...તો શું હવે 15 રૂપિયે લીટર મળશે પેટ્રોલ? મોદી સરકારના આ માસ્ટર પ્લાન વિશે ખાસ જાણો
Petrol Rate: જે રીતે કેન્દ્ર સરકાર મોંઘવારી ઓછી કરવાનું કામ કરી રહી છે તે દિવસ હવે દૂર નથી કે જ્યારે ભારતમાં ગરીબ લોકોની સંખ્યા ઘટવા લાગશે. હાલમાં જ RBI એ જણાવ્યું હતું કે દેશમાં મોંઘવારી કંટ્રોલમાં છે. તેમાં વધુ સુધારો કરવા માટે જરૂરી તમામ કોશિશ થઈ રહી ચે. આ બધા વચ્ચે પેટ્રોલ અંગે પણ મોટા સમાચાર સામે આવ્યા છે.
Trending Photos
Petrol Rate: જે રીતે કેન્દ્ર સરકાર મોંઘવારી ઓછી કરવાનું કામ કરી રહી છે તે દિવસ હવે દૂર નથી કે જ્યારે ભારતમાં ગરીબ લોકોની સંખ્યા ઘટવા લાગશે. હાલમાં જ RBI એ જણાવ્યું હતું કે દેશમાં મોંઘવારી કંટ્રોલમાં છે. તેમાં વધુ સુધારો કરવા માટે જરૂરી તમામ કોશિશ થઈ રહી છે. આ બધા વચ્ચે પેટ્રોલ અંગે પણ મોટા સમાચાર સામે આવ્યા છે. એવું કહેવાઈ રહ્યું છે કે સરકાર પેટ્રોલનો ભાવ 15 રૂપિયા પ્રતિ લીટર થાય તેના પર કામ કરી રહી છે.
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ મંગળવારે કહ્યું કે સરકાર એક પ્રોજેક્ટ પર કામ કરી રહી છે જેનાથી પેટ્રોલનો ભાવ 15 રૂપિયા પ્રતિ લીટર સુધી થઈ શકે છે. કેન્દ્રીય રોડ અને પરિવહન રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે 60 ટકા ઈથેનોલ અને 40 ટકા વીજળીનું મિશ્રણ પેટ્રોલની કિંમતને ઘણી ઘટાડી શકે છે. રાજસ્થાનના પ્રતાપગઢમાં એક સભાને સંબોધતી વખતે નીતિન ગડકરીએ કહ્યું કે આ પ્રકારના મિશ્રણથી પ્રદૂષણ અને આયાતનો ખર્ચ ઓછો કરવામાં પણ મદદ મળશે.
#WATCH अब सारी गाड़ियां इथेनॉल पर चलेंगी। 60% इथेनॉल और 40% बिजली, इसका आंकलन करें तो पेट्रोल की कीमत 15 रुपए प्रति होगी। जनता का भला होगा, किसान उर्जा दाता बनेगा: प्रतापगढ़ में केंद्रीय मंत्री नितिन गडकरी, राजस्थान (04.07)
(सोर्स: नितिन गडकरी सोशल मीडिया) pic.twitter.com/JquMd0ZsGN
— ANI_HindiNews (@AHindinews) July 5, 2023
ભારત હાલ 16 લાખ કરોડનું ક્રૂડ ઓઈલ ખરીદે છે
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે હાલ ભારત પોતાની કમાણીનો ઘણો હિસ્સો વિદેશમાંથી ઓઈલની ખરીદી પર ખર્ચે છે. આયાતની રકમ 16 લાખ કરોડ રૂપિયા છે. જો પેટ્રોલના ભાવ ઘટે તો આ પૈસા ખેડૂતોના ઘરોમાં જશે. ગડકરીએ દેશભરના ખેડૂતોને સશક્ત બનાવવા માટે પોતાનો દ્રષ્ટિકોણ પણ શેર કર્યો. તેમણે કહ્યું કે સરકારનું લક્ષ્યાંક ખેડૂતોને અન્નદાતા અને ઉર્જાદાતા બંનેમાં ફેરવવાનું છે. ગડકરીએ કહ્યું કે ઓગસ્ટમાં ટોયોટાની ઈનોવા કાર લોન્ચ કરી રહ્યા છીએ જેમાં 100 ટકા ફ્લેક્સ ફ્યૂલ એન્જિન હશે અને તે 100 ટકા ઈથેનોલ પર ચાલશે. તેમણે ભરોસો વ્યક્ત કર્યો કે જલદી તમામ વાહનો ખેડૂતો દ્વારા ઉત્પાદિત ઈથેનોલ પર ચાલશે.
કેવી રીતે બને છે ઈથેનોલ
ભારતમાં ઈથેનોલ ગોળમાંથી મળે છે. જે શેરડીમાંથી તૈયાર થાય છે. વાહનો માટે ઈંધણ તરીકે ઈથેનોલનો ઉપયોગ કરવાથી શેરડીની ખેતીને પ્રોત્સાહન મળશે. નીતિન ગડકરીએ કહ્યું કે સરકારે આવનારા દિવસોમાં પેટ્રોલ અને ડીઝલ પર નિર્ભરતા ઓછી કરવાની યોજના તૈયાર કરી છે. તેમણે કહ્યું કે તેમણે પાંચ વર્ષની અંદર પેટ્રોલ અને ડીઝલના ઉપયોગને ખતમ કરવાની પહેલ કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે