વાપીના દરેક નાગરિક અને ઉદ્યોગપતિને સતાવતી સૌથી મોટી સમસ્યાનો આવશે ઉકેલ, સરકારની મોટી જાહેરાત
ઔધોગિક નગરી વાપીના નીચાણવાળા વિસ્તારોમાં ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યાથી આવતાં ચોમાસાથી છુટકારો મળશે તેમ લાગી રહ્યું છે. આજે રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી કનુભાઇ દેસાઇએ વાપીના મધ્યમાંથી પસાર થતી બીલખાડીને પહોળી કરવાના કામને મંજૂરી આપી હતી
- વાપીના નીચાણવાળા વિસ્તારોમાં ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા
- કુદરતી વહેણના બંને કિનારા પર આવેલા નીચાણવાળા વિસ્તારોમાં દર ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા
- ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યાથી છુટકારો આપવા બિલખાડીને પહોળી કરવા અને બંને કિનારા પરના દબાણો દૂર કરાશે
Trending Photos
નિલેશ જોશી/વાપી : ઔધોગિક નગરી વાપીના નીચાણવાળા વિસ્તારોમાં ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યાથી આવતાં ચોમાસાથી છુટકારો મળશે તેમ લાગી રહ્યું છે. આજે રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી કનુભાઇ દેસાઇએ વાપીના મધ્યમાંથી પસાર થતી બીલખાડીને પહોળી કરવા સાથે ખાડીના બંને કિનારાઓને RCC થી પાકા કરવાના કામનું ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, 20 ચોરસ કિલોમીટરનો કેચમેન્ટ વિસ્તાર ધરાવતી 12 કિલોમીટર લાંબી બિલખાડી વાપીના મધ્યમાંથી પસાર થાય છે.
આ કુદરતી વહેણના બંને કિનારા પર આવેલા નીચાણવાળા વિસ્તારોમાં દર ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. લોકોને મોટી નુકસાનીની સાથે પરેશાની પણ વેઠવી પડે છે. મહત્વપૂર્ણ છે કે, સમગ્ર રાજ્યમાં વલસાડ જિલ્લામાં ચોમાસામાં સૌથી વધુ વરસાદ વરસે છે. આથી ચોમાસાના ચાર મહિના સતત વરસાદને કારણે બીલાડીના બંને નીચાણવાળા વિસ્તારોમાં ભારે વરસાદ વખતે પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. લોકોએ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
આ વિસ્તારોમાં ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યાથી છુટકારો આપવા બિલખાડીને પહોળી કરવા અને બંને કિનારા પરના દબાણો દૂર કરી અને બંને કિનારાને પાકા કરવાના કામનો શુભારંભ કરવામાં આવ્યો છે. અંદાજે 22 કરોડ રૂપિયાના ખર્ચે અગિયાર મહિનામાં કામ પૂર્ણ કરવામાં આવશે. આથી આવતા ચોમાસાથી વાપીના બીલખાડીના બંને કિનારા વિસ્તારના નીચાણવાળા વિસ્તારના છરવાડા બલીઠા સહિતના ગામોને પણ તેનો ફાયદો થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે