પેટ્રોલ અને ડિઝલના ભાવોમાં આજે ફરી થયો વધારો, જાણે આજની કિંમત
મંગળવારે દિલ્હીમાં પેટ્ર્લની કિંમત 82.26 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 74.11 રૂપિયા પ્રતિ લીટર થયું છે.
- પેટ્રોલ- ડિઝલના ભાવમાં થયો વધારો
- પેટ્રોલમાં 23 પૈસા પ્રતિ લીટરનો વધારો
- ડિઝલમાં 29 પૈસા પ્રતિ લીટરનો વધારો
Trending Photos
નવી દિલ્હી: પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં ફરી એકવાર વધારો નોધાયો છે. મંગળવારે દિલ્હી અને મુંબઇ શહિત દેશના અન્ય શહેરોમાં પણ પેટ્રોલ અને ડિઝવના ભાવોમાં વધારો જોવા મળ્યો હતો. મંગળવારે દિલ્હીમાં પેટ્રોલની કિંમતોમાં 23 પૈસા પ્રતિ લીટર તો ડીઝલના ભાવોમાં 29 પૈસા પ્રતિ લીટરનો વધારો જોવા મળ્યો છે. જેથી મંગળવારે દિલ્હીમાં પેટ્ર્લની કિંમત 82.26 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 74.11 રૂપિયા પ્રતિ લીટર થયું છે.
બીજી બાજુ મુંબઇમાં પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. મુંબઇમાં પેટ્રોલની કિંમતોમાં મંગળવારે 23 પૈસા પ્રતિ લીટર અને ડીઝલની કિમતોમાં 31 પૈસા પ્રતિ લીટરનો વધારો જોવા મળ્યો છે. ત્યાર બાદ મંગળવારે મુંબઇમાં પેટ્રોલના ભાવ 87.73 રૂપિયા પ્રતિ લીટર થયા હતા. જ્યારે ડિઝલના ભાવ 77.68 રૂપિયા પ્રતિ લીટર થયા હતા.
પેટ્રોલ, ડિઝલની કિમતોમાં 4 ઓક્ટોબરે 2.50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકારે એક્સાઇઝ ડ્યુટીમાં 1.50 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો કર્યો હતો. સાર્વજનિક ક્ષેત્રએ પેટ્રોલિયમ વિતરણ કંપનીઓએ પેટ્રોલ અને ડિઝલ પર એક રૂપિયો પ્રતિ લીટરની સબસીડી આપી છે. ભાજપ શાસિત રાજ્યોમાં ભાવો ઘટાડો વધારો થયો હતો, કારણ કે રાજ્યો દ્વારા લેવામાં આવતા ટેક્સમાં ઘટાડો કરાવમાં આવ્યો હતો. એટલે આ રાજ્યોમાં ભાવ પાંચ રૂપિયા ઘટ્યા હતા.
ભાવ વધારાના આગલા દિવસે કિંમતોમાં વઘારો શરૂ થઇ ગયો હતો, જાહેર ક્ષેત્ર પર તેલ કંપનિયોઓ દ્વારા જાહેર કરવામાં આવેલી કિંમતો અનુંસાર પેટ્રોલના ભાવમાં શનિવારે 18 પૈસાનો તથા રવિવરે(7 ઓક્ટોબર) 14 પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો હતો. કિંમતોમાં આવેલા ઘટાડા બાદ દિલ્હીમાં પેટ્રોલ 81.50 રૂપિયા પ્રતિ લીટર થયો હતો. જે રવિવારે 81.82 રૂપિયા પર પહોચ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે