જો તમારી પાસે પણ છે આ ડેબિટ અને ક્રેડિટ કાર્ડ તો આજે જ બદલી દો, આવતીકાલથી થઇ જશે બંધ

જો તમારી પાસે મેગ્નેટિક સ્ટ્રિપવાળું જૂનું ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ છે તો તમે આજે જ બદલી દો. આવતીકાલ એટલે કે 1 જાન્યુઆરી 2019થી આ કામ કરવાનું બંધ કરી દેશે. મેગ્નેટિક સ્ટ્રિપ (મેગ્નેટિક સ્ટ્રિપ એટલે કે કાળી પટ્ટી)વાળા કાર્ડ વડે તમારો બેંક ડેટા ચોરી થવાનો ખતરો હોય છે. 

જો તમારી પાસે પણ છે આ ડેબિટ અને ક્રેડિટ કાર્ડ તો આજે જ બદલી દો, આવતીકાલથી થઇ જશે બંધ

નવી દિલ્હી: જો તમારી પાસે મેગ્નેટિક સ્ટ્રિપવાળું જૂનું ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ છે તો તમે આજે જ બદલી દો. આવતીકાલ એટલે કે 1 જાન્યુઆરી 2019થી આ કામ કરવાનું બંધ કરી દેશે. મેગ્નેટિક સ્ટ્રિપ (મેગ્નેટિક સ્ટ્રિપ એટલે કે કાળી પટ્ટી)વાળા કાર્ડ વડે તમારો બેંક ડેટા ચોરી થવાનો ખતરો હોય છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા મેગ્નેટિક સ્ટ્રિપ કાર્ડ્સને ઇએમવી (યૂરોપ, માસ્ટરકાર્ડ અને વીઝા)વાળા ચિપ કાર્ડથી બદલવા માટે 31 ડિસેમ્બર, 2018 સુધી દિશા-નિર્દેશ આપ્યા છે. આરબીઆઇનું માનવું છે કે નવા ઇવીએમ કાર્ડથી ફ્રોડ થવાનો ખતરો ખૂબ ઓછો થઇ જશે. તેને લઇને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ પણ ટ્વિટ કર્યું છે કે 31 ડિસેમ્બર પહેલાં તમે તમારા આવા કાર્ડને પણ બદલી દો. 

કેવી રીતે બદલાશે કાર્ડ?
બેંક દ્વારા ટ્વિટ કરીને જાણકારી આપવામાં આવી છે કે જૂના ATM કાર્ડ બદલીને તેની જગ્યાએ EVM ચિપવાળા ડેબિટ કાર્ડ ઇશ્યૂ કરવામાં આવી રહ્યા છે. તેના માટે ગ્રાહકોએ પોતાની પાસબુક લઇને બેંકમાં જવું પડશે અને એક ફોર્મ ભરવું પડશે. ત્યારબાદ તે નવા અને સુરક્ષિત કાર્ડ લઇ શકે છે. જે લોકો ઇન્ટરનેટ બેંકિંગનો ઉપયોગ કરે છે, તે ઓનલાઇન પણ કાર્ડ માટે અરજી કરી શકે છે. આ ઉપરાંત બેંકની બ્રાંચમાં જઇને પણ ઓનલાઇન એપ્લાઇ કરવાનો વિકલ્પ છે. 

શું છે બંને કાર્ડ્સમાં અંતર?
જો તમારા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડમાં સામેની તરફ ડાબી તરફ સિમ કાર્ડની માફક જોવા મળતી ચિપ લાગેલી નથી તો, આ જૂનું એટલે કે મેગ્નેટિક સ્ટ્રિપ કાર્ડ છે. 

નહી લાગે કોઇ ફી
જો તમે એસબીઆઇના ગ્રાહક છો તો તમારા માટે જરૂરી છે કે ટૂંક સમયમાં કાર્ડ બદલી દો, કારણ કે એસબીઆઇ મેગ્નેટિક સ્ટ્રાઇપ એટીએમને બ્લોક કરી રહ્યું છે. બેંક પોતાના ગ્રાહકો માટે જૂના મેગ્નેટિક સ્ટ્રાઇપ કાર્ડને ચિપવાળા કાર્ડથી રિપ્લેસ કરવાની નોટિફિકેશન પણ ઇશ્યૂ કરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news