2 લાખ આપી 5 લાખ વ્યાજ વસુલ્યું, પોલીસે સરઘસ કાઢી વ્યાજખોર લાલીને લાલ કરી દોધો!
ઉધના પોલીસમાં એક ફરિયાદી પહોંચ્યો હતો જે લાલીના ત્રાસનો ભોગ બન્યો હતો. લાલી દ્વારા આ ફરિયાદીને રૂપિયા બે લાખ વ્યાજ પેટે આપવામાં આવ્યા હતા. રૂપિયા આપતી વખતે ₹24,000 કાપી નાખ્યા હતા અને ત્યારબાદ દર મહિને વ્યાજ વસૂલતો હતો. ફરિયાદી દ્વારા પાંચ લાખથી વધુની રકમ આપી દેવામાં આવી હતી.
Trending Photos
Gujarat News: હાલમાં સમગ્ર રાજ્યમાં વ્યાજખોરી કરનારા માથાભારે તત્ત્વો સામે પોલીસની લાલ આંખ. સુરતની વાત કરીએ પોલીસ દ્વારા લોક દરબારનું આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે અને વ્યાજખોરનો ભોગ બનનાર લોકોને આગળ આવવા માટે જણાવવામાં આવ્યું છે. પોલીસે આવા તત્ત્વોથી ડરવાને બદલે તમારા સમસ્યા પોલીસ સમક્ષ જણાવવા આ લોકદરબારનું આયોજન કર્યું હતું.
પોલીસ દ્વારા આયોજીત આ લોકદરબારમાં સુરતના ઉધના વિસ્તારમાં રહેતા લાલી નામના છેલ્લા કેટલાય વર્ષોથી ગરીબ લોકોને 12 થી 20% સુધીનો વ્યાજ વસૂલ કરતો હતો. આ ઉપરાંત જો કોઈ વ્યક્તિ વ્યાજના રૂપિયા ન આપે તો તેની પાસેથી પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી. અને તેને ચેક રીટન કરી કોર્ટમાં કેસ કરવાની ધમકી પણ આપતો હતો.
ઉધના પોલીસમાં એક ફરિયાદી પહોંચ્યો હતો જે લાલીના ત્રાસનો ભોગ બન્યો હતો. લાલી દ્વારા આ ફરિયાદીને રૂપિયા બે લાખ વ્યાજ પેટે આપવામાં આવ્યા હતા. રૂપિયા આપતી વખતે ₹24,000 કાપી નાખ્યા હતા અને ત્યારબાદ દર મહિને વ્યાજ વસૂલતો હતો. ફરિયાદી દ્વારા પાંચ લાખથી વધુની રકમ આપી દેવામાં આવી હતી તેમ છતાં લાલી દ્વારા પઠાણી ઉઘરાણી શરૂ રાખવામાં આવી હતી. ત્યારબાદ ફરિયાદી દ્વારા ઉધના પોલીસ મથકમાં લાલી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી જે ફરિયાદના આધારે ઉધના પોલીસે લાલીની ધરપકડ કરી હતી.
ત્યારબાદ આજરોજ ઉધના પોલીસ દ્વારા લાલીનો જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું અને તેને તેની ઓફિસે લઈ જઈ તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન લાલીનું કામરેજ ખાતે ફાર્મ હાઉસ, ઉધના ખાતે 5500 વારની જગ્યા ,અલથાણમાં ત્રણ ફ્લેટ હોવાનું સામે આવ્યું હતું.
સુરત પોલીસના ડીસીપી ભગીરથસિંહ ગઢવીએ જણાવ્યું હતુંકે, આવા વ્યાજખોરોને છોડવામાં નહીં આવે. હાલ ઉધના પોલીસ દ્વારા તમામ દસ્તાવેજોની તપાસ હાથ ધરવામાં આવી રહી છે આગામી સમયમાં મસ મોટી મિલકત લાલી ના નામ પર હોવાનું બહાર આવે તેવી શકયતા છે. આશા તો સાથ સુરત પોલીસ દ્વારા ઈડીને પણ આ અંગે જાણ કરવામાં આવશે અને ત્યારબાદ ઇડી દ્વારા પણ લાલીની મિલકત અંગે તપાસ હાથ ધરવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે