે. RBI ગવર્નરે કહ્યું કે મોંઘવારી દર હજુ પણ ઊંચો છે. મોંઘવારી દરમાં વધારો ન થવાને કારણે મે 2022થી શરૂ થયેલી વ્યાજ દરમાં વધારો કરવાની પ્રક્રિયા બંધ થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે મે 2022થી કેન્દ્રીય બેંકે રેપો રેટમાં 2.5 ટકાનો વધારો કર્યો છે. આ દરમિયાન રેપો રેટ 4 ટકાથી વધીને 6.5 ટકા થઈ ગયો છે. હાલમાં તે ચાર વર્ષના સર્વોચ્ચ સ્તરે ચાલી રહ્યો છે.
આ પણ વાંચો: 8th Pay Commission પર આવ્યું મોટી અપડેટ, કર્મચારીઓના પગારમાં થશે બમ્પર વધારો
આ પણ વાંચો: આ સરકારી આદેશ બદલી દેશે લોકોની જીંદગી, દરેક ભારતીયને મળશે સીધો 7 લાખનો ફાયદો
આ પણ વાંચો: ગેસ સિલિન્ડર પર મળે છે 50 લાખ રૂપિયા સુધીનો મફત વીમો : જાણો તમારા અધિકારો અને નિયમો
આ પણ વાંચો: દેશનું એકમાત્ર ગામ...જ્યાં પ્લાસ્ટિક આપતાં મળે છે સોનું, કારણ જાણીને ચોંકી જશો
મોંઘવારી હજુ પણ ઉચ્ચ સ્તરે
એક વરિષ્ઠ અધિકારીએ ઝી ન્યૂઝને જણાવ્યું હતું કે મધ્યસ્થ બેન્કે ફુગાવો 6 ટકાથી નીચે ન પહોંચે ત્યાં સુધી તેની સામે લડવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. ભલે તે વિકાસ દરને અસર કરે. તેમણે કહ્યું કે મોંઘવારી હજુ પણ ઊંચા સ્તરે છે, જે ઓછી આવક ધરાવતા લોકોને અસર કરી શકે છે. તમને જણાવી દઈએ કે ફેબ્રુઆરીમાં રિટેલ મોંઘવારી દર નજીવો ઘટીને 6.44 ટકા પર આવી ગયો હતો. અગાઉ જાન્યુઆરીમાં તે 6.52 ટકા હતો.
રેપો રેટ શું છે?
RBI દ્વારા બેંકોને જે દરે લોન આપવામાં આવે છે તેને રેપો રેટ કહેવામાં આવે છે. રેપો રેટ વધારવાનો અર્થ એ છે કે બેંકોને આરબીઆઈ પાસેથી મોંઘા દરે લોન મળશે. તેનાથી હોમ લોન, કાર લોન અને પર્સનલ લોન વગેરેના વ્યાજ દરમાં વધારો થશે, જેની સીધી અસર તમારી EMI પર પડશે.
આ પણ વાંચો: જો તમે નાકના વાળ તોડતા હો તો બની જજો સાવધાન! આ આદત તમારા મગજને પહોંચાડશે નુકસાન
આ પણ વાંચો: વિનોદ ખન્નાએ બધાની સામે ડિમ્પલના જબરદસ્તી હોઠને ચૂસી લીધા હતા, બધા રહી ગયા હતા દંગ
આ પણ વાંચો: Car Care Tips: Ohh No! પેટ્રોલની જગ્યાએ ડીઝલ ભરાઈ ગયું છે, તો પહેલાં કરો આ કામ
આ પણ વાંચો: વ્યક્તિએ મોબાઈલમાં કંઈક એવું ટાઈપ કર્યું કે નીકળવા લાગ્યો ધુમાડો! જોઈ લો આ વીડિયો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે