હિમાલયના ગુમનામ 'યોગી'ના ઈશારે થયો ખેલ, પગાર વધીને 15 લાખથી 4.21 કરોડ થયો, હવે પડી IT રેડ

નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) ની પૂર્વ સીઈઓ અને એમડી ચિત્રા રામકૃષ્ણ હવે મુશ્કેલીમાં મૂકાતા જોવા મળી રહ્યા છે. 11 ફેબ્રુઆરીના રોજ લાગેલા 3 કરોડ રૂપિયાના દંડ બાદ હવે તેમના મુંબઈ સ્થિત ઘર પર આવકવેરા ખાતાના દરોડા પડ્યા છે.

હિમાલયના ગુમનામ 'યોગી'ના ઈશારે થયો ખેલ, પગાર વધીને 15 લાખથી 4.21 કરોડ થયો, હવે પડી IT રેડ

નવી દિલ્હી: નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) ની પૂર્વ સીઈઓ અને એમડી ચિત્રા રામકૃષ્ણ હવે મુશ્કેલીમાં મૂકાતા જોવા મળી રહ્યા છે. 11 ફેબ્રુઆરીના રોજ લાગેલા 3 કરોડ રૂપિયાના દંડ બાદ હવે તેમના મુંબઈ સ્થિત ઘર પર આવકવેરા ખાતાના દરોડા પડ્યા છે. રામકૃષ્ણ પર એનએસઈ ની ગોપનીય જાણકારી હિમાલયમાં રહેતા યોગી સાથે શેર કરવાનો આરોપ છે. 

અનેક વ્યવસાયિક કેસ પર માર્ગદર્શન માંગ્યુ
સેબીએ તેમના પર 3 કરોડનો દંડ મુખ્ય રણનીતિક અધિકારી તરીકે આનંદ સુબ્રમણ્યમની નિયુક્તિમાં મળી આવેલી ગેરરીતિઓના કારણે લગાવ્યો હતો. રામકૃષ્ણએ એવું પણ સ્વીકાર્યું છે કે 20 વર્ષથી તેમણે અનેક વ્યક્તિગત અને વ્યસાયિક મામલાઓ પર અજ્ઞાત યોગી પાસે માર્ગદર્શન માંગ્યું છે. એટલું જ નહીં તેમણે વરિષ્ઠ અધિકારી આનંદ સુબ્રમણ્યમની નિયુક્તિ પણ આ જ આધ્યાત્મિક ગુરુના ઈશારે કરી હતી. NSE માં કરિયર શરૂ કરતા પહેલા આનંદ સુબ્રમણ્યમ એક સાધારણ માણસ હતા. 

14 લાખથી આ રીતે પહોંચ્યા 4 કરોડને પાર
આનંદ સુબ્રમણ્યમ almer Lawrie અને ICICI group ના એક જોઈન્ટ વેન્ચરમાં કામ કરતા હતા. ત્યાં તેમનું વાર્ષિક પેકેજ 14 લાખ રૂપિયાથી કઈક વધુ હતું. એપ્રિલ 2013માં તેમને NSE માં એમડી અને સીઈઓના ચીફ ચીફ સ્ટ્રેટેજિક એડવાઈઝર તરીકે એન્ટ્રી આપવામાં આવી. તે સમયે તેઓને 1.38 કરોડ રૂપિયાનું વાર્ષિક પેકેજ ઓફર કરાયું હતું. બે થી ત્રણ વર્ષની અંદર જ સુબ્રમણ્યમનું પેકેજ 2016 સુધીમાં વધીને 4.21 કરોડ રૂપિયા કરી દેવાયું. 

2013 થી 2016 સુધી રહ્યા એમડી અને સીઈઓ
અધિકારીઓએ જણાવ્યું કે દરોડાનો હેતુ રામકૃષ્ણ અને અન્ય વિરુદ્ધ લાગેલા કર ચોરી અના નાણાકીય ગેરરીતિઓના આરોપની તપાસનો છે. સીબીએ પોતાના આદેશમાં કહ્યું હતું કે રામકૃષ્ણએ યોગી સાથે વિભાગીય ગુપ્ત જાણકારીઓ શેર કરી હતી. જેમાં એનએસઈની આર્થિક અને કારોબારી યોજનાઓ સામેલ છે. તેઓ એપ્રિલ 2013 થી ડિસેમ્બર 2016 વચ્ચે એનએસઈના એમડી અને સીઈઓ હતા. 

કોણ છે આનંદ સુબ્રમણ્યમ
ચિત્રા રામકૃષ્ણના નિર્ણયની ચર્ચા ચારેબાજુ છે. આનંદ સુબ્રમણ્યમને NSE માં ખુબ મોટી સેલરી હાઈક સાથે નિયુક્ત તો કરાયા જ હતા પણ સાથે સાથે તેમને મનમાની રીતે પ્રમોટ પણ કરાયા. 'અજ્ઞાત' યોગીના કહેવા પર તેમને NSE માં નંબર 2 બનાવી દેવાયા હતા. 

અનુભવ નહીં પણ છતાં મળ્યું પ્રમોશન
સુબ્રમણ્યમને કેપિટલ માર્કેટનો કોઈ અનુભવ નહતો. આમ છતાં તેમને સેલરી હાઈક અને પ્રમોશન મળતું રહ્યું. તેમના પેકેજ બે વર્ષની અંદર 2016 સુધીમાં વધીને 4.21 કરોડ રૂપિયા પહોંચી ગયું. એટલું જ નહીં તેમને ગ્રુપ ઓપરેટિંગ ઓફિસરની જવાબદારી પણ આપવામાં આવી હતી. 

સુબ્રમણ્યમને મળી હતી અને સગવડો
મીડિયા રિપોર્ટ મુજબ સુબ્રમણ્યમને આ દરમિયાન અનેક સગવડો મળી હતી. તેમાંથી જ એક હતી મુંબઈ સાથે સાથે ચેન્નાઈથી પણ કામ કરવાની સગવડ. સમગ્ર સેટઅપ બેસાડવા માટે ખાસ વ્યવસ્થા કરાઈ હતી. આનંદના ગ્રુપ ઓપરેટિંગ ઓફિસર બન્યા બાદ પણ તેમને આ સુવિધા મળતી રહી. 

ઓક્ટોબર 2016માં આપ્યું રાજીનામું
એનએસઈના ઓડિટ કમિટીની તપાસ બાદ સામે આવ્યું કે સુબ્રમણ્યમની નિયુક્તિ ખોટી રીતે કરાઈ હતી. તપાસ રિપોર્ટના રિવ્યૂ બાદ નિર્ણય લેવાયો કે સુબ્રમણ્યમે પોતાના પદેથી રાજીનામું આપવું પડશે. અને એક કલાકની અંદર જ સુબ્રમણ્યમે રાજીનામું આપ્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news