ઓ બાપ રે! મુકેશ અંબાણીની પાર્ટીમાં આવો હતો નજારો ! ચાંદીની પ્લેટ અને 500ની નોટ સાથે પીરસાયો હતો હલવો ; ફોટા જુઓ

NMACC: આ પ્રોગ્રામના કેટલાક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે. તેમાંથી એક ફોટોમાં મિઠાઈ 500 રૂપિયાની નોટ સાથે જોવા મળી રહી છે. તો આ પાર્ટીમાં આપવામાં આવેલા ભોજનમાં કેટલીક ગુજરાતી વસ્તુઓ પણ જોવા મળી હતી. 

ઓ બાપ રે! મુકેશ અંબાણીની પાર્ટીમાં આવો હતો નજારો ! ચાંદીની પ્લેટ અને 500ની નોટ સાથે પીરસાયો હતો હલવો ; ફોટા જુઓ

નવી દિલ્હીઃ Nita Mukesh Ambani Cultural Centre: નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC)ની થયેલી શરૂઆત મીડિયામાં છવાયેલી છે. અંબાણી પરિવાર તરફથી આયોજીત આ કાર્યક્રમની ભવ્યતા અને મહેમાનોનું સ્વાગત મીડિયામાં ચર્ચાનો વિષય બનેલો છે. આ પ્રોગ્રામની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તેમાંથી એક ફોટોમાં મિઠાઈ 500 રૂપિયાની નોટ સાથે જોવા મળી રહી છે. ફોટોમાં જોવા મળી રહેલી વસ્તું દૌલત કી ચાટ હોવાનું સામે આવ્યું છે. તેને ઉત્તર ભારતમાં ખુબ પસંદ કરવામાં આવે છે. 

ક્રિકેટ, રાજકારણ અને બોલિવૂડ જગતની હસ્તીઓએ આપી હાજરી
NMACC લોન્ચ કાર્યક્રમ દરમિયાન, ફોટામાં દેખાતી સ્વીટ ડીશ સાથે રૂ. 500ની નોટો મૂકવામાં આવી હતી. આ નોટો સાથે પાર્ટીમાં આવનાર મહેમાનોને આ વાનગી પીરસવામાં આવી હતી. કદાચ તમે પણ પહેલીવાર ફોટો જોઈને ચોંકી જશો. પરંતુ તમને જણાવી દઈએ કે આ 500 રૂપિયાની વાસ્તવિક નોટો નથી. મુંબઈના Jio વર્લ્ડ સેન્ટર ખાતે 1લી એપ્રિલે નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC)ની લોન્ચિંગ પાર્ટીના અવસર પર બોલિવૂડ-હોલીવુડની સાથે સાથે ક્રિકેટ અને બિઝનેસ જગતની અનેક હસ્તીઓ હાજર રહી હતી.

ભોજનમાં જોવા મળી સ્પેશિયલ ભારતીય થાળી
આ દરમિયાન મહેમાનોને ભોજનમાં ખાસ ભારતીય થાળી પીરસવામાં આવી હતી. મહીપ કપૂરે પાર્ટીની એક તસવીર શેર કરી છે. આ ફોટામાં દેખાતી ચાંદીની થાળીમાં ઘણા બાઉલ રાખવામાં આવ્યા છે. આમાં તમે રોટલી, દાળ, પાલક પનીર, કઢી, હલવો, સ્વીટ ડીશ, પાપડ અને લાડુ વગેરે જેવી ઘણી વાનગીઓ જોઈ શકો છો. આ થાળીમાં કેટલીક ગુજરાતી વાનગીઓ પણ સામેલ કરવામાં આવી હતી. પ્લેટ પર વાઇનનો ગ્લાસ પણ દેખાય છે. NMACCનું ઉદઘાટન 31મી માર્ચે મુંબઈમાં થયું હતું. તે બીજા દિવસે એટલે કે 1 એપ્રિલે લોન્ચ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કલાકારો સિવાય સ્પોર્ટ્સ અને બિઝનેસ જગત સાથે જોડાયેલી તમામ હસ્તીઓએ ભાગ લીધો હતો.

Mukesh Ambani की पार्टी में ऐसा था नजारा! चांदी की थाली और 500 के नोटों के साथ परोसा गया हलवा; देखें Photos

આ તકે સુપરસ્ટાર રજનીકાંત, આમિર ખાન, રણવીર સિંહ, દીપિકા પાદુકોણ, પ્રિયંકા ચોપડા, વરૂણ ધવન, સોનમ કપૂર, અનુપમ ખેર, જાવેદ અખ્તર, શબાના આઝમી, સુનીલ શેટ્ટી, શાહિદ કપૂર, વિદ્યા બાલન, આલિયા ભટ્ટ, દીયા મિર્ઝા, શ્રદ્ધા કપૂર, શ્રેયા ઘોષાલ, રાજૂ હિરાની, તુષાર કપૂર જેવી બોલીવુડની હસ્તિઓ સામેલ થઈ હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news