ખુશખબરી: 2 રૂપિયા સસ્તુ થયું પેટ્રોલ, ડીઝલમાં દોઢ રૂપિયાનો ઘટાડો

આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં આવી રહેલા ઘટાડાની અસર સ્થાનિક બજારમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ પર જોવા મળી રહી છે. સતત 14મા દિવસે પેટ્રોલના ભાવામં 15 પૈસા અને ડીઝલના ભાવમાં 10 પૈસાનો ઘટાડો થયો છે. કર્ણાટકની ચૂંટણીને પુરી થયાના બાદ 14 દિવસમાં પેટ્રોલ 2 રૂપિયા અને ડીઝલ 1 રૂપિયો 50 પૈસા સસ્તુ થયું છે. દિલ્હીમાં પેટ્રોલના ભાવ ઘટીને 76 રૂપિયા 43 પૈસા અને ડીઝલ 67 રૂપિયા 85 પૈસાના સ્તર પર પહોંચી ગયા છે. સતત 14 દિવસથી થઇ રહેલા ઘટાડા છતાં પણ મુંબઇમાં પેટ્રોલના ભાવ સૌથી વધુ છે. મુંબઇમાં મંગળવારે પેટ્રોલના 84.26 રૂપિયા અને ડીઝલ 72.24 રૂપિયા પ્રતિ લીટર વેચાઇ રહ્યું છે.
ખુશખબરી: 2 રૂપિયા સસ્તુ થયું પેટ્રોલ, ડીઝલમાં દોઢ રૂપિયાનો ઘટાડો

નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં આવી રહેલા ઘટાડાની અસર સ્થાનિક બજારમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ પર જોવા મળી રહી છે. સતત 14મા દિવસે પેટ્રોલના ભાવામં 15 પૈસા અને ડીઝલના ભાવમાં 10 પૈસાનો ઘટાડો થયો છે. કર્ણાટકની ચૂંટણીને પુરી થયાના બાદ 14 દિવસમાં પેટ્રોલ 2 રૂપિયા અને ડીઝલ 1 રૂપિયો 50 પૈસા સસ્તુ થયું છે. દિલ્હીમાં પેટ્રોલના ભાવ ઘટીને 76 રૂપિયા 43 પૈસા અને ડીઝલ 67 રૂપિયા 85 પૈસાના સ્તર પર પહોંચી ગયા છે. સતત 14 દિવસથી થઇ રહેલા ઘટાડા છતાં પણ મુંબઇમાં પેટ્રોલના ભાવ સૌથી વધુ છે. મુંબઇમાં મંગળવારે પેટ્રોલના 84.26 રૂપિયા અને ડીઝલ 72.24 રૂપિયા પ્રતિ લીટર વેચાઇ રહ્યું છે.

9 જૂનના રોજ મોટો ઘટાડો
ગત 14 દિવસમાં શનિવાર એટલે કે 9 જૂના રોજ ડીઝલ અને પેટ્રોલના ભાવમાં સૌથી મોટો ઘટાડો કરવામાં આવ્યો. આ દિવસે એક લીટર ડીઝલના ભાવમાં 32 પૈસા અને પેટ્રોલમાં 42 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો. આ 14 દિવસનો સૌથી મોટો ઘટાડો છે. તમને જણાવી દઇએ કે ગત એક મહિનામાં ઓઇલ કંપનીઓએ પેટ્રોલ પર 4 રૂપિયા અને ડીઝલના ભાવ પર લગભગ 3.50 રૂપિયાનો વધારો કર્યો હતો. કર્ણાટકની ચૂંટણી દરમિયાન પેટ્રોલ-ડીઝલના ભાવ હોલ્ડ પર રાખવામાં આવ્યા હતા, ત્યારબાદ સતત ભાવમાં ઝડપથી વધારો જોવા મળ્યો. ગત કેટલાક મહિનામાં ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડના ભાવમાં આવેલા ઘટાડાની અસર સ્થાનિક બજારમાં પણ જોવા મળી રહી છે. 

ભાવમાં થશે વધુ ઘટાડો
આગળ પણ ક્રૂડના ભાવમાં ઘટાડો યથાવત રહેવાની સંભાવના છે. જોકે 22 જૂનના રોજ ઓપેક દેશોની બેઠક યોજાવવાની છે, જેમાં પ્રોડક્શન વધારવા અથવા ઘટાડવાને લઇને નિર્ણય થશે. સીનિયર એનાલિસ્ટ અરૂણ કેજરીવાલનું માનવું છે કે 22 જૂન સુધી ક્રૂડમાં વધુ તેજીના અણસાર છે. તો બીજી તરફ પ્રોડક્શન વધારવાના નિર્ણય લે છે તેનો ફાયદો સ્થાનિક બજારમાં જોવા મળશે. આ ઉપરાંત સરકાર પણ પેટ્રોલ-ડીઝલના પર આમ આદમીને રાહત આપવા માટે સ્થાયી સમાધાન શોધી રહી છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news