અમદાવાદમાં દિલધડક લૂંટ બાદની રસાકસીના દ્રશ્યો, 2 કરોડની દિલધડક લૂંટના વીડિયો જોઇ ચોંકી ઉઠશો
હવે ધીરે ધીરે ક્રાઇમકેપિટલ બની રહ્યું હોય તેવી સ્થિતિનું સર્જન થઇ રહ્યું છે. અમદાવાદમાં પણ સુરતની જેમ રોજિંદી રીતે હત્યા, બળાત્કાર, ચોરી અને લૂંટની ઘટનાઓ ઘટે છે. અમદાવાદમાં ધનાઢ્ય ગણાતા વસ્ત્રાપુરમાં ધોળા દિવસે લૂંટની ઘટના બની હતી. વસ્ત્રાપુરમાં આંગડીયા પેઢીના કર્મચારીને લૂંટવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. 2 કરોડ રૂપિયા લઇને આવેલા આંગડીયા પેઢીના કર્મચારીની આંખમા મરચા નાખીને લૂંટવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
Trending Photos
મૌલિક ધામેચા/અમદાવાદ : હવે ધીરે ધીરે ક્રાઇમકેપિટલ બની રહ્યું હોય તેવી સ્થિતિનું સર્જન થઇ રહ્યું છે. અમદાવાદમાં પણ સુરતની જેમ રોજિંદી રીતે હત્યા, બળાત્કાર, ચોરી અને લૂંટની ઘટનાઓ ઘટે છે. અમદાવાદમાં ધનાઢ્ય ગણાતા વસ્ત્રાપુરમાં ધોળા દિવસે લૂંટની ઘટના બની હતી. વસ્ત્રાપુરમાં આંગડીયા પેઢીના કર્મચારીને લૂંટવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. 2 કરોડ રૂપિયા લઇને આવેલા આંગડીયા પેઢીના કર્મચારીની આંખમા મરચા નાખીને લૂંટવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આંગડીયા પેઢીની ગાડી 2 કરોડ રૂપિયા લઇને વસ્ત્રાપુર લેક નજીક પહોંચી હતી ત્યારે એક એક્ટિવા ચાલક દ્વારા આ ગાડીને લૂંટવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આંગડીયા પેઢીનો કર્મચારી ગાડીમાંથી ઉતરી રહ્યો હતો ત્યારે પાછળથી આવેલો એક શખ્સ થેલો લઇને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જો કે આંગડીયા કર્મચારીએ બુમાબુમ કરીને લૂંટારાની એક્ટિવા પકડી લીધી હતી. જેથી લૂંટારા દ્વારા તેની આંખમાં મરચા નાખીને ભાગી છુટ્યો હતો. જો કે બુમાબુમ થતા આસપાસનાં લોકો સતર્ક થયા હતા.
Ahmedabad: આંખમાં મરચાની ભૂકી નાખી કરોડોની લૂંટ કરનાર લુંટારૂને પોલીસે કેવી રીતે પકડ્યો, જુઓ#Gujarat #Ahmedabad #ZEE24Kalak
Watch LIVE : https://t.co/uZaTuPKcj8 pic.twitter.com/XAfSXtaKqP
— Zee 24 Kalak (@Zee24Kalak) July 26, 2021
CCTV દ્રશ્યોમાં વસ્ત્રાપુરની દિલધડક લૂંટ કેદ થઈ હતી. જેમાં એક્ટિવા પર બુકાની બાંધી ને આવેલો લૂંટારો આંગડિયા પેઢીના કર્મચારીની આંખમાં મરચું નાખીને પૈસા ભેરલી બેગની લૂંટ કરીને ફરાર થઈ રહ્યો છે, પરંતુ બહાદુર કર્મચારીએ તેની એક્ટિવા પાછળથી પકડી લીધી હતી. આ દરમ્યાન અન્ય વેપારીઓ અને પોલીસ પહોંચી જતા લૂંટારું પોલીસે પકડી લીધો હતો. ઘટનાની વાત કરીએ તો સી જી રોડ પર આવેલી મહેન્દ્ર સોમાભાઈ આંગડિયા પેઢીનો કર્મચારી સુનિલ ચૌહાણ IDBI બેન્કમાં પૈસા ઉપાડીને નીકળી રહ્યો હતો. કર્મચારીએ પૈસા ગાડીમાં મુક્યાં અને ફોન પર વાત કરી રહ્યો હતો ત્યારે આંખમાં મરચું નાખીને રૂ 2 કરોડની બેગની લૂંટનો પ્રયાસ કર્યો હતો.
Vadodara માં રેગિંગની ઘટના: મેડિકલ સ્ટુડન્ટને જાહેરમાં કરાવી 100 ઉઠક-બેઠક, કોલેજના સત્તાધીશો દોડતા થયા
2 કરોડની લૂંટના પ્રયાસ માં ઝડપાયેલ આરોપી છે અંકુર સોની છે. 25 વર્ષનો અંકુર ચંદલોડિયાનો રહેવાસી છે. આ આરોપી સી જી રોડની આંગડિયા પેઢીમાં આવતો જતો હતો. જેથી બપોરે 3.30 વાગે કર્મચારી સુનિલ ચૌહાણ આંગડિયા પેઢીથી idbi બેંકમાં પૈસા ઉપડવા નીકળ્યા. ત્યારે અંકુર એક્ટિવા લઈને ત્યાં પહોંચ્યો. આંખમાં મરચું નાખીને 2 કરોડની લૂંટ કરી હતી. અંકુરને ખબર હતી કે મહેન્દ્ર સોમાભાઈ આંગડિયા પેઢીના કર્મચારી કરોડો રુપિયા બેન્કમાં ભરવા અને ઉપડવા જતા હોય છે. જેથી આરોપીએ પીછો કરીને લૂંટને અજામ આપ્યો. પરતું લૂંટ કરીને ભાગે તે પહેલાં જ ઝડપાઇ ગયો. વસ્ત્રાપુરમાં દિન દહાડે લૂંટની ઘટનાએ ફરી કાયદા વ્યવસ્થાને લઈને સવાલ ઉઠાવ્યો છે. ગુનેગારોમાં હવે પોલીસનો ડર નથી રહ્યો તે આ ઘટના પરથી સાબિત થાય છે. પરંતુ આંગડિયા પેઢી ના કર્મચારીની બહાદુરીએ કરોડોની લૂંટને નિષફળ બનાવી હતી. હાલમાં વસ્ત્રાપુર પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે