શું દેશભરમાં એકસમાન થશે પેટ્રોલ-ડીઝલની કિંમત? લોકસભામાં સરકારે આપ્યો જવાબ
શું સરકાર દેશમાં પેટ્રોલ તથા ડીઝલની કિંમતોને એકસમાન બનાવી રાખવા માટે કોઈ યોજના તૈયાર કરી રહી છે?
Trending Photos
નવી દિલ્હીઃ petrol, diesel prices News: સરકારે સોમવારે કહ્યું કે, દેશભરમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોને એક સમાન બનાવી રાખવા માટે કોઈ યોજના વિચારણામાં નથી અને અત્યાર સુધી જીએસટી કાઉન્સિલે તેલ અને ગેસને જીએસટીમાં સામેલ કરવાની કોઈ ભલામણ કરી નથી.
લોકસભામાં ઉદય પ્રતાપ સિંહ અને રોડમલ નાગરના પ્રશ્નના લેખિત જવાબમાં પેટ્રોલિયમ તથા પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ આ જાણકારી આપી છે. સાંસદ દ્વારા પૂછવામાં આવ્યુ હતુ કે શું સરકારે દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોને એક સમાન બનાવી રાખવાની કોઈ યોજના તૈયાર કરી છે.
આ પણ વાંચોઃ Gold Price Today: સોના-ચાંદીના ભાવમાં આજે ફેરફાર, આટલા રૂપિયામાં મળી રહ્યું છે 22 કેરેટ ગોલ્ડ
તેના પર કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યુ, આવી કોઈ યોજના સરકારની સામે વિચારાધીન નથી. તેમણે કહ્યું કે પેટ્રોલ અને ડીઝલનું મૂલ્ય, વેટ, સ્થાનીક વસૂલાત જેવા ઘટકોને કારણે વિભિન્ન બજારોમાં અલગ-અલગ હોય છે.
એક અન્ય પૂરક પ્રશ્નના ઉત્તરમાં કેન્દ્રીય મંત્રીએ કહ્યુ કે, વર્ષ 2010થી યૂપીએ સરકારના સમયથી પેટ્રોલિયમ પદાર્થીની કિંમતો આંતરરાષ્ટ્રીય બજારની કિંમતોના આધાર પર નક્કી થાય છે. તેમણે કહ્યું કે, કેન્દ્રીય ઉત્પાદન શુલ્કના રૂપમાં 32 રૂપિયા લેવામાં આવે છે અને તેનો ઉપયોગ 80 કરોડ લોકોને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ સહાયતા આપવા સિવાય લોકોના રસીકરણ, એમએસપી આપવા અને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ વગેરેમાં કરવામાં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે