સતત ચોથા દિવસે ડીઝલ થયું સસ્તુ, પેટ્રોલના ભાવમાં પણ થયો ઘટાડો

અઠવાડિયાના અંતિમ દિવસે પેટ્રોલ અને ડીઝલ બંને સસ્તુ થયું છે. આ સતત ચોથો દિવસ છે જ્યારે ડીઝલના ભાવમાં ઘટાડો થયો છે. શનિવારે કોઇ ફેરફાર થતો ન હતો ત્યારબાદ રવિવારે 10 પૈસા પ્રતિ લીટર સુધી સસ્તું થયું છે. તો બીજી તરફ ડીઝલના ભાવમાં 15 પૈસા પ્રતિ લીટર સુધી ઘટાડો આવ્યો છે.
સતત ચોથા દિવસે ડીઝલ થયું સસ્તુ, પેટ્રોલના ભાવમાં પણ થયો ઘટાડો

નવી દિલ્હી: અઠવાડિયાના અંતિમ દિવસે પેટ્રોલ અને ડીઝલ બંને સસ્તુ થયું છે. આ સતત ચોથો દિવસ છે જ્યારે ડીઝલના ભાવમાં ઘટાડો થયો છે. શનિવારે કોઇ ફેરફાર થતો ન હતો ત્યારબાદ રવિવારે 10 પૈસા પ્રતિ લીટર સુધી સસ્તું થયું છે. તો બીજી તરફ ડીઝલના ભાવમાં 15 પૈસા પ્રતિ લીટર સુધી ઘટાડો આવ્યો છે.

રવિવારે દિલ્હીમાં એક લીટર પેટ્રોલની કિંમત 71.99 રૂપિયા ડીઝલ 65.49 રૂપિયા છે. મુંબઇમાં પેટ્રોલ 77.65 રૂપિયા અને ડીઝલ 68.66 રૂપિયા, કલકત્તામાં પેટ્રોલ 74.69 રૂપિયા અને ડીઝલ 67.87 રૂપિયા, ચેન્નઇમાં પેટ્રોલ 74.78 રૂપિયા અને ડીઝલ 69.19 રૂપિયા, નોઇડામાં પેટ્રોલ 71.56 રૂપિયા અને ડીઝલ 64.74 રૂપિયા અને ગુરૂગ્રામમાં પેટ્રોલ 72.11 રૂપિયા અને ડીઝલ 64.86 રૂપિયા પ્રતિ લીટર છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news