સતત પાંચમા દિવસે પેટ્રોલમાં રાહત, ત્રણ દિવસ બાદ ડીઝલ પણ થયું સસ્તું

સતત પાંચમા દિવસે પેટ્રોલના ભાવમાં રાહત મળી છે. ત્રણ દિવસ સુધી ભાવ સ્થિર રહ્યા બાદ આજે ડીઝલ પણ સસ્તુ થયું છે. પેટ્રોલ 15 પૈસા અને ડીઝલ 11 પૈસા સુધી સસ્તુ થયું છે. ગત પાંચ દિવસમાં પેટ્રોલ 45 પૈસા સુધી સસ્તુ થયું છે. તમને જણાવી દઇએ કે 1 જુલાઇના રોજ દિલ્હીમાં પેટ્રોલની કિંમત 70.44 રૂપિયા અને ડીઝલની કિંમત 64.27 રૂપિયા પ્રતિ લીટર હતી. પાંચ જુલાઇના રોજ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટી અને સેસ લગાવવામાં આવ્યો હતો. 
સતત પાંચમા દિવસે પેટ્રોલમાં રાહત, ત્રણ દિવસ બાદ ડીઝલ પણ થયું સસ્તું

નવી દિલ્હી: સતત પાંચમા દિવસે પેટ્રોલના ભાવમાં રાહત મળી છે. ત્રણ દિવસ સુધી ભાવ સ્થિર રહ્યા બાદ આજે ડીઝલ પણ સસ્તુ થયું છે. પેટ્રોલ 15 પૈસા અને ડીઝલ 11 પૈસા સુધી સસ્તુ થયું છે. ગત પાંચ દિવસમાં પેટ્રોલ 45 પૈસા સુધી સસ્તુ થયું છે. તમને જણાવી દઇએ કે 1 જુલાઇના રોજ દિલ્હીમાં પેટ્રોલની કિંમત 70.44 રૂપિયા અને ડીઝલની કિંમત 64.27 રૂપિયા પ્રતિ લીટર હતી. પાંચ જુલાઇના રોજ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટી અને સેસ લગાવવામાં આવ્યો હતો. 

અઠવાડિયાના પહેલા દિવસે સોમવારે દિલ્હીમાં એક લીટર પેટ્રોલની કિંમત 72.99 રૂપિયા અને ડીઝલની કિંમત 66.07 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઇમાં એક લીટર પેટ્રોલ 78.61 રૂપિયા અને ડીઝલ 69.25, કલકત્તામાં પેટ્રોલ 75.63 રૂપિયા અને ડીઝલ 68.22 રૂપિયા, ચેન્નઇમાં પેટ્રોલ 75.80 રૂપિયા અને ડીઝલ 69.78 રૂપિયા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news