PMC કૌભાંડ: RBI બોર્ડ મેમ્બરે નાણામંત્રીને લખ્યો પત્ર, ડિપોઝીટ કવર લિમિટ વધારવાની કરી માંગ
પીએમસી બેંક કૌભાંડ (PMC Bank Scam) બાદ ડિપોઝિટ ઇંશ્યોરન્સ કવર વધારવાની માંગ જોર પકડી રહી છે. હવે RBIના સેન્ટ્રલ બોર્ડ મેમ્બર અને સહકારી ભારતીના ફાઉંડિંગ મેમ્બર સતીશ મરાઠેએ આ મુદ્દે નાણામંત્રી નિર્મલા સીતારમણ (Finance Minister Nirmala Sitharaman)ને પત્ર લખ્યો છે. પત્રમાં માંગ કરવામાં આવી છે કે ઇંડિવિઝ્યુઅલ માટે ડિપોઝિટ કવરને ઓછામાં ઓછા 5 લાખ રૂપિયા કરવામાં આવે. અત્યારે આ રકમ એક લાખ રૂપિયા છે.
Trending Photos
મુંબઇ: પીએમસી બેંક કૌભાંડ (PMC Bank Scam) બાદ ડિપોઝિટ ઇંશ્યોરન્સ કવર વધારવાની માંગ જોર પકડી રહી છે. હવે RBIના સેન્ટ્રલ બોર્ડ મેમ્બર અને સહકારી ભારતીના ફાઉંડિંગ મેમ્બર સતીશ મરાઠેએ આ મુદ્દે નાણામંત્રી નિર્મલા સીતારમણ (Finance Minister Nirmala Sitharaman)ને પત્ર લખ્યો છે. પત્રમાં માંગ કરવામાં આવી છે કે ઇંડિવિઝ્યુઅલ માટે ડિપોઝિટ કવરને ઓછામાં ઓછા 5 લાખ રૂપિયા કરવામાં આવે. અત્યારે આ રકમ એક લાખ રૂપિયા છે.
આ પ્રકારે શિક્ષણ, ધર્માર્થ, ધાર્મિક સંસ્થા અથવા પછી બીજી સંસ્થાના બેંક જમા પર ઓછામાં ઓછા 25 લાખ ડિપોઝિટ કરવામાં આવે. જોકે ઇંડિવિઝ્યુઅલ અને સંસ્થાઓ બંને માટે એક લાખ રૂપિયા જ ડિપોઝિટ કવરની સીમા છે. એ પણ માંગ કરવામાં આવી છે કે DICGC એક્ટમાં ફેરફાર કરી બેંકોને ડિપોઝિટ ઇંશ્યોરન્સ કવર પર વધારાનો ઇંશ્યોરન્સ કવર લેવાની પરવાનગી આપવી જોઇએ. જેથી બેંક પોતાના ગ્રાહકોના હિતોને યોગ્ય રીતે ખ્યાલ રાખી શકે.
RBI બોર્ડ મેમ્બર્સે એ પણ માંગ કરી કે DICGC ને ફ્રોડમાં ફસાયેલા બેંકો માટે અલગથી રિઝર્વ ફંડ બનાવવું જોઇએ. બેંકોને ત્રણ વર્ષની તક આપીને રિસ્ક આધારિત પ્રીમિયમ લાગૂ કરવું જોઇએ. જેથી બેંકોને ગ્રાહકોને જોખમ આપીને બેંકની પસંદગી કરી શકે.
ઝી મીડિયા પણ આ મુદ્દાને સતત ઉઠાવી રહ્યું છે કે ડિપોઝિટ ઇંશ્યોરન્સ કવરને વધારવું જોઇએ. ડિપોઝિટ ઇંશ્યોરન્સ કવરમાં અંતિમ ફેરફાર 1993માં કરવામાં આવ્યો હતો ત્યારબાદથી ફેરફાર કરવામાં આવ્યો નથી. જ્યારે મોંઘવારી સાથે 1 લાખ રૂપિયાની 1993માં નક્કી સીમાને ઉમેરવામાં આવે તો આજે તેની વેલ્યૂ લગભગ સાડા પાંચ રૂપિયા થાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે