ખાદ્યતેલના ભાવમાં 30 રૂપિયા સુધીનો ઘટાડો, સરકારે કંપનીઓને કહ્યું- ગ્રાહકોને લાભ આપે
નવા વર્ષ પહેલા વધતી મોંઘવારીના મારનો સામનો કરી રહેલા લોકો માટે રાહતના સમાચાર આવ્યા છે. સરકારે ખાદ્યતેલના ભાવમાં ધરખમ ઘટાડો કર્યો છે. આ કપાત બાદ સરકારે કંપનીઓ સાથે વાત કરી છે. કંપનીઓને સ્પષ્ટ સૂચનાઓ જારી કરવામાં આવી છે કે સરકાર દ્વારા ઘટાડેલી કિંમતોનો સંપૂર્ણ લાભ ગ્રાહકોને મળવો જોઈએ.
Trending Photos
નવી દિલ્હીઃ નવા વર્ષ પહેલા વધતી મોંઘવારીના મારનો સામનો કરી રહેલા લોકો માટે રાહતના સમાચાર આવ્યા છે. સરકારે ખાદ્યતેલના ભાવમાં ધરખમ ઘટાડો કર્યો છે. આ કપાત બાદ સરકારે કંપનીઓ સાથે વાત કરી છે. કંપનીઓને સ્પષ્ટ સૂચનાઓ જારી કરવામાં આવી છે કે સરકાર દ્વારા ઘટાડેલી કિંમતોનો સંપૂર્ણ લાભ ગ્રાહકોને મળવો જોઈએ.
30 થી 40 રૂપિયાનો ઘટાડો
ખાદ્યતેલના ભાવમાં 30-40 રૂપિયાનો ઘટાડો થયો છે. ત્યારબાદ ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગના સચિવ ડૉ. સુધાંશુ પાંડેએ રાજ્ય સરકારોને તેમના રાજ્યોમાં MRP પર તેલનું વેચાણ સુનિશ્ચિત કરવા જણાવ્યું છે. આ માટે અસરકારક પગલાં ભરવા સૂચના જાહેર કરવામાં આવી છે.
આયાત ડ્યુટી લગભગ શૂન્ય
ડૉ. સુધાંશુ પાંડેએ કહ્યું કે ખાદ્યતેલની આયાત ડ્યૂટી લગભગ શૂન્ય થઈ ગઈ છે. ઈમ્પોર્ટ ડ્યૂટીમાં ફેરફાર બાદ તેલના ભાવ 15% થી 20% સુધી ઘટી ગઈ છે. સરકારના આ પગલા બાદ તમામ બ્રાન્ડના તેલના ભાવમાં 30-40 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે.
ભાવ ઘટાડાનો પુરે પુરો લાભ ગ્રાહકોને મળે
સરકારે કંપનીઓને નિર્દેશ આપ્યો છે કે ભાવમાં થયેલા ઘટાડાનો સંપૂર્ણ લાભ ગ્રાહકોને મળે. આ સાથે તેલના પેકેટ કે બોટલ કે કોઈપણ કન્ટેનર પર Revised MRP પ્રિન્ટ કરવાની સૂચના પણ આપવામાં આવી છે. ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગના સચિવ ડૉ. સુધાંશુ પાંડેએ જણાવ્યું હતું કે ખાદ્ય તેલના ભાવમાં વધુ ઘટાડો જોવા મળશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે