Paytm Money: UPI દ્રારા કરી શકશો 5 લાખ સુધીની બિડ, નવા રોકાણકારો ખોલી શકશે ફ્રીમાં ડિમેટ એકાઉન્ટ

છેલ્લા એક વર્ષમાં આ પ્લેટફોર્મ ઉપર 16.2 મિલિયન મ્યુચ્યુઅલ ફંડના વ્યવહારો થયા છે અને 31 મિલિયનથી વધુ ઈક્વિટીના ઓર્ડર મળ્યા છે. આ પ્લેટફોર્મની ગણના એનપીએસની ફીનટેક એપ્પ ઉપર 1 લાખ કરતાં વધુ રજીસ્ટર્ડ યુઝર્સ ધરાવતા ટોચના ત્રણ ડીજીટલ ડિસ્ટ્રીબ્યુટરોમાં થાય છે.

Paytm Money: UPI દ્રારા કરી શકશો 5 લાખ સુધીની બિડ, નવા રોકાણકારો ખોલી શકશે ફ્રીમાં ડિમેટ એકાઉન્ટ

બ્રાન્ડ પેટીએમની માલિકી ધરાવતી ભારતની અગ્રણી ડિજીટલ પેમેન્ટસ અને ફાયનાન્સિયલ સર્વિસીસ કંપની વન97 કોમ્યુનિકેશન્સ લિમિટેડે (ઓસીએલ) આજે તેની સંપૂર્ણ માલિકીની પેટા કંપની પેટીએમ મની લિમિટેડ (પીએમએલ) મારફતે જાહેરાત કરી છે કે ગુજરાતના હાઈ નેટવર્થ ઈન્ડીવિજ્યુઅલ (એચએનઆઈ) ઈનિશ્યલ પબ્લિક ઓફરમાં રૂ.5 લાખ સુધીના ઉંચા બીલ ભરવાની સગવડ પૂરી પાડશે. આ પ્લેટફોર્મ ઓર્ગેનિકલી વિકસી રહ્યું છે અને તે દેશમાં સૌથી ઓછી કિંમતો ધરાવે છે, કારણ કે તે ઈન્ટ્રાડે ટ્રેડમાં રૂ.10 અને એફએન્ડઓ ઓર્ડર્સમાં જીરો ફ્રી ડિલીવરી ચાર્જ કરે છે.

નવા રિટેઈલ ઈન્વેસ્ટરો પોતાની સંપત્તિના મેનેજમેન્ટની મજલ ચાલુ કરી શકે તે માટે પેટીએમ મની તમામને લાઈફ ટાઈમ ફ્રી ડિમેટ એકાઉન્ટ ઓફર કરી રહી છે. પેટીએમ મની એલઆઈસીના આઈપીઓ માટે  પ્રિ-ઓપન આઈપીઓ એપ્લિકશન માટે આ સગવડ ઓફર કરતી પ્રથમ કંપની છે.

પેટીએમ મનીના સીઈઓ, વરૂણ શ્રીધર જણાવે છે કે  “અમે વેલ્થ મેનેજમેન્ટની સુપર એપ્પ છીએ કે જે રોકાણકારોને રોકાણ કરવા માટેની શક્તિ પૂરી પાડે છે. એચએનઆઈ ઈન્વેસ્ટર કેટેગરીના ઉમેરાથી ગુજરાતના રિટેઈલ ઈન્વેસ્ટર એનપીસીપી યુપીઆઈ મારફતે સરળ રીતે ઉંચા આઈપીઓ બીડઝ  ભરી શકશે. આ નવી સર્વિસ ભારતીય રોકાણકારોમાં હાઈ વેલ્યુ આઈપીઓની વધતી જતી ભૂખના સંદર્ભમાં રજૂ કરવામાં આવી છે અને તે જેની ખૂબ પ્રતિક્ષા થઈ રહી હતી તે એલઆઈસીના આઈપીઓની પહેલાં જ આવી પહોંચી છે.”

તેમણે વધુમાં જણાવ્યું કે “અમને ખૂબ જ ટૂંકાગાળામાં આ પ્લેટફોર્મમાં ઓર્ગેનિકલી ભારે વૃધ્ધિ જોવા મળી છે. અમારો ઉદ્દેશ નવા રોકાણકારોને તેમની વેલ્થ મેનેજમેન્ટની મજલમાં એલઆઈસીના આઈપીઓ પહેલાં સહાય કરવાનો છે અને અમે લાઈફટાઈમ ફ્રી એકાઉન્ટ પણ ઓફર કરી રહ્યા છીએ.”

