મોટી કમાણી કરાવી શકે છે આ કંપનીનો શેર, બ્રોકરેજ હાઉસ બુલિશ, કહ્યું- ખરીદી કરો
જો તમે શેર બજારમાં પૈસા કમાવવા ઈચ્છો છો તો તમે આ ટેક શેર પર નજર રાખી શકો છો. ગ્લોબલ બ્રોકરેજ જેફરીજ આ શેરને લઈને બુલિશ છે અને તેની ટાર્ગેટ પ્રાઇઝ વધારી દીધી છે.
Trending Photos
નવી દિલ્હીઃ Rakesh Jhunjhunwala portfolio: જો તમે શેર બજારમાં દાંવ લગાવવાનું વિચારી રહ્યાં છો તો તમે નઝારા ટેક્નોલોજીના શેર (Nazara Technologies Ltd) પર નજર રાખી શકો છો. ગ્લોબલ બ્રોકરેજ જેફરીજ આ શેરને લઈને બુલિશ (Jefferies bullish) છે અને તેની ટાર્ગેટ પ્રાઇઝ વધારી દીધી છે. જેફરીજના એનાલિસ્ટનું માનવું છે કે નઝારા ટેક્નોલોજીના શેર આવનારા દિવસોમાં તેજીથી વધશે અને 860 રૂપિયા પર પહોંચી શકે છે.
શું કહ્યું બ્રોકરેજે?
જેફરીજના એનાલિસ્ટની નઝારા ટેકના ફાઉન્ડર અને એમડી નીતીશ મિત્તરસેન સાથે મુલાકાત થઈ છે. આ દરમિયાન તેમણે કંપનીના બિઝનેસને લઈને ઘણા મહત્વના પ્લાન જણાવ્યા છે. તેમનો નોડવિન અને સ્પોર્ટ્સકીડા માટે વિકાસ દ્રષ્ટિકોણ મજબૂત થયો છે. કિડોપિયામાં હાલમાં પ્રાઇઝ વધારો અને વાઇલ્ડવર્ક્સના અધિગ્રહણથી શરૂઆતી એજુકેશન સેગમેન્ટમાં વિકાસને ગતિ આપવામાં મદદ મળશે.
860 જેફરીજ નોટમાં કહેવામાં આવ્યું છે કે, તેનો આરએમજી આકર્ષણ બજાર બનેલો છે. નઝારા ટેકમાં ઘટાડાની સંભાવના નથી. જેફરીજે પોતાના અનુમાનોને 5-13% વધારી દીધા છે અને રિવાઇઝ્ડ ટાર્ગેટની સાથે નઝારા ટેક શેરો પર પોતાનું બાય રેટિંગ બનાવી રાખ્યું છે. જેફરીજે નઝારા ટેક પર પોતાનો ટાર્ગેટ 780 રૂપિયાથી વધારી 860 રૂપિયા કરી દીધો છે. તેમનું કહેવું છે કે કંપની યોગ્ય પગલાં ભરી રહી છે, તેવામાં શેરમાં તેજીની સંભાવના છે.
કંપનીના શેર
તમને જણાવી દઈએ કે શેર બજારના દિગ્ગજ દિવંગત રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાની પાસે એપ્રિલથી જુન 2022 ક્વાર્ટરમાં નઝારા ટેક્નોલોજીના 65,88,620 શેર કે 10.03 ટકા ભાગીદારી છે.
(ડિસ્ક્લેમરઃ આ માહિતી બ્રોકરેજ હાઉસના રિપોર્ટના આધારે છે. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારા એડવાઇઝરની સલાહ જરૂર લો)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે