PM Kisan: પ્રધાનમંત્રી મોદીએ 9.5 કરોડ ખેડૂતોને આપી ભેટ, આ રીતે ચેક કરો કે તમારા ખાતામાં પૈસા આવ્યા કે નહીં

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પીએમ કિસાન સન્માન નિધિનો આઠમો હપ્તો રિલીઝ કરી દીધો છે.

PM Kisan: પ્રધાનમંત્રી મોદીએ 9.5 કરોડ ખેડૂતોને આપી ભેટ, આ રીતે ચેક કરો કે તમારા ખાતામાં પૈસા આવ્યા કે નહીં

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પીએમ કિસાન સન્માન નિધિનો આઠમો હપ્તો રિલીઝ કરી દીધો છે. જે હેઠળ 9.5 કરોડ લાભાર્થી કિસાન પરિવારો માટે 19,000 કરોડ રૂપિયાથી વધુ રકમ ટ્રાન્સફર કરવામાં આવી. એટલે કે હવે 9.5 કરોડ કિસાન પરિવારોના ખાતામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM Kisan Samman Nidhi Yojana) ના 2000 રૂપિયા પહોંચી જશે. ડિસેમ્બર 2018માં કેન્દ્રની મોદી સરકાર દ્વારા શરૂ કરાયેલી આ યોજના હેઠળ દેશના નાના અને સીમાંત ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયાની આર્થિક મદદ અપાય છે. આ યોજનાનો લાભ ફક્ત એવા ખેડૂતોને મળી શકે છે કે જેમની પાસે 2 હેક્ટર કે તેનાથી ઓછી ખેતીની જમીન હોય. 

— ANI (@ANI) May 14, 2021

લિસ્ટમાં આ રીતે ચેક કરો નામ
8માં હપ્તાની રકમ તમારા ખાતામાં આવી છે કે નહીં તે માટે સરકારી વેબસાઈટ pmkisan.gov.in પર તમામ જાણકારી આપવામાં આવી છે. આવો જાણીએ કેવી રીતે જાણી શકાય કે તમારું આ સૂચિમાં નામ છે કે નહીં. સૌથી પહેલી વાત એ છે કે જો તમે ખેડૂત હોવ અને આ યોજનાનો ફાયદો લેવા માંગતા હોવ તો સૌથી પહેલા તમારે આ યોજનામાં તમારું રજિસ્ટ્રેશન કરાવવું પડશે. 

જો તમે રજિસ્ટ્રેશન કરાવી રાખ્યું હોય અને એ જોવા માંગતા હોવ કે પીએમ કિસાનના લાભાર્થીઓની યાદીમાં તમારું નામ છે કે નહીં તો સરકાર એ યાદી બહાર પાડે છે. જે તમને પીએમ કિસાન સન્માન નિધિ(PM Kisan Samman Nidhi Yojana) ની અધિકૃત વેબસાઈટ  https://pmksan.gov.in/ પર મળશે. 

આ રીતે ચેક કરો સ્ટેટસ
સૌથી પહેલા તમે  https://pmksan.gov.in/  પર જાઓ.
હોમ પેજ પર જઈને તમે  Farmers Corner ઓપ્શન પર ક્લિક કરો. 
વેબસાઈટ પર પહોંચી ગયા બાદ રાઈટ સાઈડમાં ફાર્મર્સ કોર્નર પર  ક્લિક કરો. 
ત્યારબા બેનેફિશિયરી સ્ટેટસ (Beneficiary Status) ઓપ્શન પર ક્લિક કરો. 
ત્યારબાદ નવું પેજ ખુલશે. હવે તમે આધાર નંબર, મોબાઈલ નંબર નાખો. ત્યારબાદ તમને તમારા સ્ટેટસ અંગે પૂરેપૂરી જાણકારી મળશે. 

ક્યારે જારી થાય છે હપ્તા
અત્રે જણાવવાનું કે સરકાર નાના અને સીમાંત ખેડૂતોને વર્ષમાં 6000 રૂપિયા તેમના ખાતામાં ટ્રાન્સફર કરે છે. આ સરકાર તરફથી ખેડૂતોને અપાતી નાણાકીય મદદ 2000 રૂપિયાના ત્રણ હપ્તામાં એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાય છે. આ સ્કીમ હેઠળ 2000 રૂપિયાનો પહેલો હપ્તો 1 એપ્રિલથી 31 જુલાઈ, બીજો હપ્તો એક ઓગસ્ટથી 30 નવેમ્બર અને ત્રીજો હપ્તો એક ડિસેમ્બરથી 31 માર્ચ વચ્ચે આવે છે. 

આ નંબરો પર કરી શકો છો સંપર્ક
જો તમારા ખાતામાં રકમ ન આવી તો પછી કોઈ પણ પ્રકારની સમસ્યા માટે ખેડૂત પીએમ કિસાન હેલ્પલાઈનથી પણ જાણકારી લઈ શકો છો. પીએમ કિસાન હેલ્પલાઈન નંબર 155261 છે. આ ઉપરાંત પીએમ કિસાન ટોલ ફ્રી નંબર 18001155266 અને પીએમ કિસાન લેન્ડલાઈન નંબર 011-23381092, 23382401 પણ છે. પીએમ કિસાન તરફથી વધુ એક હેલ્પલાઈન 0120-6025109 અને ઈમેઈલ આઈડી pmkisan-ict@gov.in છે. 

PM કિસાન માટે બદલાયા નિયમ
આ સ્કીમનો ફાયદો કેટલાક અયોગ્ય લોકોએ પણ ઉઠાવ્યો હતો જેથી કરીને સરકારે આ વખતે તેના નિયમોમાં ઘણા ફેરફાર કર્યા છે. જે મુજબ આ વખતે તે જ ખેડૂતોના ખાતામાં પૈસા મોકલવામાં આવશે જેમના નામ પર ખેતી જમીન હશે. આ અગાઉ આ યોજનાનો લાભ એવા ખેડૂતોને પણ અપાતો હતો જેમના દાદાના નામ પર ખેતી હતી. આ સાથે જ પ્રાઈવેટ નોકરી અને પેન્શનધારકોને પણ પૈસા આપવામાં આવી રહ્યા હતા. પરંતુ આ વખતે નહીં અપાય. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news