પોસ્ટ ઓફિસની શાનદાર સ્કીમ, 200 રૂપિયામાં ખોલો ખાતું, મળશે બેંક કરતાં વધુ રિટર્ન

પોસ્ટ ઓફિસમાં 1 વર્ષ માટે એફડી પર 6.6% વ્યાજ, 2 વર્ષ માટે 6.7% વ્યાજ, 3 વર્ષ માટે 6.9% વ્યાજ, 5 વર્ષ માટે 7.4% વ્યાજ મળશે.

પોસ્ટ ઓફિસની શાનદાર સ્કીમ, 200 રૂપિયામાં ખોલો ખાતું, મળશે બેંક કરતાં વધુ રિટર્ન

નવી દિલ્હી: મનમાં રોકાણનો વિચાર આવતાં જ સૌથી પહેલાં બેંક ધ્યાનમાં આવે છે. કેટલાક લોકો આજના જમાનામાં પોસ્ટ ઓફિસના મુકાબલે બેંકને વધુ મહત્વ આપે છે. પરંતુ તમને ખબર પડશે કે પોસ્ટ ઓફિસમાં રોકાણ કરવું બેંક કરતાં વધુ સિક્યોર અને સારું છે તો તમને થોડું આશ્વર્ય થશે. 

દરેક રોકાણકારને પોતાના રોકાણ પર વધુ ફાયદાની ઇચ્છા હોય છે. એવા લોકોએ પોસ્ટ ઓફિસમાં જરૂર રોકાણ કરવું જોઇએ. કારણ કે બેંકના મુકાબલે પોસ્ટ ઓફિસમાં ફિકસ્ડ ડિપોઝિટ પર વધુ વ્યાજ મળે છે. હાલ પોસ્ટ ઓફિસમાં ટાઇમ ડિપોઝિટ કરશો તો 7.4 ટકા સુધી વ્યાજ મળી રહ્યું છે. 

જો આપણે વાત રોકાણ સિક્યોરિટીની કરીએ તો બેંકમાં એફડી કરવા પર ડિપોઝિટ ઇંશ્યોરેંસ અને ક્રેડિટ ગેરેન્ટી સ્કીમ હેઠળ ઇંશ્યોર્ડ હોય છે. જેથી કોઇપણ પ્રકારનું નુકસાન થતાં આ સ્કીમ હેઠળ રોકાણકારને ફક્ત 1 લાખ રૂપિયા રકમ મળે છે. તમે એકાઉન્ટને સિક્યોરિટીના રૂપમાં રાખીને તેના બદલામાં લોન પણ લઇ શકો છો. પરંતુ પોસ્ટ ઓફિસમાં ટાઇમ ડિપોઝિટની સાથે એવું નથી.

એકાઉન્ટ વિશે
આ એકાઉન્ટનું નામ પોસ્ટ ઓફિસ ટાઇમ ડિપોઝિટ એકાઉન્ટ (TD) છે. તમે ફક્ત 200 રૂપિયામાં આ એકાઉન્ટને પોસ્ટ ઓફિસમાં ખોલાવી શકો છો. તેના માટે તમારે નજીકની પોસ્ટ ઓફિસમાં જવું પડશે. તેમાં વધુમાં વધુ રોકાણની સીમા નથી. 

શું છે સ્કીમ
પોસ્ટ ઓફિસમાં 1 વર્ષ માટે એફડી પર 6.6% વ્યાજ, 2 વર્ષ માટે 6.7% વ્યાજ, 3 વર્ષ માટે 6.9% વ્યાજ, 5 વર્ષ માટે 7.4% વ્યાજ મળશે. આ વ્યાજ દર ત્રિમાસિકના આધારે ગણવામાં આવે છે. જોકે તેની ચૂકવણી વાર્ષિક સ્તર પર કરવામાં આવશે.

બાળકોનું પણ ખોલી શકો છો એકાઉન્ટ
આમ તો માતા-પિતા પોતાના બાળકોના નામે ખાતું ખોલી શકે છે. પરંતુ જો બાળકની ઉંમર 10 વર્ષથી વધુ હોય. તો તે પોતે એકાઉન્ટ ઓપરેટ પણ કરી શકે છે. આ ઉપરાંત તમે આ સ્કીમ હેઠળ જેટલા એકાઉન્ટ ખોલાવવા હોય એટલા ખોલાવી શકો છો. 

જોઇન્ટ એકાઉન્ટની પણ સુવિધા
આ સ્કીમ હેઠળ તમે ના ફક્ત સિંગલ એકાઉન્ટ ખોલાવી શકો છો પરંતુ જોઇન્ટ એકાઉન્ટ ખોલવાની સુવિધા પણ ઉપલબ્ધ છે. તમે ઇચ્છો ત્યારે પોતાના જોઇન્ટ એકાઉન્ટને સિંગલ એકાઉન્ટમાં કનવર્ટ પણ કરી શકો છો. 

એકાઉન્ટ ટ્રાંસફરની સુવિધા
તમે જ્યારે ઇચ્છો એક પોસ્ટ ઓફિસમાંથી બીજી પોસ્ટ ઓફિસમાં પોતાનું ખાતું ટ્રાંસફર કરાવી શકો છો. આ ઉપરાંત નોમિની પણ રાખી શકો છો. તમે પોતાના વાર્ષિક વ્યાજને રિકરિંગ ડિપોઝિટમાં પણ ટ્રાંસફર કરી શકો છો. તેના માટે જરૂરી છે કે તમારી આરડી 5 વર્ષ માટે હોય.

રોકાણની રીત
આ સ્કીમમાં જો તમે પૈસા નાખો છો, તો તેના માટે તમારે પોસ્ટ ઓફિસ સુધી જવું પડશે. આ કામ તમે ઘરે બેઠા કરી શકશો નહી. કારણ કે આ સ્કીમમાં તમે ફક્ત કેશ અને ચેક દ્વારા જ પૈસા જમા કરાવી શકશો. 

ટેક્સ બેનિફિટની સુવિધા
આ સ્કીમ તમને ટેક્સ બેનિફિટ પણ આપે છે. જોકે આ ફાયદો તે લોકોને મળે છે, જે 5 વર્ષ માટે ટાઇમ ડિપોઝિટ ખોલે છે. તેનાથી ઓછા સમય માટે ડિપોઝિટ ખોલનારાને આ ફાયદો મળશે નહી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news