Bank Account માં છે 30,000 થી વધુ રૂપિયા તો બંધ થઇ જશે તમારું ખાતું, RBI ગર્વનરે આપી મોટી જાણકારી

RBI Governor News: હવે એક સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે શક્તિકાંત દાસે જાહેરાત કરી છે કે જો તમારા એકાઉન્ટમાં 30,000 રૂપિયાથી વધુ બેલેન્સ છે તો તમારું એકાઉન્ટ બંધ થઈ શકે છે. જાણો શું છે સમગ્ર સત્ય-

Bank Account માં છે 30,000 થી વધુ રૂપિયા તો બંધ થઇ જશે તમારું ખાતું, RBI ગર્વનરે આપી મોટી જાણકારી

RBI Governor Shaktikanta Das: રિઝર્વ બેંક (Reserve Bank) દ્વારા બેંકો અંગે સમયાંતરે અનેક ગાઇડલાઇન જાહેર કરવામાં આવે છે. RBI ગવર્નર દ્વારા બેંકો અને ગ્રાહકોને લઈને નવા નિયમો બનાવવામાં આવ્યા છે. હવે એક સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે શક્તિકાંત દાસે જાહેરાત કરી છે કે જો તમારા એકાઉન્ટમાં 30,000 રૂપિયાથી વધુ બેલેન્સ છે તો તમારું એકાઉન્ટ બંધ થઈ શકે છે. આ વાયરલ મેસેજ જોયા બાદ ગ્રાહકોના મનમાં અનેક પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે.

PIB એ કર્યું ફેક્ટ ચેક
આ વાયરલ મેસેજ જોયા બાદ પીઆઈબી દ્વારા તેની હકીકત તપાસવામાં આવી છે, જેમાં આ મેસેજની સત્યતા જાણવા મળી છે. ચાલો તમને જણાવીએ કે શું આરબીઆઈ ગવર્નરે આવી કોઈ જાહેરાત કરી છે કે નહીં-

પીઆઈબીએ કર્યું ટ્વીટ 
પીઆઈબી ફેક્ટ ચેકે તેના સત્તાવાર ટ્વીટમાં લખ્યું છે કે એક સમાચારમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતીય રિઝર્વ બેંકના ગવર્નરે બેંક ખાતાઓને લઈને એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે કે જો કોઈ ખાતાધારકના ખાતામાં 30,000 રૂપિયાથી વધુ રકમ હશે તો તેનું એકાઉન્ટ બંધ કરી દેવામાં આવશે. 

▪️ यह ख़बर #फ़र्ज़ी है।

▪️ @RBI ने ऐसा कोई निर्णय नहीं लिया है। pic.twitter.com/dZxdb5tOU9

— PIB Fact Check (@PIBFactCheck) June 15, 2023

>> PIBએ જણાવ્યું છે કે આ સમાચાર ખોટા છે.
>> આરબીઆઈએ આવી કોઈ જાહેરાત કરી નથી.

ફેક મેસેજ કોઇને શર કરશો નહી
કેન્દ્ર સરકારે વધુમાં કહ્યું છે કે આવા મેસેજ કોઈની સાથે શેર ન કરવા જોઈએ. આરબીઆઈ દ્વારા આવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી.

વાયરલ મેસેજનું કરી શકો છો ફેક્ટ ચેક
કેન્દ્ર સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે આવા ફેક ન્યૂઝથી દૂર રહો અને આ સમાચાર કોઈની સાથે શેર ન કરો. અત્યારે આવા સમાચાર ફોરવર્ડ ન કરો. જો તમે પણ કોઈ વાયરલ મેસેજનું સત્ય જાણવા માંગતા હોવ તો તમે આ મોબાઈલ નંબર 918799711259 અથવા socialmedia@pib.gov.in પર મેઈલ કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news