આ પ્લેટફોર્મ ઓર્ગેનિકલી ભારે વૃધ્ધિ હાંસલ કરી રહ્યું છે અને 8.5 લાખ કરતાં વધુ ટ્રેડીંગ એકાઉન્ટસની સાથે સાથે 9 મિલિયન રજીસ્ટર્ડ ડાયરેક્ટ મ્યુચ્યુઅલ ફંડ ઈન્વેસ્ટર્સ નોંધાયા છે. આ પ્લેટફોર્મ ઉપર 75 ટકાથી વધુ યુઝર્સ 35 વર્ષ કરતાં ઓછી ઉંમરના છે. પેટીએમ મની કુલ 11,000 કરોડની એયુએમ ધરાવે છે, જેમાં સરેરાશ દૈનિક ટર્નઓવર રૂ.70,000 કરોડનું છે. 

છેલ્લા એક વર્ષમાં આ પ્લેટફોર્મ ઉપર 16.2 મિલિયન મ્યુચ્યુઅલ ફંડના વ્યવહારો થયા છે અને 31 મિલિયનથી વધુ ઈક્વિટીના ઓર્ડર મળ્યા છે. આ પ્લેટફોર્મની ગણના એનપીએસની ફીનટેક એપ્પ ઉપર 1 લાખ કરતાં વધુ રજીસ્ટર્ડ યુઝર્સ ધરાવતા ટોચના ત્રણ ડીજીટલ ડિસ્ટ્રીબ્યુટરોમાં થાય છે. પેટીએમ વેલ્થ કોમ્યુનિટી 1.3 લાખ જેટલા અનોખા યુઝર્સ ધરાવે છે અને કંપની 390 લાઈવ ઈવેન્ટ યોજી ચૂકી છે, જેમાં 3,000 કલાક કરતાં વધુ કન્ટેન્ટ જોવામાં આવ્યું છે. આ પ્લેટફોર્મ પર છેલ્લા થોડાંક વર્ષોમાં અત્યંત લોકપ્રિય આઈપીઓમાં ઝોમેટો, ગ્લેનમાર્ક, લાઈફ સાયન્સિસ, પેટીએમ વગેરેનો સમાવેશ થયો છે, જ્યારે યુઝર્સ દ્વારા ખરીદાયેલા સ્ટોક્સમાં ટાટા મોટર્સ, ટાટા પાવર અને આઈટીસીનો સમાવેશ થાય છે.

પેટીએમ મની મારફતે એલઆઈસીના આઈપીઓમાં અરજી કરવા માટેનાસ્ટેપ્સ:
- પેટીએમ મનીના હોમ સ્ક્રીન ઉપર આઈપીઓ સેક્શનમાં જાવ
- અગ્રતા મુજબ ઈન્વેસ્ટરનો પ્રકાર પસંદ કરો, જે રોકાણકારો રૂ.5 લાખ સુધીના બીડ ભરવા માંગતા હોય તે એચએનઆઈ  કેટેગરી પસંદ કરી શકે છે. એચએનઆઈ ઈન્વેસ્ટર ટાઈપમાં સબસ્ક્રીપ્શનની સંખ્યાને આધારે આ કેટેગરીના આઈપીઓમાં પ્રમાણસર એલોટમેન્ટ કરવામાં આવશે.
- જો તમે પોલિસીધારક હો તો, આઈપીઓ ડિટેઈલના પેજ ઉપર ‘ઈન્વેસ્ટર ટાઈપ’ માં પોલિસી હોલ્ડર  પસંદ કરો. વધુમાં તમારો પાન એલઆઈસી પોલિસી સાથે લિંક થયેલો હોવો જોઈએ અને આ પાન પેટીએમ મની સાથે જોડાયેલા ડિમેટ એકાઉન્ટમાં એક સરખો હોવો જોઈએ. જો તમે આ માપદંડને અનુસરશો તો તમે પોલિસી હોલ્ડરનો વિકલ્પ પસંદ કરી શકશો.
- આઈપીઓમાં એલઆઈસી આઈપીઓ ઓપ્શન ‘કરન્ટ અને અપકમીંગ’ ટેબ હેઠળ ઉપલબ્ધ છે.
- એક વખત તમે ઓપ્શન પર ક્લિક કરશો કે તુરત જ ‘એપ્લાય નાઉ’ બટન જોઈ શકશો, જે તમને બીડ પેજ ઉપર લઈ જશે. ત્યાં તમે તમારી અરજીમાં ભાવ અને જથ્થો જણાવી શકશો.
- ‘એડ યુપીઆઈ ડિટેઈલ્સ’ સેક્શનમાં તમે તમારૂં યુપીઆઈ આઈડી અપડેટ કરીને ‘એપ્લાય’  ઉપર ક્લિક કરી શકશો.
- એક વખતે એલોટમેન્ટ થઈ જાય એટલે તમને તમારા એલોટમેન્ટના દરજ્જા અંગે જાણ કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news