5 લાખ લગાવો...10 લાખ મેળવો, Post Officeની આ ધાસું સ્કીમમાં એક ઝાટકે રૂપિયા ડબલ!

Post Office Scheme: આ યોજનામાં રોકાણ કરવાથી પૈસા થોડાક જ મહિનામાં ડબલ થઈ જાય છે. આ યોજનામાં ઓછામાં ઓછા 1000 રૂપિયા 100ના ગુણાંકમાં રોકાણ કરી શકો છો.

5 લાખ લગાવો...10 લાખ મેળવો, Post Officeની આ ધાસું સ્કીમમાં એક ઝાટકે રૂપિયા ડબલ!

Government Schemes: પોસ્ટ ઓફિસ તરફથી ઘણી સરકારી યોજનાઓ રજૂ કરવામાં આવે છે, જે એક સમય પછી લોકોને સારામાં સારો ફાયદો કરાવે છે. પોસ્ટ ઓફિસની યોજનાઓમાં શેર બજાપ અથવા તો અન્ય જગ્યાની તુલનામાં સહેજ પણ રિસ્ક હોતું નથી. જો તમે પણ રિસ્ક લીધા વગર વધારે રૂપિયા કમાવવા માંગો છો તો આજે અમે તમને એવી સ્ક્રીમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે રોકાણ કરેલા રૂપિયા ડબલ કરી નાંખશે.

પોસ્ટ ઓફિસની આ પોપુલર સ્કીમ કિસાન વિકાસ પાત્ર (KVP) છે. આ યોજના ખાસ કરીને વધારે નફો આપવા માટે સરૂ કરવામાં આવી હતી. આ યોજનામાં રોકાણ કરવાથી પૈસા થોડાક જ મહિનાઓમાં ડબલ થઈ જાય છે. આ યોજનામાં ઓછામાં ઓછા 1000 રૂપિયા 100ના ગુણાંકમાં રોકાણ કરી શકો છો. ખાસ વાત એ છે કે તેમાં રોકાણ કરવાની રાશિની કોઈ લિમિટ નક્કી કરવામાં આવી નથી. તમે જેટલા ઈચ્છો, એટલા રૂપિયા લગાવી શકો છો.

કેટલા એકાઉન્ટ ખોલી શકો છો તમે?
કિસાન વિકાસ પાત્ર યોજના હેઠળ સિંગલ અને ડબલ બન્ને રીતના એકાઉન્ટ ખોલી શકો છો. 10 વર્ષથી વધારે ઉંમરના બાળકોના નામ ઉપર પણ એકાઉન્ટ ખોલી શકો છો. સાથે કેટલાંયે ખાતા એક વ્યક્તિ ખોલાવી શકે છે. તેની પણ કોઈ લિમિટ રાખવામાં આવી નથી. 2, 4, 6 તમે જેટલા ઈચ્છો, એટલા એકાઉન્ટ કિસાન વિકાસ પાત્ર યોજના હેઠળ ઓપન કરી શકો છો.

7.5 ટકાનું વ્યાજ
પોસ્ટ ઓફિસની આ યોજના હેઠળ વ્યાજ ત્રિમાસિક આધાર પર નક્કી કરવામાં આવે છે. જ્યારે પોસ્ટ ઓફિસની આ યોજના હેઠળ અત્યારે 7.5 ટકાનું વ્યાજ આપવામાં આવી રહ્યું છે. આ વ્યાજ વર્ષના આધાર પર નક્કી કરવામાં આવે છે.

5 લાખ લગાવીને મેળવો 10 લાખ રૂપિયા
જો કોઈ આ યોજના હેઠળ 5 લાખ રૂપિયાનું રોકાણ કરે છે અને મેચ્યોરિટી એટલે 115 મહીના સુધી આ યોજનામાં ટકી રહે છે તો તેણે 7.5 ટકાના વ્યાજના આધારે 5 લાખ રૂપિયા માત્ર વ્યાજના મળશે. એનો મતલબ છે કે મેચ્યોરિટી પર રોકાણકારોને 10 લાખ રૂપિયા મળશે. ધ્યાન આપવા જેવી વાત એ છે કે તેમાં ટેક્સ સામેલ છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news