શું તમે માર્કેટમાં આવેલી કાળી ઈડલી ક્યારેય ખાધી છે? વીડિયો જોઈને લોકોનો મૂડ થયો ખરાબ અને પછી એવી કોમેન્ટ્સ કરી કે...

ઈડલી સાઉથ ઈંડિયન ફૂડમાં લાજવાબ ડિશમાંથી એક છે. તેને લોકો ડિનર, બ્રેકફાસ્ટ અને લંચ કોઈપણ સમયે ખાવાનું પસંદ કરે છે. ઈડલીને લોકો હેલ્ધી ફુ઼ડ માને છે. જો કે ખાવા પીવાના શોખીન લોકોએ જ્યારે ઈડલીને વિચિત્ર રીતે બનતી જોઈ તો તેમના મગજ હલી ગયા અને ગુસ્સો ફાટી નીકળ્યો છે.

શું તમે માર્કેટમાં આવેલી કાળી ઈડલી ક્યારેય ખાધી છે? વીડિયો જોઈને લોકોનો મૂડ થયો ખરાબ અને પછી એવી કોમેન્ટ્સ કરી કે...

ઝી બ્યુરો: સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે કે જ્યાં રોજબરોજ અવનવા વીડિયો વાયરલ થતા હોય છે. જો તમને પુછવામાં આવે કે ઈડલી કયા રંગની હોય છે તો તમને થતું હશે કે આ કેવો સવાલ છે? ઈડલીની રંગ તો સફેદ હોય છે પણ શું તમે ક્યારેય કાળા રંગની ઈડલીનો સ્વાદ માણ્યો છે? સોશિયલ મીડિયા પર હાલ કાળા રંગની ઈડલીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેના વિશે દાવો કરવામાં આવી રહ્યો છે કે કાળા રંગની ઈડલી સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક હોય છે. તો શું ખરેખર કાળા રંગની ઈડલી બની શકે કે પછી બળી ગયેલી ઈડલીને કાળી ઈડલી તરીકે વાયરલ કરવામાં આવી રહી છે? શું છે કાળી ઈડલીનું સત્ય.. અમે તમને આજે એક અહેવાલમાં જણાવીશું..

ઈડલી સાઉથ ઈંડિયન ફૂડમાં લાજવાબ ડિશમાંથી એક છે. તેને લોકો ડિનર, બ્રેકફાસ્ટ અને લંચ કોઈપણ સમયે ખાવાનું પસંદ કરે છે. ઈડલીને લોકો હેલ્ધી ફુ઼ડ માને છે. જો કે ખાવા પીવાના શોખીન લોકોએ જ્યારે ઈડલીને વિચિત્ર રીતે બનતી જોઈ તો તેમના મગજ હલી ગયા અને ગુસ્સો ફાટી નીકળ્યો છે. આ ઈડલીનું નામ છે બ્લેક ડિટોક્સ ઈડલી.

'અમે અહીં મંજીરા વગાડવા આવીએ છીએ'...બોટાદમાં બાબુઓની મનમાની સામે સાધારણ સભામાં ગરમાવો

સોશિયલ મીડિયામાં વાયરલ ક્લિપમાં, એક શેરી વિક્રેતા સ્ટીમરની પ્લેટમાં કાળા રંગની ઇડલીનું બેટર રેડે છે અને તેને સ્ટીમરમાં રાંધવા માટે મૂકે છે. ઈડલી રાંધ્યા પછી, તે તેને કાગળની પ્લેટમાં બહાર કાઢે છે, અને પછી તેના પર થોડો મસાલા પાવડર અને પછી ઘી ઉમેરીને નારિયેળની ચટણી સાથે પીરસે છે.

આ વીડિયોને એક ઈન્સ્ટાગ્રામપેજ  પર શેર કર્યો છે. તેણે કેપ્શનમાં લખ્યું, ‘આ કાળી ઈડલી નાગપુરની વોકર સ્ટ્રીટ પર ઓલ અબાઉટ ઈડલી નામની જગ્યા પર મળે છે, જે ડિટોક્સ ઈડલી છે. તે સગર્ભા સ્ત્રીઓ માટે નથી. આપને જણાવી દઈએ કે, આ ક્લિપને 10 લાખથી વધુ વ્યૂઝ અને 51 હજારથી વધુ લાઈક્સ મળ્યા છે.

સુરતમાં કરોડપતિ પરિવારના નબીરાની હરકત; યુવતીને બચકાં ભર્યાં, બોયફ્રેન્ડનું માથું ફોડ્યું, સેક્સ માણવા....

હવે આ કાળી ઈડલીનો વીડિયો ઈન્ટરનેટ પર ચર્ચાનો વિષય બન્યો છે. ઘણા યુઝર્સ ઈડલી બનાવતા એક જ સવાલ પૂછે છે કે ભાઈ, સફેદ ઈડલી બનાવવામાં શું તકલીફ હતી? તે જ સમયે, એક વ્યક્તિએ લખ્યું – ઈડલીનું શોષણ કરવાનું બંધ કરો. જ્યારે અન્ય લોકોએ કોલસાથી ઈડલી બનાવી છે? જ્યારે એક સાથી કાળી ઈડલીને સિમેન્ટના દ્રાવણ સાથે સરખાવે છે. અન્ય એક યુઝરે લખ્યું છે કે… આમ ન કરો, અટકી જાઓ.. બસ કરો યાર,,, એક યુઝરે તો એમ પણ લખી દીધું છે કે એ સમય દૂર નથી જ્યારે લોકો પથ્થર સાથે રોટલી ખાશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news