ટેસ્લાને લઈને પૂનાવાલાએ કહી આ વાત, એલન મસ્કને સૂચવ્યો ભારતમાં બિઝનેસનો પ્લાન

Poonawalla's advice to Musk: સીરમના સીઈઓ અદાર પૂનાવાલાએ એલન મસ્કને ભારતમાં રોકાણ કરવાની સલાહ આપી છે. તેમણે મસ્કને કહ્યુ કે, ભારતમાં ટેસ્લા કારનું ઉત્પાદન શરૂ કરો. 

ટેસ્લાને લઈને પૂનાવાલાએ કહી આ વાત, એલન મસ્કને સૂચવ્યો ભારતમાં બિઝનેસનો પ્લાન

નવી દિલ્હીઃ સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયાના મુખ્ય કાર્યકારી અધિકારી (સીઈઓ) અદાર પૂનાવાલાએ રવિવારે ટેસ્લાના સીઈઓ એલન મસ્કને કારના ઉત્પાદન માટે ભારતમાં રોકાણ કરવાનું આમંત્રણ આપ્યું અને કહ્યું કે, આ તમારૂ અત્યાર સુધીનું શ્રેષ્ઠ રોકાણ હશે. 

44 અબજ ડોલરમાં કરી ટ્વિટરની ડીલ
ટેસ્લાના સીઈઓ એલન મસ્ક 44 અબજ ડોલરમાં ટ્વિટર ખરીદવાની જાહેરાત કરી ચુક્યા છે. તેમણે ટેસ્લાની ઇલેક્ટ્રિક કારોના વેચાણ માટે ભારત પાસે આયાત ડ્યૂટી ઘટાડવાની માંગ કરી હતી પરંતુ સરકાર સ્થાનીક ઉત્પાદન પર ભાર આપી રહી છે. 

સીરમના સીઈઓ પૂનાવાલાએ કર્યુ ટ્વીટ
અદાર પૂનાવાલાએ ટ્વિટર પર એલન મસ્કને ટેગ કરતા લખ્યુ- જો ટ્વિટર ખરીદવાનો તમારો સોદો પૂરો ન થાય તો તેમાંથી કેટલીક મૂડી ટેસ્લા કારોના ઉચ્ચ ગુણવત્તાવાળા અને મોટા પાયે ઉત્પાદન માટે ભારતમાં રોકાણ કરવા વિશે વિચાર કરો. 

— Adar Poonawalla (@adarpoonawalla) May 8, 2022

આ તમારૂ સર્વશ્રેષ્ઠ રોકાણ હશે
તેમણે આગળ લખ્યું- હું તમને વિશ્વાસ અપાવુ છું કે આ તમારૂ સર્વશ્રેષ્ઠ રોકાણ હશે. પાછલા મહિને કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યુ હતુ કે ટેસ્લા ઇલેક્ટ્રિક કારોના ભારતમાં નિર્માણ માટે તૈયાર છે તો તેમાં કોઈ સમસ્યા નથી પરંતુ કંપની ચીનથી આયાત ન કરે. 

ટેસ્લા ભારતમાં કરી શકે છે રોકાણ
સીઈઓ મસ્કે પાછલા વર્ષે કહ્યું હતું કે ટેસ્લા ભારતમાં ઉત્પાદન યુનિટ લગાવી શકે છે, પરંતુ તેને દેશમાં આયાતી વાહનો દ્વારા સફળતા મળી જાય. તેમણે કહ્યું કે ટેસ્લા ભારતમાં પોતાના વાહન ઉતારવા ઈચ્છે છે પરંતુ અન્ય મોટા દેશોની તુલનામાં અહીં આયાત શુલ્ક સૌથી વધી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news