ચૂંટણી પરિણામ પહેલા ફરી સસ્તું થયું પેટ્રોલ ડીઝલ, આ રહ્યાં આજના ભાવ
મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણી પરિણામ આવ્યા પહેલા જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ગુરૂવારે ફરીથી ઘટાડો નોંધાયો છે. તેનાથી એક દિવસ પહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સ્થિરતા જોવા મળી હતી
Trending Photos
નવી દિલ્હી: મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણી પરિણામ આવ્યા પહેલા જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ગુરૂવારે ફરીથી ઘટાડો નોંધાયો છે. તેનાથી એક દિવસ પહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સ્થિરતા જોવા મળી હતી. ગુરૂવાર સવારે પેટ્રોલના ભાવમાં 5 પૈસા અને ડીઝલના ભાવમાં પણ 5 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો નોંધાયો છે. ગુરૂવાર સવારે દિલ્હીમાં પેટ્રોલના ભાવ ઘટીને 73.7 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયું છે. ત્યારે ડીઝલ પણ 66.06 રૂપિયા પ્રતિ લીટરના સ્તરે પહોંચી ગયું છે.
ગુરૂવાર સવારે કોલકાતા, મુંબઇ અને ચેન્નાઇમાં પેટ્રોલના ભાગ ક્રમશ: 75.82 રૂપિયા, 78.78 રૂપિયા અને 76.00 રૂપિયાના સ્તર પર પહોંચી ગયું છે. તો બીજી તરફ ડીઝલના ભાવ પણ ક્રમશ: 68.42 રૂપિયા, 69.24 રૂપિયા અને 69.78 રૂપિયાના સ્તર પર જોવા મળી રહ્યાં છે. નિષ્ણાતોનું કહેવું છે કે, ક્રૂડ ઓઇલના ભાવમાં સ્થિરતાનો માહોલ આગળ પણ જોવા મળશે. ઓક્ટોબરની શરૂઆતથી અતત્યાર સુધી પેટ્રોલના ભાવમાં 1.50 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો નોંધાયો છે. તો બીજી તરફ ડીઝલમાં પણ 1.25 રૂપિયા પ્રતિ લીટરથી વધારે ઘટાડો નોંધાયો છે.
સાઉદી અરામકો પર હુમલા પછી થોડા દિવસોમાં પેટ્રોલના ભાવમાં લીટર દીઠ આશરે અઢી રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. તે જ સમયે, ડીઝલ પણ દોઢ રૂપિયા કરતા વધુ મોંઘું થઈ ગયું છે. હવે ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થયા પછી સ્થાનિક બજારમાં પણ ભાવ ઘટવા લાગ્યા છે. ગુરુવારે સવારે બ્રેન્ટ ક્રૂડ 60.81 ડોલર પ્રતિ બેરલ અને ડબ્લ્યુટીઆઈ ક્રૂડ 55.50 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું હતું.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે