2 દિવસ બાદ બંધ થઇ જશે આ બેંક, RBI એ આપી મોટી જાણકારી, જાણો શું કરશે ગ્રાહકો?

RBI Cancelled Bank License: RBI એ ઓગસ્ટમાં પૂણે સ્થિત રૂપી સહકારી બેંક લિમિટેડનું લાઇસન્સ કેન્સલ કરવાનો નિર્ણય લીધો હતો. તમને જણાવી દઇએ કે આરબીઆઇના નિર્ણય બાદ 22 સપ્ટેમ્બરથી આ બેંકની બેકિંગ સેવાઓ બંધ થઇ જશે, જે પણ ગ્રાહકોના પૈસા આ બેંકમાં છે તે તમામ માટે આ જરૂરી સમાચાર છે.  

2 દિવસ બાદ બંધ થઇ જશે આ બેંક, RBI એ આપી મોટી જાણકારી, જાણો શું કરશે ગ્રાહકો?

RBI Cancelled Bank License: જો બેંકમાં તમારું પણ ખાતું છે તો આ તમારા માટે મોટા સમાચાર છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયા (RBI) તરફથી જાણકારી આપવામાં આવી છે કે બે દિવસ બાદ એટલે કે 22 સપ્ટેમ્બરથી એક બેંક બંધ થઇ જશે. રિઝર્વ બેંકે જણાવ્યું કે જે પણ ગ્રાહકોના પૈસા આ બેંકમાં છે તે તેમાંથી પૈસા નિકાળી શકશે.

22 સપ્ટેમ્બરના રોજ બંધ થઇ જશે બેંક
તમને જણાવી દઇએ કે આરબીઆઇ તરફથી અત્યાર સુધી ઘણી બેંકો અને નાણાકીય સંસ્થાઓના લાઇસન્સ કેન્સલ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ હવે વધુ રિઝર્વ બેંકે બીજી એક બેંકનું લાઇસન્સ કેન્સલ કરવાનો નિર્ણય લીધો છે. 

કેન્સલ કર્યું લાઇસન્સ
RBI એ ઓગસ્ટમાં પૂણે સ્થિત રૂપી સહકારી બેંક લિમિટેડનું લાઇસન્સ કેન્સલ કરવાનો નિર્ણય લીધો હતો. તમને જણાવી દઇએ કે આરબીઆઇના નિર્ણય બાદ 22 સપ્ટેમ્બરથી આ બેંકની બેકિંગ સેવાઓ બંધ થઇ જશે, જે પણ ગ્રાહકોના પૈસા આ બેંકમાં છે તે તમામ માટે આ જરૂરી સમાચાર છે.  

કેમ કેન્સલ કરવામાં આવ્યું લાઇસન્સ? 
રિઝર્વ બેંકે જણાવ્યું કે બેંક 22 સપ્ટેમ્બરના રોજ પોતાનો બિઝનેસ બંધ કરી દેશે. ત્યારબાદ ગ્રાહક ના તો પોતાના પૈસા જમા કરી શકશે અને ના તો નિકાળી શકશે. આ ઉપરાંત કોઇપણ પ્રકારના નાણાકિય ટ્રાંજેક્શન પણ કરી શકશે. આરબીઆઇએ જણાવ્યું કે બેંક પાસે પુરતી પૂંજી અને આગળ કમાણીની સંભાવનાઓ નથી. તેના લીધે આ બેંકનું લાઇસન્સ કેન્સલ કરવામાં આવી રહ્યું છે. 

મળશે 5 લાખ રૂપિયા
રિઝર્વ બેંકના નિયમો અનુસાર બેકિંગ વિનિયમન અધિનિયમ, 1949 ની કલમ 56 સાથે કલમ 11 (1) અને કલમ 22 (3) (ડી)ની જોગવાઇનું અનુપાલન કરી ન શકાય. બેંક કલમ 22 (3) (એ), 22 (3) (બી), 22 (3) (સી), 22 (3) (ડી), અને 22 (3) ઇ નું પાલન કરવામાં નિષ્ફળ રહી છે. ડીઆઇસીજીસી અધિનિયમ 1961 ની જોગવાઇના આધીન પ્રત્યેક ડિપોઝિટર્સ ₹5,00,000 (પાંચ લાખ રૂપિયા) સુધી જમા વિમા દાવા રાશિ પ્રાપ્ત કરવાનો હકદાર છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news