મુસાફરોને મળી શકે છે દિવાળીની ભેટ, રેલવેના ભાડામાં થઈ શકે છે મોટો ઘટાડો
સામાન્ય ચૂંટણી પહેલાં સરકાર રેલવે પ્રવાસીઓને મોટી ગિફ્ટ આપી શકે છે
Trending Photos
સમીર દીક્ષિત, નવી દિલ્હી : સામાન્ય ચૂંટણી પહેલાં સરકાર રેલવે પ્રવાસીઓને મોટી ગિફ્ટ આપી શકે છે. સરકાર રેલવે ભાડામાં મોટો ઘટાડો કરવાનું પ્લાનિંગ કરી રહી છે. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે પ્રીમિયમ ટ્રેનોમાં ફ્લેક્સી ફેર સ્કીમમાં રાહત મળી શકે છે. રેલવે મંત્રાલય ફ્લેક્સી ફેર સ્કીમમાં રાહત આપવા માટે ગંભીરતાથી વિચારી રહ્યું છે. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે રાજધાની, શતાબ્દી અને દુરંતો જેવી પ્રીમિયમ ટ્રેનોમાં ફેર સ્કીમમાં રાહત દેવા માટે રેલવે મંત્રાલય ભાડામાં 50 ટકા સુધી ડિસ્કાઉન્ટ આપી શકે છે.
નવા પ્રસ્તાવ પ્રમાણે લગભગ 100 જેટલી પ્રીમિયમ ટ્રેનોમાં છેલ્લી મિનિટ સુધી ટિકિટ બુકિંગમાં કે પછી 4 દિવસ પહેલાં ટિકિટ બુકિંગ કરાવવા પર 50 ટકા સુધી ડિસ્કાઉન્ટ મળી શકે છે. જે ટ્રેનમાં ટોટલ ઓક્યુપન્સી કે પછી ટોટલ બુકિંગ 40 ટકા કરતા ઓછું હોય તો ભાડામાં 20 ટકા જેટલો ઘટાડો મળી શકે છે. હકીકતમાં સરકાર ભાડું ઓછું કરીને એક તીરથી બે નિશાન સાધવા માગે છે. તે આ રીતે જનતાનું દિલ જીતવા માગે છે અને સાથેસાથે ટ્રેનની ખાલી સીટો પણ ભરવા માગે છે.
પ્રીમિયમ ટ્રેન રાજધાની, શતાબ્દી અને દુરંતોમાં ફ્લેક્સી ફેર સ્કીમ લાગુ પાડ્યા પછી ભરે રેલવેની આવકમાં વધારો થયો હોય પણ પ્રવાસીઓની સંખ્યા ઘટી છે. રેલવે યાત્રી સતત સરકારની ટીકા કરે છે કે વધારે ભાડું દીધા પછી પણ રેલવેની સુવિધામાં કોઈ સુધારો નથી થયો. રેલવે મંત્રાલયે 9 સપ્ટેમ્બર, 2016માં પ્રીમિયમ ટ્રેનોમાં ફ્લેક્સી ફેર સ્કીમની શરૂઆત કરી હતી જેમાં 44 રાજધાની, 52 દુરંતો તેમજ 46 શતાબ્દી શામેલ છે. આ સ્કીમ અંતર્ગત દર 10% સીટ બુકિંગ પર ટ્રેનના બેઝ ફેરમાં 10%નો વધારો થઈ જાય છે. જોકે ગયા વર્ષે ડિસેમ્બરમાં મંત્રાલયે આ સ્કીમમાં મામુલી રાહત આપવાની શરૂઆત કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે