પેટ્રોલ-ડીઝલની વધતી જતી કિંમતોથી મળી રાહત, ક્રૂડ ઓઈલે કર્યો 'ખેલ'

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં થયેલા ભારે ઘટાડાથી પેટ્રોલ અને ડીઝલની વધતી જતા ભાવથી લોકોને રાહત મળી છે. ડીઝલ અને પેટ્રોલના ભાવમાં થઇ રહેલા વધારાથી ગુરૂવારે પણ રાહત મળી અને ભાવમાં કોઇ વધારો થયો નહી. જો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવમાં ઘટાડો ચાલુ રહેશે તો આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો જોવા મળી શકે છે. 
પેટ્રોલ-ડીઝલની વધતી જતી કિંમતોથી મળી રાહત, ક્રૂડ ઓઈલે કર્યો 'ખેલ'

નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં થયેલા ભારે ઘટાડાથી પેટ્રોલ અને ડીઝલની વધતી જતા ભાવથી લોકોને રાહત મળી છે. ડીઝલ અને પેટ્રોલના ભાવમાં થઇ રહેલા વધારાથી ગુરૂવારે પણ રાહત મળી અને ભાવમાં કોઇ વધારો થયો નહી. જો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવમાં ઘટાડો ચાલુ રહેશે તો આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો જોવા મળી શકે છે. 

આજે દિલ્હીમાં પેટ્રોલના ભાવ જ્યાં 70 રૂપિયા 63 પૈસા પ્રતિ લીટર, ચેન્નઇમાં 73 રૂપિયા 29 પૈસા પ્રતિ લીટર, મુંબઇમાં 76 રૂપિયા 25 પૈસા પ્રતિ લીટર, જયપુરમાં 71 રૂપિયા 37 પૈસા પ્રતિ લીટર, કલકત્તામાં 72 રૂપિયા 71 પૈસા પ્રતિ લીટર હતી, તો બીજી તરફ દિલ્હીમાં ડીઝલ 64 રૂપિયા 54 પૈસા પ્રતિ લીટર, ચેન્નઇમાં 68 રૂપિયા 14 પૈસા પ્રતિ લીટર, મુંબઇમાં 67 રૂપિયા 55 પૈસા પ્રતિ લીટર, જયપુરમાં 66 રૂપિયા 91 પૈસા પ્રતિ લીટર અને કલકત્તામાં 66 રૂપિયા 30 પૈસા પ્રતિ લીટરના ભાવે વેચાઇ રહ્યું છે. 

ઘટી રહ્યા છે ક્રૂડ ઓઇલના ભાવ, સસ્તું થશે પેટ્રોલ
ગત લગભગ એક મહિનામાં આ ચોથીવાર બન્યું છે જ્યારે ક્રૂડ ઓઈલના ભાવમાં એકસાથે આટલો મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. ઓક્ટોબરમાં ચાર વર્ષના ઉચ્ચતમ સ્તર પર ગયા બાદ ક્રૂડ ઓઇલના ભાવમાં આવેલી લગભગ 40 ટકાનો ઘટાડો નોંધાયો છે. જો સપ્લાઇમાં તેજી અને માંગમાં આ રીતે ઘટાડો ચાલુ રહ્યો તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો જોવા મળી શકે છે. 

બુધવારે પણ કોઇ ફેરફાર નહી
બુધવારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો ન હતો. દિલ્હીમાં પેટ્રોલના ભાવ 70.63 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 64.54 રૂપિયા પ્રતિ લીટર હતો. મુંબઇમાં પેટ્રોલનો ભાવ 76.25 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલન 67.55 રૂપિયા પ્રતિ લીટર હતો. ચેન્નઇમાં પેટ્રોલનો ભાવ 73.29 રૂપિયા પ્રતિ લીટર અને કલકત્તામાં 72.71 રૂપિયા પ્રતિ લીટર હતો.  

તમે પણ ચેક કરી શકો છો તમારા શહેરમાં શું છે ભાવ
તમે પણ તમારા શહેરના પેટ્રોલ-ડીઝલના ભાવ જાણવા માટે iocl.com પર જોઇ શકો છો. અહીં બધા શહેરોના કેટલાક કોડ આપવામાં આવ્યા છે 9224992249 પર મેસેજ કરી શહેરની કિંમત ફોન પર જાણી શકો છો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news