29 સપ્ટેમ્બરે સુરત આવશે પ્રધાનમંત્રી મોદી, 3100 કરોડના વિકાસ કાર્યોની આપશે ભેટ

PM Modi in Surat: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે પ્રધાનમંત્રી મોદી નવરાત્રિમાં ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. પીએમ મોદી 29 સપ્ટેમ્બરે સુરતના પ્રવાસે છે. જ્યાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે. 

 29 સપ્ટેમ્બરે સુરત આવશે પ્રધાનમંત્રી મોદી, 3100 કરોડના વિકાસ કાર્યોની આપશે ભેટ

સુરતઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરતના પ્રવાસે આવવાના છે. પીએમ મોદી 29 સપ્ટેમ્બરે સુરત આવશે. સુરત ખાતે સુરત મહાનગરપાલિકા તથા સુરત જિલ્લાના તેમજ કેન્દ્ર સરકારના અનેકવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ/ખાતમુહૂર્ત કરશે. જેના આયોજનના ભાગરૂપે આજરોજ સરકીટ હાઉસ ખાતે મેયર હેમાલીબેન બોઘાવાલા, મ્યુ.કમિશનર બંછાનિધિ પાની, જિલ્લા કલેકટર આયુષ ઓકના વડપણ હેઠળ કાર્યક્રમના આયોજન અર્થે પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. પ્રધાનમંત્રીનો મુખ્ય કાર્યક્રમ તા.29મીએ સવારે 9 વાગે લિંબાયત ખાતેના નિલગીરી મેદાન ખાતે યોજાશે.
            
પ્રધાનમંત્રીના હસ્તે સુરત મહાનગરપાલિકા, સુરત જિલ્લાના તથા કેન્દ્ર સરકારના અંદાજીત  રૂ.3100 કરોડના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ/ખાતમુહૂર્ત સંપન્ન થશે. બેઠકમાં મ્યુ.કમિશનર બંછા નિધિ પાની તથા જિલ્લા કલેકટર આયુષ ઓક દ્વારા પ્રધાનમંત્રીના કાર્યક્રમને અનુલક્ષીને વિવિધ સમિતિઓના નોડલ અધિકારીઓને કામગીરી અંગે રચનાત્મક સૂચનો કર્યા હતા.

આ પણ વાંચોઃ સરકારનો મોટો નિર્ણય, વિધાનસભા સત્રમાં રખડતાં ઢોર નિયંત્રણ કાયદો પરત લેવાશે
              
પ્રધાનમંત્રીના કાર્યક્રમના સુચારૂ આયોજન અર્થે મંડપ, પાર્કિંગ અને વ્યવસ્થા કમિટી, સંકલન, પ્રોટોકોલ, સ્ટેજ વ્યવસ્થાપન, સ્વાગત, સ્વચ્છતા, ટ્રાન્સપોર્ટેશન, કંટ્રોલરૂમ જેવી 16 જેટલી સમિતિઓની રચના કરી નોડલ અધિકારીઓની નિમણુંક કરવામાં આવી છે. કાર્યક્રમમાં કેન્દ્ર તથા રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને પ્રધાનમંત્રીના હસ્તે લાભો એનાયત કરવામાં આવશે.
      
આ બેઠકમાં ધારાસભ્ય કાંતિભાઈ બલર, પ્રવિણભાઈ ઘોઘારી, અરવિંદ રાણા, ઝંખનાબેન પટેલ, વી.ડી.ઝાલાવડીયા, ડે.મેયર, સ્થાયી સમિતિના ચેરમેન પરેશભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી ડી.એસ.ગઢવી, શહેર પક્ષ પ્રમુખ નિરંજનભાઈ ઝાંઝમેરા તથા જિલ્લા વહીવટીતંત્ર-મહાનગરપાલિકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news