બિહારમાં મેઘ તાંડવ, 3 દિવસમાં 400 મિમિ. વરસાદ, અત્યાર સુધી 40 લોકોના મોત

બિહારના લગભગ 15 જિલ્લાઓમાં છેલ્લા ચાર દિવસથી મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે. દરેક જગ્યાએ પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. છેલ્લા 3 દિવસોમાં બિહારમાં 400 મિમિ વરસાદ વરસી ગયો છે.

બિહારમાં મેઘ તાંડવ, 3 દિવસમાં 400 મિમિ. વરસાદ, અત્યાર સુધી 40 લોકોના મોત

પટણા: બિહારના લગભગ 15 જિલ્લાઓમાં છેલ્લા ચાર દિવસથી મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે. દરેક જગ્યાએ પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. છેલ્લા 3 દિવસોમાં બિહારમાં 400 મિમિ વરસાદ વરસી ગયો છે. આગામી 24 કલાકમાં 6 જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે. હવામાન ખાતાનું અનુમાન છે કે પૂર્ણિયા, અરરિયા, કિશનગંજ, ભાગલપુર, અને બાંકામાં વરસાદ વરસશે. આજથી બે હેલિકોપ્ટર સતત રાહત સામગ્રીનું વિતરણ કરશે. 

— ANI (@ANI) October 1, 2019

મુખ્યમંત્રીએ તમામ મંત્રીઓ, સચિવને પોતાના પ્રભારના જિલ્લાઓમાં 3 દિવસ સુધી કેમ્પના નિર્દેશ આપ્યા છે. આ બાજુ પટણામાં રાજેન્દ્ર નગર, કંકરબાગ, ભૂતનાથ  રોડ, કાંટી ફેક્ટરી રોડ, મલાહી પકડી, એક કે પુરીમાં મોટાપાયે પાણી ભરાયા છે. જ્યારે કટિહારમાં મહેશપુર કોશી તટબંધ તૂટ્યો છે. કોસી નદીના જળસ્તરમાં થયેલા વધારાના કારણએ બંધ તૂટ્યો છે. લગભગ 7 હજારની વસ્તી પ્રભાવિત થઈ છે. લોકોમાં અફરાતફરી મચી છે. 

વરસાદના કારણે લગભગ બે ડઝન જિલ્લાઓ પ્રભાવિત થયા છે. શિવહર, સિતામઢી, મુઝફ્ફરપુર, પૂર્વ ચંપારણ, પશ્ચિમ ચંપારણ, દરભંગા, મધુબની, સમસ્તીપુર, બેગુસરાય, ખગડિયા, મુંગેર, ભાગલપુર, કટિહાર, પૂર્ણિયા, અરરિયા, કિશનગંજ. સુપૌલ, મધેપુરા, વૈશાલી, સારણ, સીવાન અને ગોપાલગંજમાં પૂરની સ્થિતિ છે. 

જુઓ LIVE TV

બિહારમાં અત્યાર સુધી 40 લોકોના મોત અને 9 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. બિહારમાં 95 પ્રખંડ, 464 પંચાયત, 758 ગામ, 16,56607 લોકો પ્રભાવિત થયા છે. પ્રભાવિત થયેલા લોકો માટે 17 રાહત શિબિર, 226 કોમ્યુનિટી રસોડા બનાવવામાં આવ્યાં છે. 35 નૌકા, 18 એનડીઆરએફ-એસડીઆરએફની ટીમો રાહત માટે લાગી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news