Potatoes Price: હવે બહુ થઈ મોંઘવારી...!! સસ્તા થયા બટાકા, હવે બજારમાં વેચાશે આ ભાવે કિલો!
Potatoes Price: આજકાલ મોનસૂન સીઝનમાં દરેક શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે, ત્યારે દિલ્હી એનસીઆરમાં બટાકાનો ભાવ 40થી 50 રૂપિયા પ્રતિ કિલોની વચ્ચે છે. પરંતુ હવે પશ્ચિમ બંગાળમાં કોલ્ડ સ્ટોરેજ એસોસિએશન તરફથી તેની સપ્લાય 26 રૂપિયા પ્રતિ કિલોના ભાવે કરવા જણાવ્યું છે. જેના કારણે ભાવ ભાવમાં ઘટાડો થઈ શકે છે.
Trending Photos
Potatoes Price in West Bengal: વરસાદ અને કાળઝાળ ગરમી વચ્ચે બજારમાં શાકભાજીની આવક ઘટવાના કારણે તેની અસર ભાવ પર જોવા મળી રહી છે. બીજી તરફ શાકભાજી મોંઘા થતાં લોકોનું ધ્યાન બટાટા, ડુંગળી અને ટામેટાં પર વધ્યું છે. પરંતુ હવે તેની અસર કિંમતો પર પણ જોવા મળી રહી છે. આ જ કારણ છે કે ટામેટા 100 રૂપિયા, ડુંગળી અને બટાટા 50 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. પરંતુ હવે મોંઘા બટાકામાંથી રાહત આપવા માટે પશ્ચિમ બંગાળ કોલ્ડ સ્ટોરેજ એસોસિએશન (WBCSA) એ રાજ્ય સરકારને છૂટક બજારમાં ઊંચા ભાવો વચ્ચે પ્રતિ કિલો રૂ. 26ના દરે બટાકાની સપ્લાય કરવાની ઓફર કરી છે.
1300 રૂપિયા પ્રતિ બોરીના હિસાબે વેચાણનો પ્રસ્તાવ
આ અંગેની માહિતી સરકારી અધિકારીઓએ આપી. તેમણે કહ્યું કે હાલમાં છૂટક બજારમાં બટાટાની સાઈઝના હિસાબે 37-40 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. WBCSAના હુગલી એકમના એક અધિકારીએ જણાવ્યું હતું કે, 'અમે રાજ્ય સરકારને 'સુફલ બાંગ્લા'ને 35 mmના ન્યૂનતમ સાઈઝની સાથે 50 કિલોની થેલી માટે 1,300 રૂપિયા (રૂ. 26 પ્રતિ કિલો)ના દરે બટાકાની સપ્લાય કરવાનો પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે. આ જૂની કોલ્ડ સ્ટોરેજ કિંમત છે. આ દરે પુરવઠાથી છૂટક બજારમાં બટાકાની કિંમત 30 થી 35 રૂપિયા પ્રતિ કિલો રહેવાની ધારણા છે.
ડુંગળી પણ 39 રૂપિયાના હિસાબે વેચાઈ રહી છે.
હાલ કોલ્ડ સ્ટોરેજનો ભાવ રૂ.28-29 પ્રતિ કિલો છે. કોલકાતામાં મોટાભાગના બટાકા હુગલી જિલ્લામાંથી આવે છે. કૃષિ માર્કેટિંગ પ્રધાન બેચરમ મન્નાએ જણાવ્યું હતું કે રાજ્ય સંચાલિત 'સુફલ બાંગ્લા' દુકાનો અનુક્રમે 29 રૂપિયા અને 39 રૂપિયા પ્રતિ કિલોના દરે કુટુંબ દીઠ ત્રણ કિલો બટાકા અને એક કિલો ડુંગળીનું વેચાણ કરે છે. મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ સંબંધિત અધિકારીઓને શાકભાજીના ઊંચા ભાવને અંકુશમાં લેવા માટે નિર્દેશ આપ્યો હતો અને 10 દિવસની સમયમર્યાદા નક્કી કરી હતી જે આ અઠવાડિયે સમાપ્ત થશે.
ટામેટાના ભાવ 100 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચ્યા
સંગ્રહખોરી અને ભાવની હેરાફેરી રોકવા માટે કૃષિ ટાસ્ક ફોર્સ અને એન્ફોર્સમેન્ટ વિભાગ છૂટક બજારની તપાસ કરી રહ્યા છે. જો કે હજુ સુધી ભાવમાં કોઈ ખાસ ઘટાડો થયો નથી. થોડા દિવસો પહેલા સરકારે કહ્યું હતું કે એકવાર આંધ્ર પ્રદેશમાંથી ટામેટાંનો સપ્લાય શરૂ થઈ જશે તો તેની કિંમતમાં ઘટાડો થશે. હાલમાં છૂટક બજારમાં ટામેટાના ભાવ 100 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયા છે. હવે આગામી સમયમાં ટામેટા અને ડુંગળીના ભાવ કેટલા નીચે આવે છે તે જોવું રહ્યું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે