સતત ત્રીજા દિવસે મોંઘું થયું પેટ્રોલ અને ડીઝલ, આજનો ભાવ છે...
રાજધાની દિલ્હીમાં સોમવારે એક લીટર પેટ્રોલની કિંમત 72.07 રૂપિયા અને ડીઝલની 65.35 રૂપિયા છે
Trending Photos
નવી દિલ્હી : છેલ્લા ત્રણ દિવસથી પેટ્રોલ-ડીઝલની કિંમત સતત વધી રહી છે. 23 ઓગસ્ટ સુધી આ કિંમત સ્થિર હતી અથવા તો એમાં ઘટાડો હતો પણ 24 ઓગસ્ટથી આ કિંમત સતત વધી રહી છે.
મહાનગરોમાં પેટ્રોલ 8 પૈસા પ્રતિ લીટર અને ડીઝલ 9 પૈસા પ્રતિ લીટર મોંઘું થયું છે. છેલ્લા ત્રણ દિવસમાં પેટ્રોલ પેટ્રોલ 23 પૈસા પ્રતિ લીટર અને ડીઝલ 25 પૈસા પ્રતિ લીટર મોંઘું થઈ ગયું છે.
રાજધાની દિલ્હીમાં સોમવારે એક લીટર પેટ્રોલ 72.07 રૂપિયા અને ડીઝલ 65.35 રૂપિયા, મુંબઈમાં પેટ્રોલ 77.73 રૂપિયા અને ડીઝલ 68.51 રૂપિયા, કોલકાતામાં પેટ્રોલ 74.77 રૂપિયા અને ડીઝલ 67.73 રૂપિયા, ચેન્નાઈમાં પેટ્રોલ 74.86 રૂપિયા અને ડીઝલ 69.04 રૂપિયા, નોઇડામાં પેટ્રોલ 73.97 રૂપિયા અને ડીઝલ 65.64 રૂપિયા તેમજ ગુરુગ્રામમાં પેટ્રોલ 72.17 રૂપિયા અને ડીઝલ 64.74 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે