મોંઘવારીનો માર: 17મા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો, જાણો શું છે આજનો ભાવ
જાણકારોનું કહેવું છે કે ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ગત 17 દિવસમાં પેટ્રોલની કિંમતમાં લગભગ 8.50 રૂપિયાનો વધારો કર્યો છે. તો બીજી તરફ ડીઝલ ગત 17 દિવસમાં 9.77 રૂપિયા મોંઘું થયું છે.
Trending Photos
નવી દિલ્હી: સામાન્ય જનતાને મોંઘવારીથી થોડી રાહત મળવાની આશા જોવા મળી રહી છે. પહેલીવાર જ્યારે માર્કેટિંગ કંપનીઓએ દરરોજ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. આજે ફરી એકવાર ઓઇલ માર્કેટિંગ કંપની (HPCL, BPCL, IOC)એ ભાવમાં વધારો કર્યો છે.
પેટ્રોલની કિંમતમાં 0.20 રૂપિયાનો વધારો કર્યો છે જ્યારે ડીઝલની કિંમતમાં 0.55 રૂપિયાનો વધારો કર્યો છે. રાજધાની દિલ્હીમાં પેટ્રોલનો ભાવ (Petrol Rate) વધીને 79.76 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયો હતો. ડીઝલના ભાવમાં (Diesel Rate) પણ વધારો કરવામાં આવ્યો છે. ડીઝલના ભાવ 79.40 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે જ્યાં એક તરફ ગત 15 દિવસથી ક્રૂડ ઓઇલની કિંમત 35-40 ડોલર પ્રતિ બેરલ વચ્ચે છે. તો બીજી તરફ દેશમાં પેટ્રોલ-ડીઝલની કિંમતો સતત વધતી જોવા મળી રહી છે.
17 દિવસમાં 8.50 રૂપિયા મોંઘું થયું પેટ્રોલ
જાણકારોનું કહેવું છે કે ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ગત 17 દિવસમાં પેટ્રોલની કિંમતમાં લગભગ 8.50 રૂપિયાનો વધારો કર્યો છે. તો બીજી તરફ ડીઝલ ગત 17 દિવસમાં 9.77 રૂપિયા મોંઘું થયું છે.
દરરોજ 6 વાગે બદલાય છે ભાવ
તમને જણાવી દઇએ કે દરરોજ સવારે છ વાગે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે છ વાગ્યાથી નવા ભાવ લાગૂ થાય છે. પેટ્રોલ તથા ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી ડીલર કમીશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા બાદ તેનો ભાવ લગભગ બમણો થઇ જાય છે.
આ પ્રકારે જાણી શકો છો આજનો તાજા ભાવ
પેટ્રોલ-ડીઝલનો દરરોજનો ભાવ તમે SMS દ્વારા પણ જાણી શકો છો (How to check diesel petrol price daily). ઇન્ડીયન ઓઇલના કસ્ટમર RSP લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક SP લખીને 9223112222 નંબર પર મોકલી શકે છે. તો બીજી તરફ એચપીસીએલ ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને જાણી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે