સરકાર આપે છે ગેરંટી : આટલા મહિનામાં તો પૈસા ડબલ, જોજો સગા વ્હાલાં કે પડોશી ના રહી જાય

Money Double Scheme: સરકારી યોજનાનો લાભ લો તમને મોટો ફાયદો થઈ શકે છે. સરકારની કેટલીક યોજનાઓ તમને બેન્ક અને પોસ્ટ કરતાં પણ વધારે સારી કમાણી કરાવે છે. જો તમને ખબર હોય તો પડોશી અને સગાવ્હાલાઓને પણ ધ્યાન દોરશો... જો જો એ પણ રહી ના જાય..

સરકાર આપે છે ગેરંટી : આટલા મહિનામાં તો પૈસા ડબલ, જોજો સગા વ્હાલાં કે પડોશી ના રહી જાય

Govt Saving Schemes: પૈસા કમાવવા માટે ઘણી પ્રકારની યોજનાઓમાં રોકાણ કરવામાં આવે છે. આ સંદર્ભમાં, જો તમે એવી કોઈ યોજના શોધી રહ્યા છો કે જેમાં તમે લાંબા ગાળાના રોકાણથી સારું વ્યાજ મેળવી શકો, તો કિસાન વિકાસ પત્ર (Kisan Vikas Patra-KVP) તમારા માટે સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. આ પોસ્ટ ઓફિસની સારી બચત યોજના માનવામાં આવે છે. ખાસ વાત એ છે કે KVPમાં રોકાણ કરેલી રકમ 115 મહિનામાં બમણી થઈ જાય છે. અહીંયાં વ્યાજથી લઈને લાભ સુધીની તમામ માહિતી અહીં વાંચો. આ યોજના તમને લાભ કરાવી શકે છે. 

KVP એકાઉન્ટ કોણ ખોલી શકે છે-
કિસાન વિકાસ પત્ર યોજના હેઠળ, કોઈપણ પુખ્ત વ્યક્તિ સિંગલ અથવા સંયુક્ત ખાતું ખોલાવી શકે છે. આ સિવાય 10 વર્ષથી વધુ ઉંમરના બાળકો પણ પોતાના નામે KVP એકાઉન્ટ ખોલાવી શકે છે. માતા-પિતા સગીર અથવા માનસિક રીતે અસ્થિર વ્યક્તિ વતી ખાતું ખોલાવી શકે છે.

115 મહિનામાં રોકાણની રકમ બમણી થશે-
KVP એકાઉન્ટ પર વાર્ષિક 7.5% વ્યાજ આપવામાં આવે છે. આમાં રોકાણ કરવાથી તમારી રકમ 115 મહિનામાં બમણી થઈ જશે. મતલબ કે જો તમે 1 લાખ રૂપિયાનું રોકાણ કરો છો, તો તમને 115 મહિના પછી 2 લાખ રૂપિયા મળશે. જ્યારે, જો તમે KVP ખાતામાં 10 લાખ રૂપિયા જમા કરો છો તો તેને 20 લાખ રૂપિયામાં કન્વર્ટ કરી શકાય છે.

1000 રૂપિયાથી રોકાણ શરૂ કરો-
કિસાન વિકાસ પત્ર યોજનામાં લઘુત્તમ રૂ. 1000 અને રૂ. 100ના ગુણાંકમાં રોકાણ કરી શકાય છે. તેની એક ખાસ વિશેષતા એ છે કે તમે KVPમાં ગમે તેટલા પૈસા રોકાણ કરી શકો છો અને એકાઉન્ટ ખોલવા પર કોઈ મર્યાદા નથી.

KVPમાં રોકાણ કરવાના ફાયદા શું છે?
કિસાન વિકાસ પત્ર યોજના શેરબજારના ઉતાર-ચઢાવથી પ્રભાવિત થતી નથી.
PO સ્કીમ પર સરકારી ગેરંટી છે, તેથી તમારે રિટર્ન મળશે કે નહીં તેની ચિંતા કરવાની જરૂર નથી.
KVP ખાતું કોઈપણ પોસ્ટ ઓફિસમાં ખોલાવી શકાય છે.
KVP એકાઉન્ટ 115 મહિનામાં પરિપક્વ થાય છે પરંતુ જ્યાં સુધી તમે ખાતામાંથી પૈસા ઉપાડો નહીં ત્યાં સુધી તમને વ્યાજ મળતું રહેશે.
તમે કિસાન વિકાસ પત્ર દ્વારા સુરક્ષિત લોન લઈ શકો છો.
કિસાન વિકાસ પત્ર ખાતું ખોલતી વખતે, આધાર કાર્ડ, વય પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝ ફોટો, KVP અરજી ફોર્મ વગેરે જેવા દસ્તાવેજો જરૂરી છે. તમે તમારું KYP એકાઉન્ટ પણ ટ્રાન્સફર કરી શકો છો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news