PF રેકોર્ડમાં જન્મતારીખમાં ભૂલ થઈ ગઈ છે? તો ફિકર નોટ, આ રીતે ઘરેબેઠાં અપડેટ કરો પ્રોફાઈલ

How To Update Wrong DOB In PF Account: જો તમારી સાથે પણ આ મુશ્કેલી છે તો આ પોસ્ટમાં અમે તમને એક સરળ પ્રક્રિયાની જાણકારી આપી રહ્યા છીએ. જેના દ્વારા તમે ઘરે બેઠા પોતાના સ્માર્ટફોનથી જ પીએફ રેકોર્ડ્સમાં પોતાની જન્મ તારીખને યોગ્ય કરી શકો છો. ચો ચાલે જાણીએ કે આ કેવી રીતે થાય છે.

PF રેકોર્ડમાં જન્મતારીખમાં ભૂલ થઈ ગઈ છે? તો ફિકર નોટ, આ રીતે ઘરેબેઠાં અપડેટ કરો પ્રોફાઈલ

નવી દિલ્લી: જો તમારી સાથે પણ આ મુશ્કેલી છે તો આ પોસ્ટમાં અમે તમને એક સરળ પ્રક્રિયાની જાણકારી આપી રહ્યા છીએ. જેના દ્વારા તમે ઘરે બેઠા પોતાના સ્માર્ટફોનથી જ પીએફ રેકોર્ડ્સમાં પોતાની જન્મ તારીખને યોગ્ય કરી શકો છો. ચો ચાલે જાણીએ કે આ કેવી રીતે થાય છે. એક નોકરી કરતા વ્યક્તિ માટે પીએફ એકાઉન્ટ કેટલું જરૂરી છે તો તમે આપણે બધા જાણીએ છીએ. લગભગ દરેક નોકરી કરનાર વ્યક્તિની સેલરીમાંથી કેટલીક એમાઉન્ટ કાપવામાં આવે છે જે પીએફ એટલે પ્રોવિડેન્ટ ફંડ અંતર્ગત કાપવામાં આવે છે. તેમાં એક હિસ્સો કંપનીનો તો બીજો હિસ્સો કર્મચારીનો હોય છે. આમ તો તેમાં કોઈ રોકેટ સાાયન્સ નથી પરંતુ જો પીએફની ડિટેઈલ્સમાં કોઈપણ ભૂલ છે તો તમારે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

મોટાભાગના કેસમાં જોવામાં આવ્યું છે કે લોકોની જન્મતારીખ પીએફ રેકોર્ડ્સમાં ખોટી નોંધાયેલી હોય છે. જો આવું છે તો તમારે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. જો તમે પણ આ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છો  અમે તમને એક સરળ પ્રક્રિયાની જાણકારી આપી રહ્યા છીએ. જેના દ્વારા તમે ઘરે બેઠા પોતાના સ્માર્ટફોનની મદદથી પીએફ રેકોર્ડ્સમાં પોતાની જન્મ તારીખને સુધારી શકો છો.

પીએફ રેકોર્ડમાં પોતાની જન્મ તારીખને આવી રીતે સુધારો:

1. પીએફ રેકોર્ડ્સમાં પોતાની જન્મતારીખને સુધારવા માટે તમારે સૌથી પહેલાં નીચે આપેલી વેબસાઈટ પર જવું પડશે. https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/

2. ત્યારબાદ તમારે તમારો UAN નંબર નાંખવો પડશે. પછી પાસવર્ડ અને કેપ્ચા કોડ પણ નાંખો.

3. એક નવું પેજ ખૂલી જશે. તેમાં તમને કેટલાંક વિકલ્પ જોવા મળશે. જેમાં તમારે મેનેજ ટેબ પર ક્લિક કરવાનું રહેશે.

4. પછી તમારે Modify Basic Detailsના ઓપ્શન પર ક્લિક કરવું પડશે.

5. ત્યારબાદ તમને કેટલાંક વિકલ્પ જોવા મળશે. જેમાં તમારે પોતાનું નામ અને પોતાની સાચી જન્મ તારીખ સબમિટ કરવી પડશે.

6. પછી નીચે આપવામાં આવેલ કોલમમાં તમારે ટિક કરવાનું રહેશે જેમાં I hereby consent to provide my Aadhaar Number, Biometric and/or One Time Pin (OTP) data for Aadhaar based authentication for the purpose of establishing my identity and seeding it with UAN લખેલું હશે.

7. નીચે આપવામાં આવેલ અપડેટ બટન પર ટેપ કરી દો.

8. ત્યારબાદ તમારી જાણકારી તમારા એમ્પ્લોયરની સાથે અપ્રૂવ માટે જતી રહેશે.

9. જ્યારે તમારો એમ્પ્યોલર તેને અપ્રૂવ કરશે ત્યારે તમારી જન્મ તારીખ પીએફ રેકોર્ડ્સમાં ચેન્જ થઈ જશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news