299 રૂપિયામાં આવ્યો હતો રાધાકિશન દામાણીની કંપનીનો IPO, હવે 3500 રૂપિયાને પાર શેર, જાણો કેટલો થયો ફાયદો
રાધાકિશન દામાણીની માલિકીવાળી કંપની એવેન્યૂ સુપરમાર્ટ્સના શેર નબળા ક્વાર્ટર પરિણામ બાદ 4.03 ટકાના ઘટાડા સાથે 3771.70 રૂપિયા પર પહોંચી ગયો છે. આઈપીઓમાં કંપનીના શેર 299 રૂપિયા પર મળ્યા હતા.
Trending Photos
નવી દિલ્હીઃ દિગ્ગજ ઈન્વેસ્ટર રાધાકિશન દામાણીની કંપની એવેન્યૂ સુપરમાર્ટસના શેરમાં સોમવારે ઘટાડો થયો છે. એવેન્યૂ સુપરમાર્ટ્સ, રિટેલ ચેન ડી-માર્ટ (D-Mart)ને ચલાવે છે. સપ્ટેમ્બર 2023 ક્વાર્ટરના નબળા પરિણામો બાદ એવેન્યૂ સુપરમાર્ટ્સ (Avenue Supermarts)ના શેર 4.09 ટકાના ઘટાડા સાથે 3771.70 રૂપિયા પર પહોંચી ગયા છે. જો એવેન્યૂ સુપરમાર્ટ્સના પરફોર્મંસની વાત કરીએ તો આઈપીઓમાં કંપનીના શેર 299 રૂપિયા પર આવ્યા હતા અને હવે તેના શેર 3500 રૂપિયાને પાર પહોંચી ગયા છે.
કંપનીના નફામાં 9% થી વધુનો ઘટાડો
ડીમાર્ટ રિટેલ ચેન ચલાવનારી કંપની એવેન્યૂ સુપરમાર્ટ્સને ચાલૂ નાણાકીય વર્ષના સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 623.35 કરોડ રૂપિયાનો નફો થયો છે. એક વર્ષ પહેલાના સમાનગાળાના મુકાબલે કંપનીનો કન્સોલિડેટેડ નેટ પ્રોફિટ 9.09 ટકા ઘટ્યો છે. પાછલા વર્ષના સપ્ટેમ્બર ક્વાર્ટરમાં એવેન્યૂ સુપરમાર્ટ્સને 685.71 કરોડ રૂપિયાનો કન્સોલિ઼ડેટેડ નેટ પ્રોફિટ થયો હતો. જુલાઈ-સપ્ટેમ્બર 2023 ક્વાર્ટરમાં કંપનીનું કન્સોલિડેટેડ રેવેન્યૂ 18.66 ટકા વધી 12,624.37 કરોડ રૂપિયા રહ્યું છે. પાછલા વર્ષના સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીનું રેવેન્યૂ 10638.33 કરોડ રૂપિયા હતું.
299 રૂપિયાથી 3500ને પાર પહોંચ્યો કંપનીનો શેર
ડીમાર્ટની કંપની એવેન્યૂ સુપરમાર્ટ્સનો આઈપીઓ 295-299 રૂપિયાના પ્રાઇઝ બેન્ડ પર આવ્યો હતો. કંપનીના શેર 299 રૂપિયા પર એલોટ થયા હતા. એવેન્યૂ સુપરમાર્ટ્સના શેર 21 માર્ચ 2017ના 604.40 રૂપિયા પર લિસ્ટ થયા હતા. કંપનીના શેર 16 ઓક્ટોબર 2023ના 3771.70 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યાં છે. કંપનીના શેરનો 52 સપ્તાહનું હાઈ લેવલ 4399 રૂપિયા છે. તો એવેન્યૂ સુપરમાર્ટ્સના શેરનું 52 સપ્તાહનું લો લેવલ 3292.65 રૂપિયા છે.
કંપનીના શેર પર બ્રોકરેજનો મત
એવેન્યૂ સુપરમાર્ટ્સના શેર પર ટોપ બ્રોકરેજ હાઉસનું મિશ્રિત વલણ રહ્યું છે. કોટકે એવેન્યૂ સુપરમાર્ટ્સના શેરને વેચવાની સલાહ આપી છે. તો નુવામાએ કંપનીના શેરને બાય રેટિંગ આપ્યું છે અને શેર માટે 4021 રૂપિયાનો ટાર્ગેટ નક્કી કર્યો છે. ઘરેલૂ બ્રોકરેજ હાઉસ મોતીલાલ ઓસવાલ અને સેન્ટ્રમ બ્રોકિંગે પણ કંપનીના શેરને બાય રેટિંગ આપ્યું છે અને શેર માટે ક્રમશઃ 4500 રૂપિયા અને 5006 રૂપિયાની ટાર્ગેટ પ્રાઇઝ આપી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે